Author: City Today Daily

સુરત, તા.૧૮ સુરત મહાનગર પાલિકાના વોર્ડ નબર ૧૮માં ખાલી પડેલી એક બેઠક પર પેટા ચૂંટણી યોજાઈ હતી અને આ ચૂંટણીનું આજે પરિણામ જાહેર થઈ ગયું છે. આ બેઠક પર ભાજપના ઉમેદવાર જીતુભાઈ કાછડ નો વિજય થયો છે. તેમનો કુલ ૭,૦૮૬ મતોથી વિજય થયો હતો સુરત મહાનગરપાલિકાના વોર્ડ નં.૧૮ ચલિંબાયત-પર્વત-કુંભારીયા)ની રવિવારે યોજાયેલી પેટા ચૂંટણીની આજ રોજ ગોડાદરા સ્થિત મહર્ષિ આસ્તિક સાર્વજનિક હાઈસ્કુલ ખાતે મતગણતરી યોજાઈ હતી. આ પેટા ચૂંટણીમાં ૯૩ બુથ પર કુલ ૩૩,૩૩૨ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જેમાં ભાજપના ઉમેદવાર જીતુંભાઈ કાછડનો વિજય થયો હતો. સાત રાઉન્ડના અંતે ભાજપના ઉમેદવાર જીતુભાઈ કાછડ ૭,૦૮૬ મતે વિજેતા જાહેર થયા હતા.…

Read More

સુરત, તા.૧૮ સુરતના માંગરોળ તાલુકામાં ગ્રીષ્મા હત્યાકાંડ જેવી ઘટના સામે આવી છે. અહીં એક યુવકે ચપ્પા વડે યુવતીનું ગળું કાપી નાખતાં ચકચારી હત્યા કરી હતી. જાેકે યુવતીની હત્યા બાદ પોતે પણ આ યુવકે ચપ્પા વડે પોતાનું ગળુ કાપી લીધાની જાણકારી મળી રહી છે. આ ઘટના માંગરોળના વાંકલ બોરિયા માર્ગ પર બની હતી. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. માંગરોળના વાંકલ-બોરિયા માર્ગ પર એક યુવકે યુવતીનું ચપ્પુ વડે ગળું કાપી નાખતાં યુવતીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે. ઘટનાને અંજામ આપ્યા બાદ યુવકે પોતે પણ ગળું કાપી નાખ્યું છે. ગળામાં ત્રણ ઇંચ જેટલો ઘા વાગતાં યુવકની સ્વરપેટી કપાઈ ગઈ છે અને…

Read More

સુરત,તા.૧૭ સુરતના માંગરોળના ચકચારી ગેંગરેપ કેસમાં કોર્ટે બંને આરોપીને છેલ્લા શ્વાસ સુધી આજીવન કેદની સજા ફટકારી છે. સાડાચાર મહિના પહેલાં નવરાત્રિ સમયે કોસંબા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સગીરા પર થયેલા ગેંગરેપ કેસમાં કોર્ટે ઝડપી ટ્રાયલ ચલાવી માત્ર ૧૩૦ દિવસમાં જ ચુકાદો આપ્યો છે. ગેંગરેપ મામલે પોલીસે કુલ ત્રણ આરોપીને ઝડપી પાડ્યા હતા, જેમાં એકનું ટ્રાયલ દરમિયાન બીમારીને કારણે મોત નીપજ્યું હતું, જેથી બે આરોપી સામે ટ્રાયલ ચાલી હતી અને બંનેને કોર્ટે શનિવારે કસૂરવાર ઠેરવ્યા હતા. નોંધનીય છે કે આ કેસમાં સગીરાની અને તેના મિત્રની જુબાની મહત્ત્વની સાબિત થઈ છે. આ ઉપરાંત પોલીસે સાયન્ટિફિક પુરાવા પણ રજૂ કર્યા હતા, જે પણ કોર્ટે…

