સુરત, તા.૩૧ સુરતમાં રોગચાળાના કારણે ૨ વર્ષીય બાળકનું ન્યુમોનિયાના કારણે મોત થયું છે,જેમાં સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે,૧૪ જાન્યુઆરીએ બાળકને હોસ્પિટલમાં દાખલ કરાયું હતું અને ત્યારબાદ બાળકની તબિયત સુધારા પર રહેતી ન હતી અને આખરે તેણે જિંદગીનો દમ તોડી પાડયો હતો,ઉન પાટીયાના ભીંડી બજારમાં રહે છે પરિવાર. ન્યુમોનિયા એ ફેફસાંનો ચેપ છે જેના કારણે એક અથવા બંને ફેફસાંમાં હવાની કોથળીઓમાં સોજાે આવે છે. જ્યારે હવાની કોથળીઓ પ્રવાહી અથવા પરુ (પ્યુર્યુલન્ટ સામગ્રી) થી ભરાય ત્યારે કફ અથવા પરુ સાથે ઉધરસ, તાવ, શરદી અને શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે. ન્યુમોનિયા બેક્ટેરિયા, વાયરસ અને ફૂગ…
Author: City Today Daily
નવી દિલ્હી, તા.૩૧ સંસદના બજેટ સત્રના પહેલા દિવસે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સંયુક્ત ગૃહને સંબોધિત કર્યું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ૫૯ મિનિટના પોતાના આ સંબોધનમાં સરકારની ઉપલબ્ધિઓ ગણાવી હતી. જાેકે, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું આ સંબોધન વિપક્ષને પસંદ ન આવ્યું હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે રાષ્ટ્રપતિના સંબોધન પર કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા ગાંધીએ એક એવી ટિપ્પણી કરી, જેના કારણે ભારે વિવાદ સર્જાઈ શકે છે. સંસદ પરિસરમાં જ્યારે પત્રકારોએ તેમને સવાલ પૂછ્યો ત્યારે સોનિયા ગાંધીએ રાષ્ટ્રપતિને ‘Poor Lady’ એટલે કે બીચારી મહિલા કહ્યા હતા. તેમણે કહ્યું કે, ‘સંબોધન દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ઘણા થાકી ગયા હતા. તેઓ માંડ માંડ બોલી શકતા…
પ્રયાગરાજ, તા. ૩૧ પ્રયાગરાજ મહાકુંભમાં વધુ એક અકસ્માત થયો છે. શુક્રવારે બપોરે, સંગમ વિસ્તારની બહાર ફાફામાઉ વિસ્તારમાં ગંગા નદી પર બનેલો પોન્ટૂન પુલ અચાનક તૂટી પડ્યો. પુલ તૂટી પડવાથી ઘણા લોકો દટાયા હોવાની શક્યતા છે. હાલમાં ઘટનાસ્થળ પર પરિસ્થિતિ ગંભીર છે. પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો બચાવ કામગીરીમાં રોકાયેલી છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, ૨૯ જાન્યુઆરીએ મૌની અમાવસ્યા સ્નાનના દિવસે સંગમ વિસ્તારમાં ભાગદોડ થવાથી ૩૦ શ્રદ્ધાળુઓના મોત થયા હતા અને ૬૦ લોકો ઘાયલ થયા હતા. મૌની અમાવસ્યાના દિવસથી મહાકુંભમાં ભારે ભીડ ઉમટી પડી છે. પ્રયાગરાજ શહેર વિસ્તારથી સંગમ વિસ્તાર તરફ ભક્તોનો…
