સુરત, તા.૨૩ સુરત શહેર આજે મધ્યભાગમાં ત્રણ કલાક માટે થંભી ગયું હતું. મજુરાગેટથી રીંગરોડ સુધી બે કિલોમીટરનો ટ્રાફિક જામ સર્જાઈ ગયો હતો. મેટ્રોની કામગીરીના પગલે રોજબરોજ ટ્રાફિક જામ સર્જાય છે જાેકે આજે મોટો ટ્રાફિક જામ સર્જાઈ ગયો હતો. આ ટ્રાફિક જામમાં બે કિલોમીટરના વિસ્તારમાં એકપણ ટ્રાફિક પોલીસનો જવાન જાેવા મળ્યા નહોતા. ટ્રાફિકના પગલે વાહનચાલકોએ ફસાવાનો વારો આવ્યો હતો. સુરત શહેરમાં મેટ્રો પ્રોજેક્ટની કામગીરીના કારણે ઠેર-ઠેર ખોદકામ કરવામાં આવ્યું છે. આ કામગીરીના પગલે ટ્રાફિક જામના દૃશ્યો પણ સતત જાેવા મળે છે. રીંગરોડ અને મજુરા વિસ્તારમાં મેટ્રોની કામગીરી શરૂ કરવામાં આવ્યા બાદ સતત નાનો-મોટો ટ્રાફિક જામ સર્જાતો હતો. જાેકે આજે મજુરાગેટથી રીંગરોડ…
Author: City Today Daily
સુરત, તા.૨૩ સુરતના નાનપુરા વિસ્તારમાં માસીના ઘરે રહેતા ૧૩ વર્ષના કિશોરે ૧ વર્ષની માસિયાઇ બહેનની હત્યા કરી નાખતાં ચકચાર મચી છે. બાળકી સતત રડતી હોવાથી કિશોરને ગુસ્સો આવ્યો હતો અને બાળકીની ગળું દબાવી હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું. હાલ તો પોલીસે કિશોરની અટકાયત કરી કિશોર વિરુદ્ધ સાપરાધ મનુષ્ય વધનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ સાથે પોલીસે જુવેનાઈલ ઓફિસર,એનજીઓનાં મહિલા અને મહિલા પોલીસ દ્વારા કિશોરનું કાઉન્સેલ કરવાનું શરૂ કર્યું છે. કિશોર મોબાઈલમાં કોઈ પ્રકારની ઓનલાઈન ગેમ રમતો હતો કે કોઈ વીડિયો ગેમ રમતો હતો અથવા તો સોશિયલ મીડિયામાં એક્ટિવ હતો કેમ એ અંગે પણ તપાસ શરૂ…
(સિટી ટુડે) સુરત.તા.૨૩ રામપુરા લાલમીયાં મસ્જીદ પાસેથી પકડાયેલા ૧ કરોડના એમ.ડી.ડ્રગ્સ પ્રકરણમાં સંડોવાયેલા મુંબઈના સૈફઅલી ઉર્ફે અલી શેખના હાઈકોર્ટે જામીન મંજુર કર્યા હતા. આ કેસની વિગત એવી છે કે, ગત એપ્રિલ માસમાં રામપુરા અખાડા સ્ટ્રીટમાં રહેતો શેહબાઝ આલમ ઈર્શાદહુસૈન ખાન મુંબઈથી ૧ કરોડનુ એમ.ડી.ડ્રગ્સ મુંબઈથી બે સાગરીતા સાથે મળીને સુરત લઈ આવ્યો હતો. આ ડ્રગ્સ રામપુરાના કાસીફ ઈક્બાલ ઉર્ફે પસીના શેખને આપવા જતો હતો. ત્યારે એસઓજીની ટીમ તેમને પકડવા ત્યાં પહોંચી હતી. પરંતુ તે પહેલા જ તેઓ રામપુરા લાલમીયા મસ્જીદ પાસે ડ્રગ્સ છોડીને ભાગી ગયા હતા. તપાસ દરમિયાન પોલીસે ડ્રગ્સ કબજે કરી કાસીફ અને શહેબાજની ધરપકડ કરી હતી. સુરત પોલીસે…
