નવી દિલ્હી, તા.૮ કેન્દ્રીય રોડ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ એક મોટી જાહેરાત કરતા કહ્યું કે સરકાર માર્ચ મહિના સુધી રોડ દુર્ઘટનાના પીડિતો માટે ‘કેશલેસ ટ્રિટમેન્ટ’ યોજના લાવવાની તૈયારી રહી છે. આ યોજના હેઠળ રોડ અકસ્માતમાં ઘાયલ કોઈ પણ વ્યક્તિને મહત્તમ ૧.૫ લાખ રૂપિયા સુધીની સારવાર મફત મળશે. આ યોજના દેશભરમાં લાગૂ થશે અને રસ્તા પર કોઈ પણ પ્રકારની દુર્ઘટના માટે માન્ય રહેશે. આ યોજના રાષ્ટ્રીય સ્વાસ્થ્ય પ્રાધિકરણ , પોલીસ, હોસ્પિટલ અને રાજ્ય સ્વાસ્થ્ય એજન્સીઓના સહયોગથી લાગૂ થશે. રોડ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયના ઈ-વિસ્તૃત દુર્ઘટના રિપોર્ટ (ઈડીએઆર) એપ્લિકેશનને એનએચએની લેવડદેવડ પ્રબંધન પ્રણાલી સાથે જાેડવામાં આવશે. આ આઈટી પ્લેટફોર્મ દ્વારા…
Author: City Today Daily
મુંબઈ, તા.૮ ચૂંટણી બાદ શરૂ થયેલાં મહારાષ્ટ્રના રાજકીય નાટકે હવે નવો વળાંક લીધો છે. શરદ પવાર અને અજિત પવાર ફરી હાથ મિલાવી લેશે અને શરદ પવારની એનસીપીમાંથી ચૂંટાયેલા આઠ સાંસદો એનડીએમાં સામેલ થવાની અટકળોથી મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાયું છે. કહેવામાં આવી રહ્યું છે કે, શરદ પવાર પોતાની દીકરી સુપ્રિયા સૂલેને કેન્દ્રીય કેબિનેટમાં સ્થાન મળે તે માટે લોબિંગ કરી રહ્યા છે. મહારાષ્ટ્રમાં લોકસભા ચૂંટણીમાં શરદ પવાર જૂથને ફતેહ મળી હતી પરંતુ, વિધાનસભામાં તેમનો રકાસ થયો હતો. વિધાનસભામાં શરદ પવારની એનસીપીને માત્ર ૧૦ જ બેઠક મળતાં પક્ષનાં રાજકીય ભાવિ સામે પ્રશ્ન ઊભો થયો છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, વિધાનસભા પરિણામો બાદ શરદ…
ગ્વાલિયર, તા.૮ મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં કોલકાતાની આરજી કર હોસ્પિટલ જેવી જૂનિયર ડોક્ટરની સાથે બળાત્કારની ઘટના બની છે. પીડિત જૂનિયર ડોક્ટરે આરોપ લગાવ્યો કે તેની સાથે જ એમબીબીએસમાં અભ્યાસ કરનાર વિદ્યાર્થીએ ડરાવી-ધમકાવીને બળાત્કાર કર્યાે હતો. આ મામલા પછી ફરી એક વાર કોલકાતામાં બનેલી આરજી કર મેડિકલ કોલેજની ઘટના તાજી થઈ અને વિદ્યાર્થિનીઓની સુરક્ષા પર પ્રશ્નો પેદા થયા છે. જૂનિયર મહિલા ડોક્ટર દતિયાથી એમબીબીએસની ફાઈનલ યરની પરીક્ષા આપવા ગ્વાલિયર આવી હતી. જ્યાં સાથી વિદ્યાર્થી(આરોપી) ખોટું બોલીને બોયજ હોસ્ટેલમાં લઈ ગયો, અને પછી બળાત્કાર કર્યાે હતો. આ મામલામાં પોલીસે આરોપીની ધરપકડ કરીને ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. પોલીસના કહેવા પ્રમાણે, એક ૨૫ વર્ષીય જૂનિયર…
