અમદાવાદ, તા.૧૦ ઉત્તરાયણને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે પતંગરસિયાઓ પતંગ-દોરી અને જરૂરી દરેક વસ્તુની ખરીદી કરી ચૂક્યા છે. ત્યારે ગુજરાત હાઈકોર્ટે ચાઈનીઝ દોરી કેસમાં સુનાવણી વખતે કહ્યું કે રાજ્યમાં માત્ર ચાઈનીઝ દોરી જ નહીં પણ કાચવાળો પાઉડર ચઢાવીને વેચાતી દોરી ઉપર પણ પ્રતિબંધ જ છે. ઉલ્લેખનીય છે કે કોટનની દોરીને કાચના પાઉડરથી તૈયાર કરેલી લુગદી દ્વારા રંગ ચઢાવવામાં આવે છે અને ધારદાર બનાવવામાં આવે છે. ત્યારે આ મામલે હાઈકોર્ટે સરકારી તંત્રને કડક શબ્દોમાં કહ્યું છે કે આ મામલે પણ કડક કાર્યવાહી કરવામાં આવે. ગુજરાત હાઈકોર્ટના ર્નિદશે બાદ પોલીસ દ્વારા કાચ પાઉડર દ્વારા રંગાયેલી દોરીના ઉત્પાદન, ખરીદ-વેચાણ તથા ઉપયોગ સામે…
Author: City Today Daily
મુંબઈ, તા.૧૦ ઍન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટે ૧૧ સ્થળો પર દરોડા પાડી રૂ. ૧૦ હજાર કરોડના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. થાણેમાં રહેતાં જિતેન્દ્ર પાન્ડેએ ૨૬૯ બૅન્ક ખાતા મારફત રૂ. ૧૦ હજાર કરોડ વિદેશ ટ્રાન્સફર કર્યા છે. આ કૌભાંડ માટે તેણે ૯૮ નકલી કંપની અને ૧૨ ખાનગી કંપની બનાવી હતી. આ કંપનીઓના નામે ફંડ ઉઘરાવી તેણે વિદેશમાં રકમ ટ્રાન્સફર કરી હતી. આરોપીએ હોંગકોંગ, સિંગાપોર અને થાઈલૅન્ડમાં સ્થિત કંપનીઓના ખાતામાં આ મોટી રકમ ટ્રાન્સફર કરી હતી. જિતેન્દ્ર પાન્ડે માલભાડાના નામે આટલા મોટા વ્યવહાર કરતાં ઈડીના સંકજામાં ઘેરાયો હતો. ૨ જાન્યુઆરીના રોજ મુંબઈ, થાણે અને વારાણસીમાં ૧૧ સ્થળોએ ઈડીએ દરોડા પાડ્યા હતા. જેમાં વિદેશોમાં ગેરકાયદે રૂ.…
ગુજરાત, તા.૯ સમગ્ર દેશમાં કેટલાક સમયથી બાળકોમાં સોશિયલ મીડિયા- સ્માર્ટ ફોનનો વ્યાપ વધી રહ્યો છે, જેના કારણે બાળકોમાં વાંચન શક્તિ અને રમત ગમતનો વ્યાપ પણ ઘટી રહ્યો છે, જેની ચિંતા કરીને રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેરીયાએ સ્વર્ણિમ સંકુલ -૨ ગાંધીનગર ખાતે ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગના અધિક મુખ્ય સચિવ સુનયના તોમર સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે આજે બાળકોને સોશિયલ મીડિયા- સ્માર્ટ ફોનની નકારાત્મક અસરોથી બાળકોને કઈ રીતે દૂર રાખી શકીએ તે અંગે ગંભિર ચર્ચા કરવામાં આવી હતી. વધુમાં મંત્રીએ ઉમેર્યું કે, બાળકો – વાલીઓ અને શિક્ષકો માટે ચિલ્ડ્રન યુનિવર્સિટી અને ટીચર યુનિવર્સિટી તેમજ સિવિલના સાયકાટ્રીસ્ટની સાથે પરામર્શ કરીને એક પરિપત્ર બહાર…