Read More

સુરત,તા.૧૭ સલાબતપુરા વિસ્તારમાં ગૌવંશ હત્યા અને ગૌમાંસની હેરાફેરી સામે પોલીસની મોટી કાર્યવાહી સામે આવી છે. સુરત શહેર પોલીસના સલાબતપુરા પોલીસ મથકે બાતમીના આધારે વોચ ગોઠવી એક ટેમ્પો અટકાવી, તેમાંથી ૧૬૫૮ કિલો ગૌમાંસ ઝડપ્યું હતું. આ સાથે પાંચ ઈસમોની ધરપકડ કરી કુલ રૂ. ૫.૦૬ લાખના મુદ્દામાલ સાથે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સલાબતપુરા પોલીસને માહિતી મળી હતી કે, ઉમરવાડા પાવર હાઉસની પાછળ, પીડી રેશમવાળા બિલ્ડિંગની સામે એક મહેન્દ્રા બોલેરો પીકઅપ ટેમ્પોમાં ગૌમાંસનો જથ્થો ઉતારવામાં આવી રહ્યો છે. મળેલી બાતમીને ધ્યાને લઈ, પોલીસ દ્વારા સ્થળ પર વોચ ગોઠવી ટાર્ગેટેડ વાહનને અટકાવ્યું હતું. ટેમ્પોની તપાસ દરમિયાન કુલ ૧૬૫૮ કિલો ગૌમાંસ મળી આવ્યું,…

Read More

સુરત,તા.૧૭ સુરતમાં ટ્રાફિક પોલીસ દ્વારા હેલ્મેટને મુદ્દે શરૂ થયેલી કડકાઈ વચ્ચે લોકોમાં મિશ્ર પ્રતિસાદ નોંધાયો છે. લાલદરવાજા મેઈન રોડ ઉપર ડીજેના તાલે હેલ્મેટ પહેરી નાચી રહેલા લોકોને કારણે ભારે કૌતુક છવાયું હતું. દીકરીનું મોસાળુ લઈને નીકળેલા પરિવારજનોએ ડીજે ઉપર હેલ્મેટ પહેરી ડિસ્કો કર્યો હતો. હેલ્મેટને લઈ જાહેરમાં અનોખી શૈલીમાં ગુસ્સો વ્યક્ત કર્યો હતો. આ સાથે જણાવ્યું હતું કે લોકોમાં જનજાગૃતિ નહીં પણ ભયનો માહોલ છવાયેલો છે. દહેશતનો માહોલ હોય તેવી સ્થિતિ ઉદભવી છે. સુરતના નાના-મોટા પ્રત્યેક પોઈન્ટ ઉપર ટ્રાફિક પોલીસની નજર રાખીને ઊભી રહેતા હેલ્મેટને લઈ સુરતીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. અમલવારીના પ્રથમ દિવસે નિયમ તોડનાર ૨૩,૦૦૦થી વધુ વાહનચાલકો સામે…

Read More

મહારાષ્ટ્ર,૧૭ મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી હલચલ મચી ગઈ છે. આ વખતે મહાયુતિની અંદર જ ડખા હોય તેવું લાગી રહ્યું છે. એવું લાગે છે કે એકનાથ શિંદે નારાજ છે અને દેવેન્દ્ર ફડણવીસથી અલગ જ ચાલી રહ્યા હોય એવું લાગે છે. અગાઉ, એકનાથ શિંદે ફડણવીસની સભાઓમાંથી ગાયબ રહ્યા હતા. હવે તેમણે એવો ર્નિણય લીધો છે, જેના કારણે એવું લાગી રહ્યું છે કે સીએમ-ડેપ્યુટી સીએમ વચ્ચેનો વિવાદ વધી ગયો છે. મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ એકનાથ શિંદેએ મેડિકલ રિલીફ સેલ શરૂ કર્યું છે. મહારાષ્ટ્રમાં સીએમ રિલીફ ફંડ હોવા છતાં ડેપ્યુટી સીએમ એકનાથ શિંદેએ પોતાની મેડિકલ રિલીફ સેલ શરૂ કર્યું છે. મંગેશ ચિવેટ-પાટીલને એકનાથ શિંદેના મેડિકલ રિલીફ…

Read More

નવી દિલ્હી, તા.૧૬ નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર મહાકુંભ મેળા દરમિયાન સંગમ સ્નાન કરવા માટે ભક્તોની મોટી ભીડ પ્રયાગરાજ તરફ જઈ રહી હતી ત્યારે થયેલી ભાગદોડમાં ૧૮ લોકો માર્યા ગયા અને ૨૫થી વધુ લોકો ઘાયલ થયા હતા. દેશની રાજધાનીમાં નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર થયેલી ભાગદોડમાં ૧૮ લોકોના મોત થયા છે. ઘણા લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. મળતી માહિતી મુજબ, શનિવારે સાંજે અચાનક નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર પ્રયાગરાજ મહાકુંભમાં જવા માટે મોટી ભીડ એકઠી થઈ ગઈ હતી. નવી દિલ્હી રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ૧૪-૧૫ પર નાસભાગ મચી ગઈ હતી. ભીડ વચ્ચે લગભગ ૧૮ લોકો મૃત્યુ પામ્યા. ભાગદોડની માહિતી…

