સુરત, તા.૧૨ ગુજરાતમાં પુષ્પા સ્ટાઇલમાં લાકડા ચોરી હેરાફેરીનો પર્દાફાશ થયો છે. લાકડાની આંતરરાષ્ટ્રીય હેરાફેરી બહાર આવી છે. આંતરરાષ્ટ્રીય ખેર લાકડા હેરાફેરી અંગે વન મંત્રી મુકેશ પટેલ માહિતી આપી. આ રેકેટ વિશે જાણ્યા બાદ તમે પણ એમ જ કહેશો કે આ તો પુષ્પા-૨ ફિલ્મમાં બતાવવામાં આવેલા નેટવર્ક જેવું છે. તારીખ ૧૪ જુન, ૨૦૨૪ ના રોજ માંડવી દક્ષિણ રેન્જ દ્વારા ખેરના લાકડાની તસ્કરી કરતો ટ્રક પકડી પાડવામાં આવી હતી. જેના આધારે વ્યારા અને સુરત વનવિભાગ ધ્વા૨ા ૧૭ જૂન ૨૦૨૪ ના રોજ મધ્યપ્રદેશના અલીરાજપુર ખાતે આવેલ શાલીમાર એન્ટપ્રાઈઝ ડેપોમાં રેડ કરવામાં આવી હતી. આ દરોડા દરમ્યાન ૨૦૫૫ મેટ્રીક ટન માલ પકડવામાં આવ્યો હતો.…
Author: City Today Daily
લોસ એન્જલસ, તા.૧૨ અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યમાં છેલ્લા ૬ દિવસથી લાગેલી આગ પર હજુ સુધી કાબૂ મેળવી શકાયો નથી. જેના કારણે અત્યાર સુધીમાં ૧૬ લોકોના મોત થયા છે. ઘણા લોકો ગુમ થવાની આશંકા છે. ભારે પવનને કારણે આગનો ફેલાવો વધ્યો છે. હાલમાં તે ૮૦ કિમી પ્રતિ કલાકની ઝડપે ફુંકાઈ રહ્યો છે. અમેરિકાને આગ પર કાબૂ મેળવવામાં મદદ કરવા માટે મેક્સિકોથી ફાયર ફાઈટર્સ પહોંચ્યા છે. આગના સંકટ વચ્ચે કેલિફોર્નિયાના સાંતા મોનિકા શહેરમાં લૂંટની ઘટના સામે આવી છે, જે બાદ વહીવટીતંત્રે કર્ફ્યુ જાહેર કર્યો છે. રોઇટર્સના જણાવ્યા અનુસાર, લોસ એન્જલસમાં આગને કારણે અત્યાર સુધીમાં આશરે રૂ. ૧૧.૬ લાખ કરોડ (૧૩૫ બિલિયન ડોલર)નું નુકસાન…
નવી દિલ્હી, તા.૧૨ દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ભાજપે શનિવારે (૧૧મી જાન્યુઆરી) ૨૯ ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી. આ યાદી જાહેર થયા પછી, ભાજપ નેતા મોહન સિંહ બિષ્ટએ બળવો કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે, જાે ભાજપ એવું વિચારે છે કે તે કોઈ અજાણ્યા વ્યક્તિને મેદાનમાં ઉતારીને જીતી જશે, તો તે ભૂલ છે. દિલ્હીની કરાવલ નગર બેઠક પરથી પાંચ વખત ધારાસભ્ય રહી ચૂકેલા ભાજપ નેતા મોહન સિંહ બિષ્ટે પક્ષ સામે બળવાનું રણશિંગુ ફૂંક્યું છે. આ વખતે પાર્ટીએ તેમની ટિકિટ કાપીને આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા અને દિલ્હી સરકારમાં પૂર્વ મંત્રી કપિલ મિશ્રાને આ બેઠક પરથી મેદાનમાં ઉતાર્યા છે. નોંધનીય છે કે,…