સુરત, તા.૯ સુરતમાં મનપાએ ગુજરાત હાઈકોર્ટના આદેશનો અનાદર કર્યા હોવાનું સામે આવ્યું છે. સુરતના લીંબાયત ઝોનમાં હાઈકોર્ટે બે ઓર્ડર આપ્યા હતા, છતાં આદેશનું પાલન ન કરાતા બિલ્ડરો દ્વારા દબાણ કરાતા સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સીઓપીની જગ્યાને ૧૨ વર્ષ થયા છતાં કોઈ કામગીરી કરાઈ નથી. સુરત શહેરના આઈ શ્રી ખોડિયાર નગર સોસાયટીમાં બિલ્ડરે સીઓપીની જગ્યા પર કબ્જાે કરતાં સ્થાનિકોએ કોર્ટના દરવાજા ખખડાવ્યા છે. ગુજરાત હાઈકોર્ટ પહોંચેલા રહીશો સીઓપીની જગ્યાને લઈને ન્યાય માટે અપીલ કરી રહ્યા છે. સુરત મનપાએ કામગીરી કરવાની જગ્યાએ પોલીસ પર કેસ કરતા રહીશોએ મનપાને રજૂઆત કરી છે તેમ જાણવા મળ્યું છે. અગાઉ ગોડાદરામાં બિલ્ડરે ગેરકાયદે…
બુલઢાણા, તા.૯ મનુષ્યની સુંદરતામાં વાળનું આગવું મહત્વ છે. વાળની જાળવણી માટે લોકો અનેક જાતના ઉપચારો અને નુસખાં અજમાવતા રહે છે. જાે કે મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લાના કેટલાંક ગામોમાં છેલ્લાં કેટલાંક સમયથી એક વિચિત્ર બીમારી ફેલાઈ છે. જેને કારણે સંખ્યાબંધ લોકોના વાળ ઝડપથી ખરી રહ્યાં છે અને લોકો ગણતરીના દિવસોમાં જ ટાલિયા બની રહ્યાં છે. બુલઢાણા જિલ્લાના ત્રણ ગામોમાં છેલ્લા ૩ દિવસમાં ૬૦થી વધુ લોકોના વાળ અચાનક જ ખરવાનું શરૂ થઈ ગયું છે. જિલ્લાના શેગાંવ તહસીલના બોંડગાંવ, કાલવાડ અને હિંગણા ગામમાં બાળકોથી લઈને વૃદ્ધો સુધીના દરેકના વાળ ખરવા લાગ્યા છે. જેના કારણે તેઓને ટાલ પડી રહી છે, મહિલાઓ પણ તેનો શિકાર બની…
નવી દિલ્હી, તા.૯ દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે કોઈ ગઠબંધન નથી. બંને પક્ષો અલગ-અલગ ચૂંટણી લડતા જાેવા મળે છે, જ્યારે આ બંને પક્ષો લોકસભા ચૂંટણીમાં ભારત ગઠબંધનનો ભાગ હતા. હવે ઓમર અબ્દુલ્લાએ દિલ્હીમાં છછઁ અને કોંગ્રેસ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું છે કે જાે આ ગઠબંધન સંસદીય ચૂંટણી માટે હતું તો તેને ખતમ કરી દેવું જાેઈએ. જમ્મુ અને કાશ્મીરના મુખ્યપ્રધાન ઓમર અબ્દુલ્લાએ કહ્યું, દિલ્હીમાં શું ચાલી રહ્યું છે તે અંગે મારે કંઈ કહેવું નથી. અમારે દિલ્હીની ચૂંટણી સાથે કોઈ લેવા-દેવા નથી. જ્યાં સુધી મને યાદ છે, ભારત ગઠબંધન માટે કોઈ સમય…
નવી દિલ્હી, તા. ૯ વિદેશ સચિવ વિક્રમ મિસરી હાલ દુબઈની મુલાકાતે છે. તેઓ દુબઈમાં અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી મૌલવી આમિર ખાન મુત્તાકીને મળ્યા હતા. ઓગસ્ટ ૨૦૨૧માં તાલિબાન સત્તા પર આવ્યા બાદ અફઘાનિસ્તાનની સરકાર સાથે ભારતની આ પ્રથમ ઉચ્ચ સ્તરીય દ્વિપક્ષીય વાટાઘાટો છે. આ દરમિયાન બંને પક્ષો વચ્ચે દ્વિપક્ષીય સંબંધોથી લઈને પ્રાદેશિક વિકાસ સુધીના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. વિદેશ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ દરમિયાન અફઘાનિસ્તાનમાં ભારતની સુરક્ષાની ચિંતા, બંને દેશો વચ્ચે નજીકના ભવિષ્યમાં વિકાસ પ્રોજેક્ટ પર વિચાર કરવાની જરૂરિયાત, પાકિસ્તાનથી અફઘાન શરણાર્થીઓના પુનર્વસનમાં મદદ અંગે ચર્ચા કરવામાં આવી હતી. પરંતુ જે બે મોટા…
