સુરત, તા.૧૬ સુરત મહાનગરપાલિકાની વોર્ડ નંબર ૧૮ની બેઠક ઉપર આજે (૧૬ ફેબ્રુઆરી) મતદાન યોજાયું છે. સવારથી જ મતદારો પોતાના મતદાન મથક ઉપર જઈને મતદાન કરી રહ્યા છે. વધુમાં વધુ મતદાન કરાવવાના પ્રયાસમાં કેટલીક આચારસહિતા ભંગની બાબતો ધ્યાન પર આવી છે. જેમાં ભાજપના કેટલાક કાર્યકર્તાઓ ખેસ પહેરીને ફરતા જાેવા મળ્યાં હતાં. આ સાથે જ ક્યાંક ભાજપના બેનર લાગતાં કોંગ્રેસ અને આપના કાર્યકર્તાઓએ વિરોધ કર્યો હતો. આ વચ્ચે રાજકીય પક્ષો વચ્ચે ગરમાગરમી થતાં પોલીસે સ્થળે પહોંચી મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. વોર્ડ નંબર-૧૮માં પેટા ચૂંટણીનું મતદાન ચાલી રહ્યું છે ત્યારે આચારસંહિતા ભંગ થતાં સુરત એનએસયુઆઇ ના કાર્યકરોએ પોલીસ સાથે રાખી બોર્ડ…
Author: City Today Daily
પ્રયાગરાજ, તા.૧૫ શનિવારે મહાકુંભમાં ફરી આગ લાગી છે. એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડના વાહનો ઘટનાસ્થળે રવાના થયા. મેળામાં ભારે ભીડ હોવાથી વાહનોને સ્થળ સુધી પહોંચવામાં મુશ્કેલી પડી રહી છે. આગમાં ઘણા ટેન્ટ બળી ગયા છે. અગ્નિશામકો આગને કાબુમાં લેવામાં વ્યસ્ત છે. ભીડને સ્થળ પરથી દૂર કરવામાં આવી છે. મહાકુંભમાં ચોથી વખત આગ લાગી હતી. ૧૯ જાન્યુઆરીઃ સેક્ટર ૧૯માં ગીતા પ્રેસ કેમ્પમાં આગ લાગી; જેમાં ૧૮૦ કોટેજ બળીને ખાખ થઈ ગયા. ૩૦ જાન્યુઆરીઃ સેક્ટર ૨૨માં આગ લાગી જેમાં ૧૫ ટેન્ટ બળી ગયા. ૭ ફેબ્રુઆરીઃ સેક્ટર-૧૮માં આગ લાગી. આ આગ શંકરાચાર્ય માર્ગ પર લાગી હતી, જેમાં ૨૨ મંડપ બળી ગયા હતા. ૧૫ ફેબ્રુઆરીઃ…
સંભલ, તા. ૧૫ યુપીના સંભલમાં ૨૪મી નવેમ્બરે જામા મસ્જિદમાં સર્વેક્ષણ દરમિયાન મસ્જિદની આસપાસના વિસ્તારમાં હિંસા ફેલાવનારા બદમાશોને ઓળખવા માટે સંભલ પોલીસે જામા મસ્જિદની દિવાલો પર જ બદમાશોના પોસ્ટર લગાવ્યા છે. પોલીસ ટીમ દ્વારા બદમાશોના કુલ ૭૪ પોસ્ટર લગાવવામાં આવ્યા છે. શુક્રવારે, એસપી કેકે બિશ્નોઈ, એએસપી શ્રીશચંદ્ર અને સીઓ અનુજ ચૌધરીની હાજરીમાં ભારે પોલીસ દળ સાથે, સંભલ કોતવાલી પોલીસે બદમાશોના પોસ્ટરો ચોંટાડવાની કાર્યવાહી કરી હતી. જામા મસ્જિદની દીવાલો પર પોસ્ટર લગાવતાની સાથે જ આસપાસના વિસ્તારોમાંથી લોકો પણ પોસ્ટમાં દેખાતા લોકોને જાેવા આવવા લાગ્યા હતા. હિંસા દરમિયાન બદમાશો દ્વારા વાહનોને આગચંપી કરવામાં આવી હતી, તોડફોડ કરવામાં આવી હતી અને પોલીસ ટીમ પર…