(સિટી ટુડે) સુરત,તા.૧૧ “સ્નેહા ક્રિએશન ભાગીદારી પેઢી” તથા અન્યો વિરૂધ્ધમાં ફરીયાદી તથા સાહેદો પાસેથી કરોડો રૂપિયાની રકમનો કાપડનો માલ મેળવી અને તે માલના રૂપિયા ફરીયાદી તથા સાહેદોને નહીં ચુકવી તેઓની સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરેલ હોય તે બાબતેના ગુન્હા સુરત ડી.સી.બી. પો.સ્ટે. પાર્ટ-એ ગુ.ર.નં. ૧૧૨૧૦૦ ૧૫૨૪૦૦૪૯/૨૦૨૪ થી ઈ.પી.કોડની કલમ – ઈ.પી.કોડની કલમ- ૪૦૯, ૧૨૦ (બી) મુજબનો તા.૧૬/૦૬/૨૦૨૪ ના રોજ દાખલ થયેલ. જે ગુન્હાની ફરીયાદ ફરીયાદી વિકાસકુમાર અશોકકુમાર લાલતાપ્રસાદ જૈવાલ નાઓએ આપેલ તથા સચીન જી.આઈ.ડી.સી. પોલીસ સ્ટેશન પાર્ટ-એ ગુન્હા રજીસ્ટર નં.૧૧૨૧૦૦૦૨૨૪૧૩૯૪/૨૦૨૪ થી ઈ.પી.કોડની કલમ ઈ.પી.કોડની કલમ- ૪૦૯, ૧૨૦ (બી) મુજબનો તા. ૧૫/૦૫/૨૦૨૪ ના રોજ દાખલ થયેલ. જે ગુન્હાની ફરીયાદ ફરીયાદી -…
(સિટી ટુડે) બેટ દ્વારકા,તા.૧૧ બેટ દ્વારકામાં વર્ષોથી હિન્દુ-મુસ્લિમ સમાજના લોકો વસવાટ કરી રહ્યા છે. તારીખ ૨૪-૧૨-૨૪ ના રોજ કેટલાક મુસ્લિમ ધાર્મિક સ્થળો, મુસ્લીમોના રહેઠાણ ને નાગરપાલિકા દ્વારા દબાણની નોટિસ આપવામાં આવી હતી, જેની સામે લોકો દ્વારા સક્ષમ અધિકારી સમક્ષ પોતાના જવાબ દાખલ કરી દેવામાં આવેલ છે, આ સંદર્ભે ૯-૧-૨૫ ના રોજ તંત્ર દ્વારા લોક સુનાવણી પણ રાખવામા આવી હતી અને હતી જેમાં લોકો દ્વારા પોતાના દસ્તાવેજ રજૂ કરવામાં આવેલ હતા, તેમ છતાં આ લોકોને કોઈ પણ સમય આપ્યા વગર સુનાવણીના બીજા જ દિવસે મકાન તોડવાનું કામ કરવામાં આવેલ છે. આપના ધ્યાનમાં લાવવાનું કે બેટ દ્વારકામાં અન્ય સર્વે નંબર જેવાકે ૫૩૨…
રાજ્યસભાના સાંસદ સંજય સિંહે પૂછ્યું કે, ‘CAG રિપોર્ટ ક્યાં છેઃ આ દાવાઓ ક્યાંથી આવી રહ્યા છે નવી દિલ્હી, તા.૧૧ દિલ્હીમાં વિધાનસભા ચૂંટણી દરમિયાન કથિત લિકર કૌભાંડ એક મોટો મુદ્દો બની ગયો છે. ભારતીય નિયંત્રક અને ઓડિટર જનરલ (CAG)ના અહેવાલને ટાંકીને, ભાજપે આમ આદમી પાર્ટી (AAP)ને ઘેરી છે. ભાજપનો દાવો છે કે લિકર પોલિસી કૌભાંડને કારણે દિલ્હીને ૨ હજાર કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું છે. આ ઉપરાંત ઘણા આપના નેતાઓએ લાંચ પણ લીધી હતી. જાે કે, આપે આ મુદ્દા પર વળતો પ્રહાર કર્યો છે અને રાજ્યસભાના સાંસદ સંજય સિંહે પૂછ્યું કે, ‘CAG રિપોર્ટ ક્યાં છે. આ દાવાઓ ક્યાંથી આવી રહ્યા છે.’…
મુંબઈ, તા. ૧૧ શિવસેના યુબીટીના સાંસદ સંજય રાઉતે પીએમ નરેન્દ્ર મોદીની ‘માનવીય’ ટિપ્પણી પર આકરી પ્રતિક્રિયા આપી. સંજય રાઉતને તેમના પહેલા પોડકાસ્ટ દરમિયાન પીએમ મોદીની ટિપ્પણી કે ‘તેઓ એક માણસ છે અને ભૂલો કરી શકે છે’ વિશે એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. આના જવાબમાં તેમણે શનિવારે કહ્યું, ‘તેઓ (મોદી) ભગવાન છે.’ હું તેમને માણસ નથી માનતો. ભગવાન તો ભગવાન છે. જાે કોઈ પોતાને અવતારધારી જાહેર કરે તો તે માનવ કેવી રીતે હોઈ શકે? તે વિષ્ણુનો ૧૩મો અવતાર છે. જાે કોઈ જેને ભગવાન માનવામાં આવે છે તે કહે કે તે માનવ છે, તો કંઈક ખોટું છે. આમાં રાસાયણિક સમસ્યા છે. સંજય…
