સુરત, તા.૧૭ ઉધના ખાતે આવેલા લુમ્સ ખાતામાં પગાર મામલે ઉશ્કેરાયેલા ઓડિસ્સાવાસી કારીગરે પોતાના પૂર્વ સુપરવાઈઝર પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કર્યો હતો. આ ઘટનામાં સુપરવાઈઝરને ગંભીર રીતે ઇજા પહોંચતા તેમને નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઉધના પોલીસે હાલ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. ઉધના વિસ્તારમાં આવેલી સોનલ ઇન્ડસ્ટ્રીયલ કંપનીમાં રાકેશ પટેલ નામનો યુવક સુપરવાઈઝર તરીકે ફરજ બજાવતો હતો. આ કંપનીમાં અગાઉ કામ કરતો ઓડિસ્સાવાસી કારીગર મનોજ પગારના વિવાદને કારણે એક મહિના પહેલા નોકરી છોડીને ગયા હતો. ત્યાર બાદ મનોજ અચાનક કંપની પહોંચ્યો અને રાકેશ પટેલ પર ચપ્પુ વડે હુમલો કર્યો. પીડિત રાકેશને પેટના ભાગે ચાર ઘા મારી…
Author: City Today Daily
નવી દિલ્હી,તા.૧૭ એક તરફ ભારત અને ચીનની ઉત્તરીય સરહદ પર સ્થિતિ સંવેદનશીલ છે, તો બીજી તરફ દક્ષિણ ચીન સાગરમાં ભારત અને ચીનના કોસ્ટ ગાર્ડ ફોર્સ આમને-સામને આવી ગયા છે. જ્યારે ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજ શૌનક જાપાનની શુભેચ્છા મુલાકાતથી પરત ફરી રહ્યું હતું, ત્યારે દક્ષિણ ચીન સાગરમાં વિવાદિત ટાપુ સ્કારબોરો શોલની પશ્ચિમેથી પસાર થઈ રહ્યું હતું ત્યારે તેને ચીનના કોસ્ટ ગાર્ડના જહાજાેએ તેને ઘેરી લીધું હતું. જેના કારણે બે કોસ્ટ ગાર્ડ ફોર્સ વચ્ચે તણાવ વધી ગયો છે. ચાઈનીઝ કોસ્ટ ગાર્ડ સ્કારબોરો શોલ નજીકના દરિયાઈ વિસ્તારને વિવાદિત વિસ્તાર માને છે. સ્ટેનફોર્ડ યુનિવર્સિટી ખાતે ગોર્ડિયન નોટ સેન્ટર ફોર નેશનલ સિક્યુરિટી ઈનોવેશનની દરિયાઈ પારદર્શિતા…
મુંબઈ, તા.૧૭ મુંબઈના એક સેલિબ્રિટીના ઘરમાં ઘૂસવાનો વધુ એક બનાવ પ્રકાશમાં આવ્યો છે. થોડા દિવસો પહેલા અભિનેતા શાહરૂખ ખાનના ઘરમાં પણ ઘૂસવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ૨-૩ દિવસ પહેલા એક અજાણ્યા વ્યક્તિએ શાહરૂખના મન્નત બંગલામાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. જાેકે, દિવાલ ચઢવા છતાં, જાળીના કારણે તે બંગલામાં પ્રવેશવામાં નિષ્ફળ ગયો. શાહરૂખના ઘરમાં પ્રવેશવાનું કારણ હજુ સ્પષ્ટ નથી. પોલીસને શંકા છે કે સૈફ અલી ખાન પર હુમલો કરનાર અને શાહરૂખ ખાનના ઘરમાં ઘૂસનાર વ્યક્તિ એક જ વ્યક્તિ હોઈ શકે છે. ૧૪ જાન્યુઆરીએ કોઈ અજાણ્યા વ્યક્તિએ શાહરૂખ ખાનના ઘરની રેકી કરી હતી. રીટ્રીટ હાઉસના પાછળના ભાગમાં ૬ થી ૮ ફૂટ લાંબી લોખંડની…
