સંભલ, તા. ૨૫ પ્રજાસત્તાક દિવસ પહેલા ઉત્તર પ્રદેશના સંભલની જામા મસ્જિદમાં દેશભક્તિ, એકતા અને સૌહાર્દનું દ્રશ્ય જાેવા મળ્યું હતું. આ દરમિયાન શુક્રવારની નમાજ અદા કરીને બહાર નીકળેલા પૂજારીઓએ હાથમાં ત્રિરંગો લઈને હિન્દુસ્તાન ઝિંદાબાદના નારા લગાવ્યા હતા અને દેશભક્તિનો સંદેશો આપ્યો હતો. આ દરમિયાન મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. મહત્વનું છે કે ૨૪મી નવેમ્બર ૨૦૨૪ના રોજ જામા મસ્જિદની અંદર સર્વે દરમિયાન મસ્જિદની આસપાસના વિસ્તારમાં હિંસા થઈ હતી, જે બાદ ભારે તણાવ જાેવા મળ્યો હતો. આ ઘટનાના બે મહિના બાદ ગણતંત્ર દિવસ પહેલા લોકોએ એકતા સાથે દેશભક્તિનો સંદેશ આપ્યો છે. શુક્રવારના રોજ, જ્યારે નમાજીઓ શુક્રવારની નમાજ અદા કરીને જામા મસ્જિદમાંથી બહાર…
Author: City Today Daily
સુરત, તા. ૨૪ નવા વર્ષની શરૂઆતમાં અમુલે ગુજરાતની પ્રજાને આનંદના સમાચાર આપ્યા હતા. અમૂલ દૂધના જુદી જુદી ત્રણ પ્રોડક્ટસના ભાવમાં ઘટાડો થયો છે. અમુલ દૂધના ૧ લીટરના પાઉચના ભાવમાં એક રૂપિયાનો ઘટાડો થયો છે. અમુલ ગોલ્ડ, તાજા અને ટી સ્પેશિયલના એક લીટર પાઉચના ભાવમાં ઘટાડો કરાયો છે. ત્યારે અમૂલે કઈ પ્રોડક્ટમાં કેટલા રૂપિયા ઓછા કર્યા અને હેવથી કેટલા રૂપિયા ઓછા ચૂકવવા પડશે તે જાણી લો. અમુલ ગોલ્ડ ૧ લીટર પાઉચનો જૂનો ભાવ ૬૬ રૂપિયા, અમુલ ગોલ્ડ ૧ લીટર પાઉચનો નવો ભાવ ૬૫ રૂપિયા. અમુલ ટી સ્પેશિયલ ૧ લીટર પાઉચનો જૂનો ભાવ ૬૨ રૂપિયા, અમુલ ટી સ્પેશિયલ ૧ લીટર પાઉચનો નવો…
સુરત, તા.૨૪ સુરત શહેરમાંથી સમગ્ર શિક્ષણ જગત માટે કલંકરૂપ ઘટના બની છે. આદર્શ પબ્લિક સ્કૂલમાં ધોરણ ૮માં અભ્યાસ કરતી ભાવના ખટીકને ફી ભરવા બાબતે વારંવાર ટોર્ચર કરવામાં આવતાં વિદ્યાર્થિનીએ આપઘાત કર્યો હોવાના પરિવાજનો આક્ષેપ કર્યા હતા. આ સમગ્ર ઘટનાની તપાસ માટે શિક્ષણ વિભાગના વર્ગ ૨ના ૫ સભ્યોની કમિટીની રચના કરવામાં આવી હતી. આ કમિટી દ્વારા બે દિવસની તપાસ બાદ રિપોર્ટ સબમીટ કર્યો છે, જેમાં મોટો ઘટસ્ફોટ થયો છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, વિદ્યાર્થિનીએ ફીને લઇને નહી પરંતુ પારિવારિક કારણોસર આપઘાત કર્યો હોવાનો દાવો કરવામાં આવ્યું છે. આ રિપોર્ટને જાેતાં લાગી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક શાળાને બચાવવાનો પ્રયાસ…