Read More

નવી દિલ્હી, તા.૧૬ નવી દિલ્હી રેલવે સ્ટેશન પર ૧૫ ફેબ્રુઆરીની રાત્રે થયેલી નાસભાગમાં ૧૮ લોકોના મોત નીજપ્યા. સમગ્ર ઘટનાને લઈને કોંગ્રેસે પાર્ટી દ્વારા મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. જેમાં રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, મલ્લિકાર્જુન ખડગે અને કેસી વેણુગોપાલ સહિતના નેતાઓ આ મામલે કેન્દ્ર સરકાર પર ગેરવહીવટ અને બેદરકારીના આરોપો લગાવવામાં આવ્યા છે. કોંગ્રેસે આ મામલે મોદી સરકારને અનેક સવાલો પૂછ્યાં. જેમાં નાસભાગમાં થયેલી મૃત્યોના આંકડા જાહેર કરવાને લઈને સવાલ કરાયો. જ્યારે ટીએમસી એ રેલવે મંત્રીનું રાજીનામું માંગ્યું. કોંગ્રેસ મહાસચિવ કેસી વેણુગોપાલે નવી દિલ્હી રેલવે સ્ટેશન પર નાસભાગને લઈને દુઃખ વ્યક્ત કર્યુ અને જણાવ્યું કે, ‘આ દુર્ઘટના ચોંકાવનારી અને…

Read More

પટણા, તા.૧૬ નવી દિલ્હી રેલવે સ્ટેશન પર નાસભાગમાં ૧૮ લોકોના મોત પર જેડીયુના અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવે શોક વ્યક્ત કર્યો છે. તેમજ ઘટના અંગે રેલવે તંત્રને અને રેલવે મંત્રીને જવાબદારી લેવા અપીલ કરી છે. વધુમાં મહાકુંભના લીધે થઈ રહેલી નાસભાગ અંગેના સવાલ પર લાલુ યાદવે કહ્યું કે, કુંભનો કોઈ અર્થ નથી, નકામો છે…કુંભ…કુંભ…કુંભનો કોઈ મતલબ નથી, બધુ વ્યર્થ છે. પ્રયાગરાજ ત્રિવેણીમાં અત્યારસુધીમાં ૫૦ કરોડથી વધુ લોકોને પવિત્ર કુંભમાં સ્નાન કર્યું છે. અત્યારસુધીમાં લાખો-કરોડો ભક્તો કુંભ સ્નાન કરી રહ્યા છે. દેશના સામાન્ય લોકોથી લઈને ખાસ વ્યક્તિઓ સુધી દરેક જણ કુંભ સ્નાન કરવા માટે આતુર છે. પરંતુ, વિપક્ષ નેતા લાલુ યાદવના કુંભ…

Read More

ગાંધીનગર, તા.૧૬ ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન શરૂ થઇ ચૂક્યું છે. ત્યારે ૬૬ નગરપાલિકા, ૩ તાલુકા પંચાયત અને ૧ મહાનગરપાલિકા માટે કુલ ૫૦૮૪ ઉમેદવારોનું ભાગ્ય ઈવીએમમાં કેદ થવાનું છે. લગભગ ૩૮ લાખ જેટલા મતદારો આ ઉમેદવારોના ભાવિનો ર્નિણય કરશે. અત્યાર સુધી સ્થાનિક સ્વરાજ્યની કુલ ૨૧૩ બેઠકો બિનહરિફ જાહેર થઈ ચૂકી છે. જ્યારે જૂનાગઢ મહાનગરપાલિકાની ૧૫ વોર્ડની ૬૦ બેઠકોમાંથી ૮ બેઠકો બિનહરિફ જાહેર છે. જાેકે રાજ્યમાં મતદાન વચ્ચે અનેક જગ્યાએથી ઈવીએમ ખોટકાયાની ફરિયાદો મળી રહી છે. ધંધૂકા અને જામનગરમાં તો બે વરરાજા મતદાન કરવા પહોંચ્યા હતા. તેમની સાથે તેમના પરિજનો પણ મતદાન કરવા પહોંચ્યા હતા. રાજ્યમાં ચાલી રહેલ સ્થાનિક…

Read More