સુરત, તા.૭ સુરત રેલવે સ્ટેશનને વર્લ્ડ ક્લાસ રેલવે સ્ટેશન બનાવવાની દિશામાં કામગીરી ચાલી રહી છે. આવતીકાલથી ૨૦૧ જેટલી ટ્રેનો ઉધના રેલવે સ્ટેશન પરથી આવાગમન થશે. આ કામગીરીની સમીક્ષા કરવા પશ્રિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી વિનીત અભિષેક ગઈકાલે સુરત આવ્યાં હતા અને સુરત રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નં.૨-૩ની રિડેવલપમેન્ટની કામગીરીને પગલે ઉધના રેલવે સ્ટેશન ઉપર ડ્રાયવર્ટ કરાયેલી ટ્રેનોને પગલે મુસાફરોને અસુવિધા ન થાય એ માટે મુખ્ય જનસંપર્ક અધિકારી વિનીત અભિષેકે ક્યુઆર કોડ જાહેર કર્યો હતો. મુખ્ય જનસંપર્ક અધિકારી વિનીત અભિષેકે જણાવ્યું હતું કે સુરત રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ-૨ અને ૩ એ ૮મી જાન્યુઆરીથી ૬૦ દિવસ માટે ટ્રેન વ્યવહાર બંધ રાખવામાં આવ્યા છે. તેને…
તિબેટ,તા.૭ ભારત અને નેપાળ સહિત ત્રણ દેશોમાં મંગળવારે (સાતમી જાન્યુઆરી) વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેપાળમાં ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૭.૧ રહી. ભારતમાં પણ દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, બંગાળ અને સિક્કિમમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. તિબેટમાં બે જ કલાકમાં સાત વખત ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જેમાં ૫૩ લોકોના મૃત્યુ નિપજ્યા છે, જ્યારે ૬૨થી વધુ ઈજાગ્રસ્ત થયા હતા. અહેવાલો અનુસાર, ભૂકંપ સવારે લગભગ ૬.૫૨ કલાકે આવ્યો હતો. નેપાળના કાઠમંડુ, ધાડિંગ, સિંધુપાલચોક, કાવરે, મકવાનપુર અને અન્ય ઘણાં જિલ્લાઓમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ઉત્તર ભારતના ઘણાં શહેરોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા, જાે કે, ભારતમાંથી હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી.
નવી દિલ્હી,તા.૭ દિલ્હીની વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર કરી દેવામાં આવી છે. આગામી ૫ ફેબ્રુઆરીએ ચૂંટણી માટે મતદાન યોજાશે જ્યારે કે તેના બે દિવસ બાદ તારીખ ૮ ફેબ્રુઆરીના રોજ તેની મતગણતરી યોજવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, દિલ્હી વિધાનસભાનો કાર્યકાળ ૨૩ ફેબ્રુઆરીએ પૂરો થઈ રહ્યો છે. આ અંગે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે. ચૂંટણી પંચ દિલ્હીના વિજ્ઞાન ભવનમાં ચૂંટણીની તારીખોની જાહેરાત કરી છે.મહત્વનું છે કે, વર્ષ ૨૦૨૦માં ૬ જાન્યુઆરીએ ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી હતી. ૮ ફેબ્રુઆરીએ મતદાન થયા બાદ ૧૧ ફેબ્રુઆરીએ મતોની ગણતરી કરવામાં આવી હતી. જેમાં આમ આદમી પાર્ટીને બમ્પર જીત મળી હતી. ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ દિલ્હીની કુલ…