નવી દિલ્હી, તા.૨૪ દેશમાં મોંઘવારીથી રાહત આપે તેવા બજેટની જરૂર હોવાની માગણી કરીને કોંગ્રેસે આક્ષેપ કર્યાે હતો કે મોદી સરકારની ખોટી નીતિઓને કારણે સતત વધતી જતી બેરોજગારી અને મોંઘવારીએ નીચલા અને મધ્યમ વર્ગના પરિવારો માટે જીવન અત્યંત મુશ્કેલ બનાવી દીધું છે. કોંગ્રેસના જનરલ સેક્રેટરી ઈન્ચાર્જ કોમ્યુનિકેશન્સ જયરામ રમેશે એક મીડિયા રિપોર્ટ શેર કર્યાે હતો, જેમાં દાવો કરાયો હતો કે છેલ્લા ૧૦ વર્ષમાં કમરતોડ મોંઘવારીથી સામાન્ય લોકોના ખિસ્સા ખાલી થઈ ગયા છે. તેમણે જણાવ્યું હતું કે મોદાણી સરકારે છેલ્લા દસ વર્ષમાં માત્ર તેના ધનિક મિત્રોની જ કાળજી લીધી છે. સરકારની ખોટી નીતિઓને કારણે સતત વધતી જતી બેરોજગારી અને મોંઘવારીએ નીચલા અને…
જમ્મુ, તા.૨૪ જમ્મુ અને કાશ્મીર નેશનલ કોન્ફરન્સના વડા ફારૂક અબ્દુલ્લાએ ગુરુવારે માતા શેરા વાલીને સમર્પિત ભજન ગાઈને લોકોને ચોંકાવી દીધા હતા. તેમના ભજનનો એક વીડિયો સા્રુેશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. અબ્દુલ્લાએ કટરામાં રોપ-વેના નિર્માણના મુદ્દા પર પણ વાત કરી અને કહ્યું કે માતા વૈષ્ણોદેવી મંદિરના સંચાલન માટે જવાબદાર લોકોએ આવા કામ કરવાનું ટાળવું જાેઈએ જેનાથી લોકોને મુશ્કેલી થાય. કટરાના એક આશ્રમમાં ભજન કાર્યક્રમમાં ગાયક અને બાળકો સાથે જાેડાતા અબ્દુલ્લાએ ગાયું, તુને મુજે બુલાયા શેરાવલિયે, મૈ આયા મૈ આયા શેરાવલિયે. ફારુકના આ ભજનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ પ્રસંગે બોલતા અબ્દુલ્લાએ રોપ-વે પ્રોજેક્ટ સામે કટરાના…
મુંબઈ, તા.૨૪ લાઉડસ્પીકરનો ઉપયોગ કોઈપણ ધર્મનો આવશ્યક હિસ્સો ન હોવાનું અવલોકન કરી બોમ્બે હાઇકોર્ટે ધ્વની પ્રદૂષણના ધોરણો અને નિયમોનું ઉલ્લંઘન કરતા લાઉડસ્પીકર્સ સામે તાત્કાલિક પગલાં લેવા માટે સત્તાવાળાને ગુરુવારે આદેશ આપ્યો હતો. અવાજના સ્તરને નિયંત્રિત કરવા માટે ઓટો-ડેસિબલ લિમિટ જેવા સાધનોનો ઉપયોગ કરવા માટે ધાર્મિક સંસ્થાઓને આદેશ આપવા માટે હાઇકોર્ટે રાજ્ય સરકારને તાકીદ પણ કરી હતી. જસ્ટિસ એ એસ ગડકરી અને એસ સી ચાંડકની બનેલી ડિવિઝન બેન્ચે જણાવ્યું હતું કે અવાજનું પ્રદૂષણ આરોગ્ય માટે મોટું જાેખમ છે અને કોઈ એવો દાવો કરી શકે નહીં કે લાઉડસ્પીકરનો ઉપયોગ કરવાની પરવાનગી ન આપવાથી તેમના અધિકારનો ભંગ થાય છે. મુંબઇના કુર્લાની બે હાઉસિંગ…
(સિટી ટુડે) સુરત,તા.૨૩ ભરીમાતા રોડ મક્કા મસ્જિદ પાસે આવેલ રિવર વ્યૂ સોસાયટીમાં ૨૬ મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિને ધ્વજવંદન નો કાર્યક્રમ દરવર્ષ ની જેમ આ વર્ષે પણ તારીખ ૨૬,જાન્યુઆરી ૨૦૨૫ ના રોજ ઉજવવાનો હોય તે પ્રસંગે ધ્વજ વંદન બાદ તીરંગા યાત્રા (બાઈક રેલી) નું આયોજન કરવામાં આવેલ છે આ પ્રસંગે શહેર ના નામાંકિત સજ્જનો (૧) દક્ષેશ માવાણી સાહેબ (મેયર સુરત મહાનગર પાલિકા) (૨) અનુપમસિંધ ગેહલોત સાહેબ (કમિશનર સુરત શહેર) (૩)કદિર પીરઝાદા સાહેબ (માજી મેયર સુરત મહાનગર પાલિકા) (૪) અંબરીશાનંદજી મહારાજ સાહેબ (મહંત હિન્દુ મિલન મંદિર) (૫) યજદી કરંજીયા સાહેબ (પદ્મ શ્રી) (૬) નઇમ બાવા રિફાઈ (માજી કોર્પોરેટર) પધારશે. તીરંગા યાત્રા ભરીમાતા…