સુરત,તા.૨૨ સુરત શહેરમાં આવકના ખોટા પુરાવા રજૂ કરી પોતાના બાળકોનો આરટીઈ અંતર્ગત શાળામાં પ્રવેશ અપાવવાના મુદ્દે સુરત જિલ્લા શિક્ષણાધિકારીએ કડક કાર્યવાહી હાથ ધરી છે. જેમાં ખોટા આવકના પુરાવાના આધારે એડમિશન મેળવનારા ૧૦૦ જેટલાં વિદ્યાર્થીઓના એડમિશન રદ કરવામાં આવ્યા છે. જેમાંથી ૬૮ વાલી સામે ફોજદારી ગુનો દાખલ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે અને ૩૨ વિદ્યાર્થીના વાલીઓને સુરત જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીએ બોલાવવામાં આવ્યા છે.નોંધનીય છે કે, શિક્ષણ વિભાગ દ્વારા તપાસ કરતાં સામે આવ્યું કે, અનેક વાલીઓ પોતે લખપતિ હોવા છતાં આવકના દાખલામાં ઓછી કિંમત લખાવી હતી. તપાસમાં અનેક એવા કિસ્સા સામે આવ્યા જેમાં આરટીઈ હેઠળ પ્રવેશ મેળવેલાં વિદ્યાર્થીના વાલી નિયત આવક મર્યાદા…
ગાંધીનગર,તા.૨૨ ઋષિકેશ પટેલ દ્વારા કેબિનેટ બેઠક મુદ્દે માહિતી આપવામાં આવી હતી જેમાં આવનાર રાજ્યના વર્ષ ૨૦૨૫-૨૬ના બજેટ મુદ્દે ચર્ચા થઈ હતી. જેમાં કુલ ૨૭ બેઠક થશે અને કામકાજના ૨૬ દિવસો રહેશે. ૨૦ નવેમ્બર ૨૦૨૪ ના રોજ, જાહેર હિતમાં ઓન લાઈન ઓફ લાઈન વાંધા અરજીઓ સ્વીકારવામાં આવી હતી. જેમાં શહેરમાંથી ૫૪૦૦ અને ગ્રામ્યમાંથી ૫૬૦૦ વાંધા અરજીઓ આવી છે. ૧૧,૦૪૬ અરજીઓ મળી છે જેમાં ૬૧% જેટલી અરજીઓ જંત્રીના રેટ ઘટાડવાની મળી છે. જ્યારે જંત્રીના દર વધારે છે એવી ૧૭૫૩ અરજી કરવામાં આવી છે. એટલું જ નહી જંત્રીના દર ઓછાથી વધારવાની પણ અરજીઓ પણ મળી છે. તમામ અરજીઓને કમિટી સલાહ સૂચન સાથે વિગતે…
સુરત, તા.૨૨ સુરતમાં લિંબાયતના એક ગાર્ડનમાં ચાર વર્ષના મોટા ભાઈ સાથે રમી રહેલી બે વર્ષીય બાળકીને ૨૧ વર્ષીય મનોવિકૃત યુવાન યૌનશોષણના ઇરાદે ઢસડીને શેડમાં લઇ ગયો હતો. બાળકી દુષ્કર્મનો ભોગ બને એ પહેલાં જ ત્યાં માતા પહોંચી જતાં બાળકી ઊગરી ગઇ હતી. જાેકે ટોળાએ આ મનોવિકૃતને માર મારી અધમૂઓ કરી નાખ્યો હતો. હાલ લિંબાયત પોલીસે છેડતીનો ગુનો દાખલ કરીને આરોપી યુવકની ધરપકડ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ઘણા સમયથી મારા લગ્ન કરાવી દો સહિતનું રટણ કર્યા કરતો આ યુવક વિકૃતિની હદ પાર કરી ગયો હતો. મળતી માહિતી પ્રમાણે, લિંબાયત વિસ્તારમાં રહેતી ૨૩ વર્ષીય યુવતી તેના ચાર વર્ષના પુત્ર અને…
લોસ એન્જલસ, તા.૨૨ દક્ષિણ કેલિફોર્નિયામાં પવનોની ગતિ વધવાને કારણે બે જંગલ વિસ્તારમાં નવસેરથી આગ ફાટી નીકળી હતી. લોસ એન્જેલસમાં બે સપ્તાહ પહેલાં લાગેલી અને હજુ ચાલતી આગને કારણે ફાયરબ્રિગેડ હાઇ એલર્ટ પર છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર કિનારાના વિસ્તારોમાં પ્રતિ કલાક ૧૧૩ કિમી. અને પહાડી વિસ્તારોમાં ૧૬૦ કિમી.ની ઝડપે પવન ફુંકાવાની શક્યતા છે.હવામાન વિભાગે લોસ એન્જલસ, વેન્ચુરા અને સેન ડિયેગોના અમુક વિસ્તારોમાં માટે જાેખમી સ્થિતિની ચેતવણી આપી છે. આ વિસ્તારોમાં ભેજના ઓછા પ્રમાણ અને ભારે પવનને કારણે આગને વેગ મળી શકે. ઓક્સનાર્ડના હવામાન વિભાગના નિષ્ણાત એન્ડ્્રુ રોરકેએ જણાવ્યું હતું કે, “આગ શરૂ થશે તો તે બહુ ઝડપથી ફેલાવા માટે સાનુકૂળ…