સુરત, તા.૭ ડુમસ – વાટા, ગવિયર માં ૧૩૫ બોગસ પ્રોપર્ટી કાર્ડ બનાવી કરોડોની જમીન કૌભાંડ આચરનાર સમૃદ્ધિ કોર્પોરેશન સહિતના આરોપીઓના આ મસમોટા કૌભાંડમાં રોજ બ રોજ નવા-નવા ફણગાં ફૂટી રહ્યા છે. વાટા – ગવિયર સહિતની વિવાદી જમીનની ઇમ્પેક્ટ ફાઈલો મંજુર કરી દેવામાં આવી હતી. આ સાથે આ વિવાદી જમીનમાં બોગસ પ્રોપર્ટી કાર્ડ ના આધારે અઠવા ઝોન દ્વારા વેરાબિલ પણ બનાવી દેવાયા હોવાનું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. આ અંગે મળતી વિગત મુજબ આ વિવાદી જમીનના બબ્બે વેરાબિલ બન્યા હોવાનું કહેવાય છે. એક વેરાબિલ ખેતી તરીકે અને બીજું વેરાબિલ બિન ખેતી તરીકે આવી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે ફરિયાદી આઝાદ…
(સિટી ટુડે) સુરત,તા.૦૬ સુરત શહેર પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલૌત નાઓએ રાંદેર વિસ્તારમાં એક વ્યક્તિનુ અજાણ્યા લોકો દ્વારા અપહરણ કરી તેની પાસેથી જબ્બરજસ્તીથી ૩૨,૦૭૧ યુએસડીટી તથા રૂ.,૧૮,૦૦૦/-ની લુંટના ગુનામાં સંડોવાયેલ આરોપીઓને ઝડપી પાડવા સુચના આપેલ જે સુચના અનુસાર સંયુક્ત પોલીસ કમિશ્નર રાઘેવન્દ્ર વત્સ ક્રાઈમ, નાયબ પોલીસ કમિશ્નર રાજદિપસિંહ નકુમ એસ.ઓ.જી., નાઓના માર્ગદર્શન હેઠળ સુરત શહેર એસ.ઓ.જી., દ્વારા નીચે મુજબની કામગીરી કરવામાં આવેલ છે. રાંદેર પો.સ્ટે. એ પાર્ટ ૧૧૨૧૦૦૫૦૨૪૧૫૪૯/૨૦૨૪ ભારતીય ન્યાય સંહિતા (બી.એન.એસ.) -૨૦૨૩ ની કલમ- ૩૦૯(૬), ૧૧૧, ૩૧૦(૨) ૧૪૦(૩), ૩(૫), ૬૧(૨), ૩૫૧ (૩), તથા જી.પી.એક્ટ કલમ-૧૩૫ મુજબના લુંટના ગુન્હામાં સંડોવાયેલ આરોપી (૧) કૈલાશ ઉર્ફે કેલીયા આધાર પાટીલ (૨) દયાવાન ઉર્ફે બંટી…
સુરત, તા.૬ સુરતમાં ખોટા પ્રોપર્ટીકાર્ડ બનાવવાના કેસમાં તપાસ તેજ બની છે. એન.એ.કર્યા વિના જ સ્કીમ બનાવી પ્રોપર્ટીકાર્ડ બનાવી દેવાયા હતા. ત્યારે જમીન કૌભાંડ અંગે ડીઆઇજી ચૈતન્ય માંડલિક બોલ્યા છે. તેમણે કહ્યું કે, ખોટા પ્રોપર્ટીકાર્ડ બન્યાની સુરતમાં ફરિયાદ મળી હતી અને અમદાવાદમાં કેસની પ્રાથમિક તપાસ થયેલી છે ડીઆઇજી ચૈતન્ય માંડલિક કહ્યું કે, ”આઝાદ રામોલિયાની જમીન સુરતના ડુમ્મસમાં આવેલી છે અને એન.એ.થયા વિના જ સ્કીમ બનાવી દેવાઈ અને પ્રોપર્ટીકાર્ડ પણ બની ગયા અને સાયલન્ટ ઝોન નામની સોસાયટી પણ બની હતી” અત્રે જણાવીએ કે, ૨૫૦૦ કરોડની જમીનમાં ૩૦૦ જેટલા પ્રોપર્ટીકાર્ડ બનાવી દેવાયા હતાં. સુરતમાં સાયલન્ટ ઝોનની સ્કીમ માટે કરોડોની જમીનના બોગસ પ્રોપર્ટી કાર્ડ…
બેંગલુરુ, તા.૬ દુનિયાભરમાં દહેશત મચાવી ચૂકેલી મહામારી કોવિડ ૧૯ બાદ હવે એચએમપીવી નામનો નવો વાયરસ દહેશત મચાવી રહ્યો છે જેણે હાલમાં જ ચીનમાં દસ્તક આપી. હવે ભારતમાં પણ આ બીમારીએ પગપેસારો કરી લીધો છે. એક જ દિવસમાં બે કેસ સામે આવતા ચિંતા પ્રસરી છે. ૮ મહિનાની બાળકી અને ૩ માસનું બાળક આ વાયરસની ઝપેટમાં આવ્યા હોવાનું કહેવાય છે. દક્ષિણ ભારતીય રાજ્ય કર્ણાટકના પાટનગર બેંગ્લુરુની એક હોસ્પિટલમાં આઠ મહિનાની બાળકીમાં એચએમપી વાયરસ મળી આવ્યો છે. સ્વાસ્થ્ય વિભાગનું કહેવું છે કે અમે અમારી લેબમાં તેનો ટેસ્ટ કર્યો નથી. એક ખાનગી હોસ્પિટલમાં તેના કેસ અંગે રિપોર્ટ આવ્યો છે. ખાનગી હોસ્પિટલના આ રિપોર્ટ પર…