ભોપાલ, તા.૨૩ મધ્યપ્રદેશના ભોપાલમાં અભિનેતા સૈફ અલી ખાન અને તેમના પરિવારને વારસામાં મળેલી ૧૫,૦૦૦ કરોડ રૂપિયાની મિલકત શત્રુ સંપત્તિ કસ્ટોડિયન ઓફિસના આદેશ સામે અપીલ દાખલ કરવાને કારણે લટકી રહી છે. વકીલોએ જણાવ્યું હતું કે જાે ભોપાલ નવાબના વારસદારો દ્વારા શત્રુ સંપત્તિ કસ્ટોડિયન ઓફિસના આદેશ સામે અપીલ દાખલ કરવામાં નહીં આવે, તો મિલકતો કેન્દ્રના નિયંત્રણ હેઠળ આવી શકે છે. મધ્યપ્રદેશ હાઈકોર્ટના ૧૩ ડિસેમ્બર, ૨૦૨૪ ના રોજ આ મુદ્દા પરના આદેશ બાદ તેમણે કેન્દ્રીય ગૃહ મંત્રાલય હેઠળના મુંબઈ સ્થિત કસ્ટોડિયન શત્રુ સંપત્તિ સંરક્ષક ઓફીસ સમક્ષ અપીલ દાખલ કરી છે કે કેમ તે હજુ સ્પષ્ટ નથી. તમને જણાવી દઈએ કે સૈફ અલી ખાનની…
ભુવનેશ્વર, તા. ૨૩ આજે દેશ સ્વતંત્રતા સેનાની નેતાજી સુભાષચંદ્ર બોઝની ૧૨૮મી જયંતિ ઉજવી રહ્યો છે. આ અવસર પર ઓડિશા હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે, જેમાં માગ કરી છે કે બોઝને સત્તાવાર રીતે રાષ્ટ્રપુત્ર ઘોષિત કરવામં આવે. અરજીમાં આઝાદ હિન્દ ફૌજના સ્થાપના દિવસને નેશનલ ડે ઘોષિત કરવાની માગ પણ કરવામાં આવી છે. કટકથી સામાજિક કાર્યકર્તા પિનાક પાની મોહંતીએ અરજી દાખલ કરી કહ્યું કે, દેશની આઝાદી માટે નેતાજીના બલિદાનના કારણે તેમને રાષ્ટ્રપુત્ર તરીકે માન્યતા આપવી જાેઈએ. અરજીમાં આઝાદ હિન્દ ફૌજના સ્થાપના દિવસ ૨૧ ઓક્ટોબરને નેશનલ ડે ઘોષિત કરવાની પણ માગ કરી છે. આ માગ ઉપરાંત મોગંતીએ પણ માગ કરી છે…
નવી દિલ્હી, તા.૨૩ દેશના ખૂણે ખૂણે વિશિષ્ટ ઓળખ ધરાવતા પાકો, માલસામાન અને કૌશલ્યોને પ્રોત્સાહન આપવા માટે સરકારે જીઆઇ ટેગવાળા ઉત્પાદનોને વધારવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પીયૂષ ગોયલે વર્ષ ૨૦૩૦ સુધીમાં ભૌગોલિક સંકેત (જીઆઇ )નોંધણી સાથે ઉત્પાદનોની સંખ્યા ૬૦૫ થી વધારીને ૧૦,૦૦૦ કરવાનો લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે. તેમણે કહ્યું કે ૨૦૩૦ સુધીમાં જીઆઇ રજિસ્ટ્રેશનને ૧૦,૦૦૦ સુધી લઈ જવાના પ્રયાસની દેખરેખ રાખવા માટે એક સમિતિની રચના કરવામાં આવશે. તેમણે કહ્યું, ‘આપણી આકાંક્ષા એવી હોવી જાેઈએ કે આગામી પાંચ વર્ષમાં આપણે જીઆઈની વાર્તા દરેક રાજ્ય અને દરેક જિલ્લામાં લઈ જઈ શકીએ.’ જીઆઇ ઉત્પાદનો એ ચોક્કસ ભૌગોલિક વિસ્તારમાં ઉત્પાદિત…