મુંબઈ, તા. ૨૨ બોમ્બે હાઈકોર્ટે એક રિયલ એસ્ટેટ બિઝનેસમેન વિરુદ્ધ જાણ્યા જાેયા વિના મની લોન્ડ્રીંગની તપાસ શરુ કરવા બદલ ઈડી એટલે કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ પર મંગળવારે એક લાખ રુપિયાનો દંડ લગાવ્યો છે. કોર્ટે આકરી ટિપ્પણી કરતા કહ્યું કે, કેન્દ્રીય એજન્સીને કાયદાની હદમાં રહીને કામ કરવું જાેઈએ. ઈડી પર દંડ લગાવતા જસ્ટિસ મિલિંદ જાઘવની એકલ પીઠે કહ્યું કે, કાયદો લાગૂ કરનારી એજન્સીઓને એક મોટો મેસેજ જવો જાેઈએ, જેથી એ ખાતરી કરી શકાય છે કે તે નાગરિકોને હેરાન ન કરે. હાઈકોર્ટે ઓગસ્ટ ૨૦૧૪માં મુંબઈમાં એક રિયલ એસ્ટેટ ડેવલપર રાકેશ જૈનને મની લોન્ડ્રીંગ એજન્સી દ્વારા દાખલ અભિયોજન ફરિયાદના આધાર પર એક સ્પેશિયલ કોર્ટ…
તેહરાન, તા.૨૧ પયગંબર સાહેબના અપમાનના આરોપસર ઈરાની સિંગર અમીર તાતાલુને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી છે. વિશ્વવિખ્યાત ગાયક પર વૈશ્યાવૃતિ અને અશ્લીલતા ફેલાવવા સહિતના આરોપ લગાવવામાં આવ્યા છે. ઈરાનની સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, અમીર તાતાલુના નામથી ઓળખાતા આરોપી અમીર હુસૈન મગસુદલૂને અગાઉ પયગંબર સાહેબના અપમાનના આરોપસર પાંચ વર્ષની સજા ફટકારવામાં આવી હતી. તેની સજા સામે ફરિયાદીએ વાંધો ઉઠાવતા કેસને ફરી ખોલવામાં આવ્યો હતો. કેસની ફેરતપાસ બાદ આરોપો સાચા હોવાનું જાણવા મળતા તેને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી છે. ઈરાની સરકારના ડરથી તાતાલુ ૨૦૧૮ની સાલથી તુર્કીના ઈસ્તાંબુલમાં છુપાયેલો હતો. ઈરાન સરકારની અરજી બાદ તુર્કી પોલીસે ૨૦૨૩માં તેને સોંપી દીધો હતો. ત્યારથી ઈરાનની કસ્ટડીમાં…
અમદાવાદ,તા.૨૧ ગુજરાતમાં લોકલ સ્વરાજ્યની ચૂંટણી માટેની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યમાં ૨૭ જાન્યુઆરી ૨૦૨૫એ જાહેરનામું પ્રસિદ્ધ થશે. ઉમેદવારી પત્રક ૧ ફેબ્રુઆરીથી ભરવામાં આવશે, અને ૩ ફેબ્રુઆરીએ ઉમેદવારી પત્રકની ચકાસણી કરવામાં આવશે. ૪ ફેબ્રુઆરી ૨૦૨૫, ઉમેદવારી પત્રક પરત ખેંચવાની છેલ્લી તારીખ રહેશે. હવે, ૧૬ ફેબ્રુરીએ મતદાન કરવામાં આવશે, અને ૧૮ ફેબ્રુઆરી ૨૦૨૫એ મતગણતરી થશે. આ ચુંટણીમાં ૨૭% ઓબીસી અનામતનો અમલ કરવામાં આવશે. આ ચૂંટણી ૧ મનપા, ૬૬ નગરપાલિકાઓ અને ૩ તાલુકા પંચાયતો માટે યોજાશે, જેમાં કુલ ૨૧૭૮ બેઠકો પર મતદાન થશે. અમદાવાદની બાવળા, સાણંદ, ધંધુકા પાલિકાની ચૂંટણીની તારીખો જાહેર થશે. ઉપરાંત ગાંધીનગરની માણસા, ખેડાની મહેમદાવાદ, ડાકોર, ચકલાસી, મહુધા, આણંદની આંકલાવ, બોરિયાવી,…