સુરત, તા.૦૮ સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડ બાદ હવે સુરત એપીએમસી સુધી પણ પ્રતિબંધિત ચાઈનીઝ લસણ પહોંચી ચૂક્યું છે. સુરત એપીએમસીમાં હરાજી માટે લાવવામાં આવેલું ૨૧૫૦ કિલો પ્રતિબંધિત ચાઈનીઝ લસણ ઝડપી પાડી સ્થળ પર જ નાશ કરી દેવાયુ હતું. હાલ લસણના ભાવ આસમાને હોવાથી અને ચાઇનીઝ લસણ સસ્તું મળતું હોવાથી કેટલાક વેપારીઓ એ લાવી અહીં વેચાણ કરતા હોવાની વિગતો સામે આવી છે. સુરત ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાંથી પ્રતિબંધિત ચાઈનીઝ લસણ જપ્ત કરવામાં આવ્યું છે. સુરત એપીએમસીમાં વેચાણ અર્થે મૂકવામાં આવેલા લસણ પર સ્ટાફની નજર પડી હતી. એપીએમસીના સ્ટાફને શંકા જતાં તેમણે તાત્કાલિક ક્રોસ વેરિફિકેશન કરતાં ચાઈનીઝ લસણ હોવાનું માલૂમ પડતાં તમામે તમામ…
સુરત, તા.૮ ઉત્તરાયણ તહેવારના હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે પતંગ ચગાવવાના શોખીનો દોરી અને પતંગની ખરીદીમાં લાગી ગયા છે. જ્યારે મકર સંક્રાંતિમાં ચાઈનીઝ દોરી ઝડપાયાના અનેક ઘટનાઓ સામે આવતી હોય છે. જેમાં ઘણી વખતે ચાઈનીઝ દોરીના કારણે લોકોના ગળા કપાતા મોત અને પક્ષીઓના મોતના બનાવો સામે આવે છે. આ દરમિયાન ચાઈનીઝ સહિતની જાેખમી દોરી અને તુક્કલ પર રોક લગાવાને લઈને ગુજરાત હાઈકોર્ટમાં એક અરજી કરવામાં આવી છે. જેને ધ્યાનમાં રાખીને હાઈકોર્ટ દ્વારા આ મામલે રાજ્ય સરકારને ટકોર કરીને જાહેર જગ્યાએ રંગવામાં આવતી દોરીની તપાસ કરવાના સૂચના આપવામાં આવી છે. રાજ્યમાં ચાઈનીઝ દોરીના કારણે ઘણા લોકોના ગળા કપાયા હોવાના બનાવો…
નવી દિલ્હી, તા.૮ કેન્દ્રીય રોડ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ એક મોટી જાહેરાત કરતા કહ્યું કે સરકાર માર્ચ મહિના સુધી રોડ દુર્ઘટનાના પીડિતો માટે ‘કેશલેસ ટ્રિટમેન્ટ’ યોજના લાવવાની તૈયારી રહી છે. આ યોજના હેઠળ રોડ અકસ્માતમાં ઘાયલ કોઈ પણ વ્યક્તિને મહત્તમ ૧.૫ લાખ રૂપિયા સુધીની સારવાર મફત મળશે. આ યોજના દેશભરમાં લાગૂ થશે અને રસ્તા પર કોઈ પણ પ્રકારની દુર્ઘટના માટે માન્ય રહેશે. આ યોજના રાષ્ટ્રીય સ્વાસ્થ્ય પ્રાધિકરણ , પોલીસ, હોસ્પિટલ અને રાજ્ય સ્વાસ્થ્ય એજન્સીઓના સહયોગથી લાગૂ થશે. રોડ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયના ઈ-વિસ્તૃત દુર્ઘટના રિપોર્ટ (ઈડીએઆર) એપ્લિકેશનને એનએચએની લેવડદેવડ પ્રબંધન પ્રણાલી સાથે જાેડવામાં આવશે. આ આઈટી પ્લેટફોર્મ દ્વારા…