પાંચ દિવસમાં ખુલાસો આપવાની તાકીદ સાથે લાલઆંખ કરી પાર્કિંગમાં ચાલતી લુખ્ખાગીરી અંગે મનપા કમિશનરે નોંધ લેતા સેન્ટ્રલઝોનના છસ્ઝ્રએ કોન્ટ્રાકટરને બ્લેકલીસ્ટ કરવા તજવીજ હાથ ધરાઇ હોવાની ચર્ચા (સિટી ટુડે) સુરત,તા.૧૬ સેન્ટ્રલઝોનની હદમાં આવેલ લાલગેટ મેઇનરોડ પાસે ચાલતા મનપા સંચાલીત પે એન્ડ પાર્કમાં કોન્ટ્રાકટર દ્વારા લુખ્ખાગીરી કરી બેફામ ઉઘરાણાઓ કરતો વિડીયો વાયરલ થયા બાદ મનપા કમિશનર શાલીની અગ્રવાલ દ્વારા સેન્ટ્રલઝોનના અધિકારીઓને તત્કાલ તપાસ કરવાનો આદેશ આપ્યા બાદ સેન્ટ્રલઝોનના એએમસી એ નોટીસ ફટકારી પાંચ દિવસમાં ખુલાસો માંગતા અન્ય કોન્ટ્રાક્ટરોમાં ડરમો માહોલ ઉભો થયો છે. લાલગેટ પાસે આવેલ પે એન્ડ પાર્કના કોન્ટ્રાક્ટર દ્વારા નીતિ નિયમોના ધજાગરા ઉડાવતો વિડીયો અને સ્થાનિકો દ્વારા કરવામાં આવેલી ફરીયાદના…
સુરત,તા.૧૬ સુરત શહેરમાં માનવતાને શર્મશાર કરે તેવો ચોંકાવનારો એક કિસ્સો સામે આવ્યો છે. અહીંયા એક ૮૦ વર્ષની અશક્ત વૃદ્ધાને તેની પુત્રવધુએ ઢોરમાર માર્યો હોવાની ઘટના સામે આવી છે. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયોને જાેઈને ભલભલાનું કાળજું કંપી જાય તેવો આ વીડિયો છે. જેથી વીડિયો જાેઈને ચોતરફ લોકો વહુ સામે ફિટકાર વરસાવી રહ્યા છે. બનાવની જાે વિગતવાર વાત કરીએ તો સુરતના પુણામાં આવેલ માતૃશક્તિ સોસાયટીની આ ઘટના છે. જ્યાં પુત્રવધુ તેની સાસુને માર મારી રહી હતી ત્યારે એક જાગૃત નાગરિક દ્વારા વીડિયો બનાવી લેવામાં આવ્યો અને આ ઘટના સામે આવી. જેમાં જાગૃત નાગરિક દ્વારા મહિલા વિકાસ ચેરીટેબલ…
સુરત, તા.૧૬ સુરતના સચિન મગદલ્લા હાઇવે પર સ્કૂલવાન પલટી મારતા વિદ્યાર્થીનીનું મોત નીપજ્યું છે. અકસ્માતમાં ચાર વિદ્યાર્થી ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલો વિદ્યાર્થીઓને હોસ્પિટલ ખસેડાયા છે. એસીપી, ડીસીપી કક્ષાના અધિકારી ઘટનાસ્થળે પહોંચ્યા છે. રાજ્યમાં અકસ્માતોની સંખ્યા વધી રહી છે. આવામાં સુરતમાં વધુ એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. સુરતમાં સ્કૂલવાન પલટી મારી ગઇ હોવાની ઘટના સામે આવી છે. સુરતના સચિન મગદલ્લા હાઇવે પર સ્કૂલવાન પલટી મારતા વિદ્યાર્થીનીનું મોત નીપજ્યું છે. અકસ્માતમાં ચાર વિદ્યાર્થી ગંભીર રીતે ઘાયલ થતા હોસ્પિટલમાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. સમગ્ર ઘટનાની જણ થતા એસીપી, ડીસીપી કક્ષાના અધિકારીનો કાફલો ઘટનાસ્થળે પહોંચી આવ્યો હતો. અનેક વખત…
નવી દિલ્હી, તા.