રાજ્યસભાના સાંસદ સંજય સિંહે પૂછ્યું કે, ‘CAG રિપોર્ટ ક્યાં છેઃ આ દાવાઓ ક્યાંથી આવી રહ્યા છે
નવી દિલ્હી, તા.૧૧
દિલ્હીમાં વિધાનસભા ચૂંટણી દરમિયાન કથિત લિકર કૌભાંડ એક મોટો મુદ્દો બની ગયો છે. ભારતીય નિયંત્રક અને ઓડિટર જનરલ (CAG)ના અહેવાલને ટાંકીને, ભાજપે આમ આદમી પાર્ટી (AAP)ને ઘેરી છે. ભાજપનો દાવો છે કે લિકર પોલિસી કૌભાંડને કારણે દિલ્હીને ૨ હજાર કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું છે. આ ઉપરાંત ઘણા આપના નેતાઓએ લાંચ પણ લીધી હતી. જાે કે, આપે આ મુદ્દા પર વળતો પ્રહાર કર્યો છે અને રાજ્યસભાના સાંસદ સંજય સિંહે પૂછ્યું કે, ‘CAG રિપોર્ટ ક્યાં છે. આ દાવાઓ ક્યાંથી આવી રહ્યા છે.’
અહેવાલો અનુસાર, ભાજપે CAG લીક થયેલો રિપોર્ટ જાહેર કર્યો છે. જેમાં ચોંકાવનારા તથ્યો પ્રકાશમાં આવ્યા છે. લિકર કૌભાંડથી સરકારી તિજાેરીને ૨,૦૨૬ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. ભાજપનો આરોપ છે કે, નીતિના અમલીકરણમાં ખામી રહી છે. આપ નેતાઓને પણ લાંચ મળી છે. દારૂ કૌભાંડને કારણે થયેલા નુકસાનનો આંકડો પહેલી વાર સામે આવ્યો છે. ભાજપે દાવો છે કે એક યુનિટમાં ખોટ દેખાઈ હતી, છતાં તેનું લાઇસન્સ રિન્યુ કરવામાં આવ્યું હતું. લાઇસન્સ આપવામાં ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત નિયમોનું ઉલ્લંઘન કરનારાઓને સજા કરવામાં આવી ન હતી. કિંમત નિર્ધારણમાં પણ પારદર્શિતાનો અભાવ હતો. ઘણાં મહત્ત્વપૂર્ણ ર્નિણયો પર કેબિનેટની મંજૂરી કે લેફ્ટનન્ટ ગવર્નરની મંજૂરી લેવામાં આવી ન હતી.
લિકર કૌભાંડ અંગે ભાજપના દાવા પર AAP નેતા સંજય સિંહે જણાવ્યું હતું કે, ‘આ CAG રિપોર્ટ ક્યાં છે? આ દાવાઓ ક્યાંથી આવી રહ્યા છે? શું આ ભાજપ કાર્યાલયમાં સુપરત કરવામાં આવ્યું હતું? ભાજપના નેતાઓએ પોતાનું માનસિક સંતુલન ગુમાવી દીધું છે.