રાયપુર, તા.૧૫ છત્તીસગઢમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કેસરિયો લહેરાયો છે. ભાજપે તમામ ૧૦ નગર પાલિકામાં મેયર પદની ચૂંટણી જીતી લીધી છે. સૌથી મોટી જીત રાયપુરમાં મીનલ ચૌબેને મળી છે. મીનલ ચૌબેએ ૧ લાખ ૫૩ હજારથી વધુ મતથી દિપ્તિ દુબેને હરાવ્યા છે. રાયપુરમાં આ અત્યાર સુધીની સૌથી મોટી જીત છે. રાયપુરમાં ૧૫ વર્ષ સુધી કોંગ્રેસના મેયર હતાં. આ સિવાય દુર્ગ, રાજનાંદગાંવ, બિલાસપુર, જગદલપુર, અંબિકાપુર, રાયગઢ, ચિરમિરિના નગર પાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસના સૂપડાં સાફ થઈ ગયાં છે. રાજનાંદગાંવ નગર પાલિકામાં મેયર પદ માટે થયેલી ચૂંટણીમાં ભાજપના મધુસુદન યાદવે જીત મેળવી છે. ચૂંટણીમાં મધુસુદનને કુલ ૬૨,૫૧૭ મત મળ્યા છે. જ્યારે નિખિલ દ્વિવેદીને કુલ ૨૧,૩૭૯ મત…
સુરત, તા.૧૫ સુરતના મોટા બોરસરામાં સગીરા પર સામૂહિક દુષ્કર્મ કેસમાં આખરે ચુકાદો આવી ગયો છે. સુરત કોર્ટે બંને આરોપી મુન્ના પાસવાન અને રાજુ વિશ્વકર્માને દોષિત જાહેર કર્યા છે. ૧૫ દિવસમાં ૩ હજાર પાનાની ચાર્જશીટ તૈયાર કરીને કોર્ટમાં રજૂ કરાઇ હતી. હવે ૧૭ તારીખે કોર્ટ આરોપીઓને સજા સંભળાવશે. આ કેસમાં ૫૦ પોલીસ અધિકારી-કર્મચારીઓએ તપાસ કરી હતી. પોલીસે ૪૬૭ પાનાની મૂળ ચાર્જશીટ તૈયાર કરી હતી. ૨૫૦૦ પાનાની સોફ્ટ કોપીનો સમાવેશ પણ કર્યો છે. ચાર્જશીટમાં ૬૦ સાક્ષીઓના નિવેદન અને પુરાવાનો સમાવેશ કરવામાં આવ્યો છે. મેડિકલ અને સાયન્ટિફિક રિપોર્ટ, મોબાઇલ ડેટા સહિતના પુરાવા રજૂ કરવામાં આવ્યા છે. સ્પેક્ટોગ્રાફિક પુરાવા પણ પોલીસે કોર્ટમાં રજૂ કર્યા…
ગાંધીનગર, તા.૧૫ ગુજરાતમાં આવતીકાલે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ માટે ચૂંટણી માટે મતદાન થવાનું છે ત્યારે તેના માટે તંત્રએ તમામ તૈયારીઓ કરી છે. રાજ્યમાં જૂનાગઢ, કઠલાલ, કપડવંજ, ગાંધીનગર, બોટાદ, અને વાંકાનેરમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ માટે મતદાન યોજાશે. આવતીકાલે રવિવારે સવારના ૭થી સાંજના ૬ વાગ્યા સુધી ઇવીએમ દ્વારા મતદાન થશે. જ્યારે ૧૮મી ફેબ્રુઆરી, ૨૦૨૫ના રોજ મત ગણતરી હાથ ધરાશે અને ૨૧મી, ફેબ્રુઆરીએ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થશે. રાજ્યમાં ૬૬ નગરપાલિકાઓના ૪૬૧ વોર્ડની ૧૮૪૪ બેઠકો માટેની સામાન્ય અને ૨ નગરપાલિકાઓના ૧૮ વોર્ડની ૭૨ બેઠકો માટેની મધ્ય સત્ર ચૂંટણી યોજાશે. જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના ૧૫ વોર્ડની ૬૦ બેઠકો માટેની સામાન્ય ચૂંટણી માટે મતદાન થશે. કઠલાલ, કપડવંજ,…
હવાલા કૌભાંડી બાબાનો સામ્રાજ્ય ઉભો કરનાર અસીમ, મહેબુબ, હબીબ અને મામા દ્વારા બાબાને ચાર મજબુત સ્તંભોની જેમ સુરક્ષા પુરી પાડી રહ્યા છે (સિટી ટુડે) સુરત,તા.૧૪ સુરત શહેરમાં સૌથી મોટા હવાલાબાજ તરીકે ઉભરી આવેલ બાબાનું સામ્રાજ્ય એટલી હદે મોટું થઇ ચુક્યુ છે કે, કેટલાક મોટા માથાઓ પણ આ બાબાના ચુંગલમાં ફસી ચુક્યા છે. બાબાએ પોતાની માર્કેટીંગ કરવા અસીમ, મહેબુબ, હબીબ જેવા અનેક મળતીયાઓ માર્કેટમાં બાબાની વાહવાહી કરતા ફરે છે અને બાબા પાસે આવનારા તમામ હવાલાઓના ટોકનના આપ લે મામા નામનો ઇસમ અડાજણ પાસે આવેલ એટલાસ એપાર્ટમેન્ટના એક ફ્લેટમાં બેસી આપ લે કરે છે.જ્યારે આંગડીયામાંથી કૈશ પૈસાની લેવડ દેવડ માટે અન્ય બે…