૧૬ છેલ્લાં ૧૫ મહિનાથી ઈઝરાયેલ અને પેલેસ્ટેનિયન જૂથ હમાસ વચ્ચે ચાલી રહેલી લડાઈનો અંત લાવવા બંને પક્ષો સહમત થયાં છે. બંને પક્ષો વચ્ચે થયેલી યુદ્ધવિરામની સમજૂતિ મુજબ હમાસ ગાઝામાં બંધક બનાવાયેલા ઈઝરાયલી નાગરિકોને મુક્ત કરશે. સામે પક્ષે બદલામાં ઈઝરાયલ પણ હમાસના લોકોને પણ મુક્ત કરશે. જાે કે, યુદ્ધવિરામ અંગે સત્તાવાર જાહેરાત હજુ થવાની બાકી છે. અમેરિકાના નવા ચૂંટાયેલાં રાષટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ૨૦મી જાન્યુઆરીએ યોજાનારા શપથગ્રહણ પૂર્વે થયેલી યુદ્ધવિરામ અંગેની આ સમજૂતી ઈજિપ્ત અને કતારના મધ્યસ્થીઓ દ્વારા છેલ્લાં કેટલાંક મહિનાઓથી કરાઈ રહેલી મંત્રણાનું પરિણામ છે. હમાસ સૌપ્રથમ ૧૯ વર્ષથી ઓછી ઉંમરની મહિલાઓ અને યુવાનોને મુક્ત કરશે. ગાઝા ડીલનો પહેલો…
મુંબઈ તા.૧૬ જાણીતા ફિલ્મ અભિનેતા સૈફ અલી ખાન પર ચપ્પાં વડે હુમલો કરી દેવાની ચકચારી ઘટના સામે આવી છે. આ હુમલામાં અભિનેતા સૈફ અલી ઇજાગ્રસ્ત થયો હતો. માહિતી અનુસાર સૈફના ઘરમાં મોડી રાતે ચોર ઘૂસી ગયો હતો. આ ચોરીની ઘટના બાંદ્રાવાળા બંગ્લોમાં બની હતી. જે દરમિયાન એક ચોરે સૈફ અલી ખાન પર હુમલો કરી દીધો હતો. જેમાં તે ઈજાગ્રસ્ત થયા. હાલમાં તેમની લીલાવતી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ડૉક્ટરોએ કહ્યું કે તેને ગળાના ભાગે ૧૦ સેમી.નો ઘા પડી ગયો છે. જાેકે તે હજુ ખતરાથી બહાર છે. તેને પીઠ અને હાથ ઉપર પણ ઈજાઓ થઈ છે. માહિતી અનુસાર આ ઘટના સવારે…
લાલગેટ પાસે આવેલ પે એન્ડ પાર્ક પાકિર્ંગનો વિડીયો વાયરલ થયા બાદ મામલો ગરમાયો (સિટી ટુડે) સુરત,તા.૧૫ લાલગેટ વેડિંગ શો રૂમની બાજુમાં મનપા સંચાલીત ચાલતા પેન્ડ પાર્કને પોતાના બાપની જાગીર સમજી કોન્ટ્રાક્ટર દ્વારા ઉઘાડી લૂંટ કરવામાં આવતી હોવાના કારણે અનેકવાર ફરીયાદો કરાઇ હોવા છતાં સેન્ટ્રલઝોનના AMC ડેક્શોન ક્રિશ્ચીનના કાર્યક્ષેત્રમાં આવતા પે એન્ડ પાર્કના કોન્ટ્રાક્ટરને જાણે ખુલી છુટ આપી હોય તેમ બેફામ ઉઘારણાં કરાતા એક જાગૃત નાગરીક દ્વારા વિડીયો બનાવી લેવાયા બાદ વિડીયો વાયરલ થતાં મનપા કમિશનરે તત્કાલ તપાસનો આદેશ કર્યો છે. મળતી માહિતી મુજબ, આ વિડીયોના કારણે મનપા કમિશનર શાલીની અગ્રવાલ એટલી હદે ગીન્નાયા હતા કે સેન્ટ્રલઝોનના અધિકારીઓને ખખડાવી નાંખ્યા હતા…
સુરત,તા.૧૫ તાજેતરમાં જ ગુજરાત ભાજપ સંગઠન પર્વની પ્રક્રિયા કરવામાં આવી છે. વોર્ડ પ્રમુખો જાહેર થયા બાદ હવે શહેર અને જિલ્લા પ્રમુખોનાં નામો જાહેર કરવામાં આવશે. રાજકીય વર્તુળોમાંથી જાણવા મળ્યા મુજબ, ગુજરાત ભાજપના જિલ્લા-શહેર પ્રમુખની યાદી તૈયાર થઈ ગઈ છે તેમજ હાલ ગૃહમંત્રી અમિત શાહ પણ ગુજરાતમાં જ છે. તેઓ ૧૬ જાન્યુઆરીની સાંજે દિલ્હી જવા રવાના થવાના હોવાથી એ પહેલાં જ યાદી જાહેર થવાની શક્યતા છે. રાજકીય વર્તુળોમાંથી જાણવા મળ્યા મુજબ, હાલ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ પાસે યાદી આવી ગઈ છે, જેથી હવે ગમે તે ઘડીએ જિલ્લા પ્રમુખો અને શહેર પ્રમુખોનાં નામ જાહેર થઈ જશે. શહેર અને જિલ્લાના પ્રમુખ બનવા દાવેદારોનો રાફડો…