પતંગ બજારમાં છેડતી-ચોરીની ઘટનાને રોકવા પોલીસની તૈયારી સુરત,તા.૧૧આ વખતે પોલીસ હાથમાં ડંડો નહીં, પરંતુ પિપૂડા લઈને ફરી રહી છે. ઉત્તરાયણ પર્વને લઈને સુરતના ૧૦૦ વર્ષ જૂના ડબગરવાડમાં ચોરી અને છેડતીની ઘટના ન બને અને અસામાજિક તત્વો વેપારીઓ-લોકોને હેરાન ન કરે તે માટે ખાખીમાં નહીં, પરંતુ સાદા ડ્રેસમાં હાથમાં પીપૂડી લઈને પોલીસ ફરી રહી છે. આ સાથે જ ડ્રોન કેમેરા અને દૂરબીનથી પણ બજારમાં આવનારા લોકો ઉપર સતત નજર રાખવામાં આવી રહી છે. ઉત્તરાયણ પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે સુરતિલાલાઓ પતંગ-દોરાની ખરીદીમાં લાગી ગયા છે. શહેરના પ્રખ્યાત પતંગ બજાર એવા ડબગરવાડમાં પતંગ-દોરાની ખરીદીમાં લોકો ભીડ જામી છે. આગામી…
સુરત, તા.૧૦ સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ૪ પર આવેલી અજમેર-દાદર ટ્રેનના જનરલ કોચનો દરવાજાે ન ખોલતાં મુસાફરો વચ્ચે બબાલ થતાં મામલો બિચક્યો હતો. આ દરમિયાન ટ્રેનમાં સવાર યુવકે પેન્ટ ખોલીને અશ્લીલ હરકત કરતાં મુસાફરોએ હોબાળો મચાવ્યો હતો. બારીઓના કાચ અને લોખંડની ગ્રીલ તોડી નાખી હતી. આ ઘટનામાં છ લોકોની અટકાયત કરવામાં આવી અને તમામને કોર્ટમાં રજૂ કરી દંડ ફટકારવામાં આવ્યો.સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ચાર ખાતે અજમેર-દાદર એક્સપ્રેસ ટ્રેન પર પથ્થરમારો થયો હતો. જેથી રેલવે પોલીસ દોડતી થઇ ગઇ હતી. જાેકે, આ વાત અફવા હોવાનું સામે આવ્યું હતું. આ સાથે જ ટ્રેનનો દરવાજાે બંધ કરી અન્ય મુસાફરોને એન્ટ્રી નહિ…
(સિટી ટુડે) સુરત,તા.૧૦ ઓનલાઈન શોપિંગ કરનાર વ્યક્તિઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. સુરતમાં એક યુવકે ઓનલાઈન મોબાઈલ ફોન મંગાવ્યો હતો. પરંતુ, જેવું જ યુવક બોક્સ ખોલે છે તો મોબાઈલની બદલે એવી વસ્તુ નીકળે છે, જેને જાેતા જ તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. હકીકતમાં બોક્સમાં મોબાઈલની બદલે ઘડિયાળ અને સ્પ્રેની બોટલ નીકળતાં તે ચોંકી ગયો હતો. બાદમાં તેણે ઓનલાઈન ફરિયાદ કરી પરંતુ, કંપની દ્વારા યોગ્ય જવાબ ન મળતાં તેણે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. સુરતમાં રહેતાં રાહુલ થરોડિયા નામના યુવકે ૩૧ ડિસેમ્બરે એમેઝોન પરથી પોકો કંપનીનો ફોન ઓર્ડર કર્યો હતો, ત્યારબાદ ૩ જાન્યુઆરીએ કુરિયર દ્વારા મોબાઈલનું બોક્સ મળ્યું હતું.…