સુરત, તા.૧૪ સુરતના પુણા વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં મોડીરાત્રે લૂંટ વિથ ગેંગરેપનો બનાવ બન્યો હતો. પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી મુખ્ય આરોપીની ધરપકડ કરી હતી ત્યારે હાલ બીજાે આરોપી દિનેશ ઉર્ફે છોટુ રામ ખિલાડી યાદવને પણ ભાવનગર ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસ આ બંને આરોપીઓને લઈને સુરત આવવા રવાના થયા છે. વરાછા પોલીસ સ્ટેશનના પીઆઇ આર બી ગોજીયા અને તેમની ટીમ દ્વારા બંને આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે રાત્રે બે કલાકના સમયમાં હવસખોરોએ મહિલા પર ત્રણવાર દુષ્કર્મ ગુજાર્યું હતું, જેમાં મુખ્ય આરોપી દ્વારા બેવાર હવસ સંતોષવામાં આવી હતી, જેથી મહિલાના પ્રાઈવેટ…
સુરત, તા.૧૪ સુરતમાં રાજ્યસભાના સાંસદ રાધા મોહનદાસ અગ્રવાલ આજે સુરતની મુલાકાતે આવ્યા હતા. તેઓ સુરતના ડાયમંડ ઉદ્યોગની જાણકારી મેળવવા માટે ડાયમંડ ફેક્ટરી પણ ગયા હતા. આ દરમિયાન પત્રકારો સાથેની વાતચીતમાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી અંગે વિવાદિત ટિપ્પણી કરી હતી. રાહુલ અને પ્રિયંકા ૧૬મી ફેબ્રુઆરીએ મહાકુંભમાં જવાના છે અને આ યાત્રાને લઈને તેમણે વિવાદિત નિવેદન આપતા કહ્યું કે, “તેઓએ એટલા પાપ કર્યા છે કે મા ગંગાની પણ એક સીમા છે.” તેમણે વધુમાં કહ્યું હતું કે, પૂંછડી ત્યાં સુધી જ સીધી હોય છે જ્યાં સુધી પાઈપમાં હોય પણ પાઈપમાંથી નીકળ્યા પછી તે ફરી વાંકી થઈ જાય છે. હું આ લોકોને ‘ફરજી…
સુરત, તા.૧૪ સુરત શહેરમાં વેલેન્ટાઈન ડેની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી, જેમાં સોલેક્ષ એનર્જી લિમિટેડ અને સુરત પોલીસે સંયુક્ત રીતે બાઈક ચાલકોને વિનામુલ્યે હેલ્મેટનું વિતરણ કર્યું. પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ૧૫ ફેબ્રુઆરીથી અમલી બનનારા ફરજિયાત હેલ્મેટના નિયમ અંગે જાગૃતિ ફેલાવવાનો હતો. સુરતમાં ૧૫ ફેબ્રુઆરીથી હેલ્મેટ ફરજિયાત છે. ત્યારે આજે ૧૪ ફેબ્રુઆરી અને વેલેન્ટાઈનના દિવસે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે હેલ્મેટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. સુરત પોલીસ પરિવાર અને સોલક્ષ પરિવાર દ્વારા આજે વાહન ચાલકોને હેલ્મેટ આપવામાં આવ્યા હતા. હેલ્મેટ પહેરવાથી પોતાની અને બીજાની ઝીંદગી બચાવી શકે તે હેતુથી આ આયોજન કરવામાં આવ્યું હતું. આ અંગે સુરત…
