સુરત, તા.૧૦
સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ૪ પર આવેલી અજમેર-દાદર ટ્રેનના જનરલ કોચનો દરવાજાે ન ખોલતાં મુસાફરો વચ્ચે બબાલ થતાં મામલો બિચક્યો હતો. આ દરમિયાન ટ્રેનમાં સવાર યુવકે પેન્ટ ખોલીને અશ્લીલ હરકત કરતાં મુસાફરોએ હોબાળો મચાવ્યો હતો. બારીઓના કાચ અને લોખંડની ગ્રીલ તોડી નાખી હતી. આ ઘટનામાં છ લોકોની અટકાયત કરવામાં આવી અને તમામને કોર્ટમાં રજૂ કરી દંડ ફટકારવામાં આવ્યો.સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ચાર ખાતે અજમેર-દાદર એક્સપ્રેસ ટ્રેન પર પથ્થરમારો થયો હતો. જેથી રેલવે પોલીસ દોડતી થઇ ગઇ હતી. જાેકે, આ વાત અફવા હોવાનું સામે આવ્યું હતું.
આ સાથે જ ટ્રેનનો દરવાજાે બંધ કરી અન્ય મુસાફરોને એન્ટ્રી નહિ આપતાં હોબાળો થયો હોવાનું જાણવા મળ્યું હતું. આ મામલે યુવકની રેલવે પોલીસે અટક પણ કરી હતી. સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-૪ પર અજમેર-દાદર એક્સપ્રેસ ટ્રેન પહોંચી હતી. આ ટ્રેનના જનરલ ડબ્બામાં હોબાળો થયો હતો. આ સાથે જ ટ્રેન પર પથ્થર માર્યો કર્યો હોવાની વાત વહેતી થઈ હતી. જેથી રેલવે તંત્ર એક્શન મોડમાં આવીને તાત્કાલિક પ્લેટફોર્મ ૪ પર તાત્કાલિક પહોંચી હતી. જાેકે, ટ્રેન સુરત રેલવે સ્ટેશનથી રવાના થઈ ગઈ હતી. જેથી રેલવે પોલીસે વલસાડ પોલીસને જાણ કરી હતી. વલસાડ પોલીસે રેલવે સ્ટેશનથી એક યુવકની અટક કરી સુરત રેલવે પોલીસને સોંપ્યો હતો. પોલીસની પૂછપરછમાં સામે આવ્યું હતું કે, યુવકે સુરત સ્ટેશન પાસે ટ્રેનના જનરલ ડબ્બાના દરવાજા અંદરથી લોક કરી દીધા હતા. જેથી અન્ય મુસાફરોને ટ્રેનની અંદર પ્રવેશ કરવા ન મળતાં હોબાળો થયો હતો.
આ યુવકે અશ્લીલ હરકત પણ કરી હોવાનું સામે આવ્યું હતું. જેથી સુરત રેલવે પોલીસે પરવેઝ ઇકબાલ કુરેશી નામના યુવકની અટક કરી વધુ તપાસ હાથ ધરી હતી.
![ટ્રેનના કોચનો દરવાજાે ન ખોલતાં મુસાફરોએ કોચમાં તોડફોડ કરી](https://citytodaydaily.co.in/wp-content/uploads/2025/01/Untitled-5-2.jpg)