આરએમબી (ચાઇનીઝ હવાલો) યુએસડીટી અને ચમક (દિરહામ)ના હવાલાનો કાંડ કરનાર સુરતમાં બેસી દુબઇના મોબાઇલ નંબરનું ઉપયોગ કરી વ્હોટ્સએપ મારફતે અંજામ આપી રહ્યા છે (સિટી ટુડે) સુરત,તા.૩૦ સુરત શહેરમાંથી દુબઇના મોબાઇલ નંબરનું ઉપયોગ કરી વ્હોટ્સએપ મારફતે આરએમબી, યુએસડીટી અને ચમકના નામે હવાલા કૌભાંડીઓ હવે નવી તરકીબ મુજબ કાંડ કરી રહ્યા છે. જેમાં સૌથી વધુ ચર્ચાઇ રહેલા નામો મુજબ, અસીમ, બાબા, જીશાન, મહેબુબ અને હબીબ જેવા લોકો દ્વારા બોગસ બેંક એકાઉન્ટ મારફતે આ તમામ ફંડનો હવાલો ફેરવી રહ્યા છે. આ સમગ્ર કૌભાંડીઓના ગોડફાધર કે પછી મળતીયાઓ દુબઇમાં બેસી તમામ હવાલાના સોદાઓ કર્ન્ફમ કર્યા બાદ ગુજરાતના સુરત સહિત અન્ય શહેરોમાંથી હવાલાને અંજામ આપવામાં…
સુરત, તા.૩૦ સુરત શહેરના શહેરીજનો માટે સુરત મહાનગરપાલિકા દ્વારા વોટ્સએપ ચેટબોટ સેવા શરૂ કરવામાં આવી છે. જે સુરતવાસીઓને પેપરલેસ અને ઝડપી સેવાઓ પૂરી પાડશે. આ નવી ટેકનોલોજી દ્વારા નાગરિકો માત્ર ગણતરીની સેકન્ડમાં તેમની ફરિયાદ નોંધાવી શકશે અને તેમની ફરિયાદના ઉકેલની પ્રોસેસ કેટલે પહોંચી તે પણ ટ્રેક કરી શકશે. સુરત મહાનગરપાલિકા દ્વારા જાહેર કરાયેલા ૬૩૫૯૯-૩૦૦૨૦ નંબર પર શહેરીજનો પોતાની ફરિયાદ, બિલ સંબંધિત વિગતો અને અન્ય નાગરિક સુવિધાઓની માહિતી મેળવી શકશે. વોટ્સએપ દ્વારા ઓટોમેટિક સિસ્ટમ કાર્યરત હશે. જેના કારણે નાગરિકોની ફરિયાદો ઝડપથી સંબંધિત અધિકારીઓ સુધી પહોંચશે અને ઝડપી ઉકેલ પણ મળશે. ફરિયાદ નોંધણી અને સ્ટેટસ શહેરીજનો તેમની ફરિયાદો ફોટોગ્રાફ્સ સાથે મોકલી શકે…
પ્રયાગરાજ, તા.૩૦ ઉત્તરપ્રદેશના પ્રયાગરાજથી મોટા સમાચાર સામે આવ્યા છે. મૌની અમાવસ્યાના દિવસે પ્રયાગરાજ મહાકુંભ મેળામાં બુધવારે (૨૯ જાન્યુઆરી) થયેલી નાસભાગ બાદ આજે (૩૦ જાન્યુઆરી) મેળાની બહાર બનેલા ટેન્ટ સિટીમાં ભીષણ આગ લાગી હતી. ઝુંસી છતનાગ ઘાટના નાગેશ્વર ઘાટ સેક્ટર ૨૨ પાસે આગ લાગી હતી. આ ભીષણ આગમાં અનેક ટેન્ટ બળીને ખાક થઈ ગયા. માહિતી મળતા જ ફાયર બ્રિગેડની ટીમ આગ પર કાબૂ મેળવવા માટે પહોંચી ગઈ હતી. ફાયર બ્રિગેડની ટીમે મહામહેનતે આગ પર કાબુ મેળવ્યો હતો. આ ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી. ઝૂસીના છતનાગ ઘાટ અને નાગેશ્વર ઘાટ વચ્ચે મહાકુંભમાં સેક્ટર ૨૨ ક્ષેત્ર સ્થિત છે, જ્યાં આ ઘટના બની હતી.…
પ્રયાગરાજ, તા.૩૦ પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં ભીડને નિયંત્રિત કરવા માટે વહીવટી તંત્ર દ્વારા વિવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે પ્રયાગરાજની આસપાસના વિસ્તારોમાં વાહનોની અવરજવરને નિયંત્રિત કરવા માટે બેરિકેડ્સ લગાવવામાં આવ્યા છે. જેના કારણે અનેક કિલોમીટર સુધી ટ્રાફિક જામ સર્જાયો છે. લગભગ ૧૨૫ કિમી પહેલા લગાવવામાં આવેલા આ અવરોધોથી આગળ વાહનોને આગળ વધવાની મંજૂરી આપવામાં આવી નથી. મહાકુંભમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે, જેના કારણે ભીડને નિયંત્રિત કરવી ખૂબ જ જરૂરી બની ગઈ છે. તાજેતરમાં થયેલી નાસભાગની ઘટનાને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર કોઈ જાેખમ લેવા માંગતું નથી. જેના ભાગરૂપે પ્રયાગરાજ તરફ આવતા વાહનોને શહેરની બહાર જ રોકવામાં આવી…
સ્વીડન, તા.૩૦ સ્વીડનમાં મસ્જિદની સામે કુરાન સળગાવનાર પ્રદર્શનકારી સલવાન મોમિકાની ગોળી મારીને હત્યા કરી દેવાઈ છે. સલવાને ૨૦૨૩માં કુરાનની પ્રત સળગાવી હતી, જે બાદ ઘણાં મુસ્લિમ દેશોએ તેની ટીકા કરી હતી. રિપોર્ટ અનુસાર હુમલાખોરે સ્ટોકહોમમાં મોમિકાના ઘરમાં ઘૂસીને તેને ગોળી મારી દીધી. હુમલાના સમયે તે ટિકટોક પર લાઈવ હતો. ઈરાકના મૂળના ખ્રિસ્તી સલવાન મોમિકાને ઈસ્લામના વિરોધમાં કુરાન સળગાવવાના મામલે ગુરુવારે કોર્ટની સમક્ષ રજૂ થવાનું હતું પરંતુ તેના મોતના સમાચાર બાદ સ્ટોકહોમ કોર્ટે સુનાવણી સ્થગતિ કરી દીધી. સ્વીડનની કોર્ટમાં મોમિકા અને એક અન્ય શખ્સ સલવાન નજીમ પર એક વિશેષ ધર્મ વિરુદ્ધ નફરત ફેલાવવાનો આરોપ લગાવ્યો હતો. પ્રોસિક્યૂટર્સે કહ્યું કે બે લોકોએ…
આ ચમકકાંડમાં કિંગ કહેવાતા અસીમ, બાબા, ઝીશાન, મહેબુબ, હબીબનું નામ ટોક ઓફ ધ ટાઉન બન્યું (સિટી ટુડે) સુરત,તા.૨૯ સુરત શહેરમાં હવાલાબાજાે ફરી મેદાનમાં આવી ગયા છે. જેમાં વધુ પડતા હવાલાબાજાેનો રાંદેર અને અડાજણ બન્યું છે. જેમાં ખાસ કરીને રાંદેર અને અડાજણ વિસ્તારના માલેતુજારો દ્વારા હવે રૂપિયામાં નહિ પણ દિરહામમાં હવાલો ફેરવી રહ્યા છે. હવાલા નામના કારણે સુરત શહેર પોલીસ એક્ટીવ થઇ જતા હવે કૌભાંડીઓએ દિરહામમાં હવાલો ફરાવવા ચમક નામ આપી પોતાના એક મળતીયાને દુબઇ ખાતે મોકલી આપી સમગ્ર ખેલ પાડવામાં આવી રહ્યો છે. જેમાં બોગસ એકાઉન્ટો પણ વાપરવામાં આવી રહ્યા છે. ખાસ કરીને કેટલાક સેટીંગબાજાે દ્વારા આ સમગ્ર હવાલામાં કેટલાક…
સુરત, તા.૨૯ સુરતના સાયબર ક્રાઇમ સેલે ૨૦૨૪માં નોંધાયેલા બે ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ કેસમાં વોન્ટેડ આરોપીની ધરપકડ કરી છે. આ ગુનામાં આરોપીઓએ પોતાનાં બેંક એકાઉન્ટ ભાડે આપીને દેશભરમાં સાઇબર ફ્રોડ ગેંગને સહકાર આપ્યો હતો. આ બેંક એકાઉન્ટનો ઉપયોગ ૬૫ જેટલા ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ માટે થયો હોવાનો ખુલાસો થયો છે. સાયબર ક્રાઇમના એસીપી એ જણાવ્યું હતું કે, ૨૦૨૪માં નોંધાયેલા બે મોટા ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ કેસમાં નાસતા ફરતા આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ કેસોમાં લોકો સાથે ૬ લાખ અને ૧૫ લાખ રૂપિયાના ફ્રોડ થયા હતા. ૬ લાખના કેસમાં અગાઉ ચાર આરોપીઓની ધરપકડ થઇ હતી પણ પવન ગુપ્તાનું નામ તપાસમાં બહાર આવતાં તે વોન્ટેડ હતો. અન્ય…
