Author: City Today Daily

સુરત, તા.૨૮ શહેરમાં સતત વધી રહેલા ગુનાખોરીના કિસ્સાઓ વચ્ચે, પાંડેસરા અને ઉધના વિસ્તારમાં થયેલી ગંભીર ઘટનાઓએ શહેરમાં ચકચાર મચાવી છે. આ બંને ઘટનાઓમાં જ્યાં એક તરફ જૂની અદાવતના કારણે યુવકની જીવલેણ હત્યા કરવામાં આવી, ત્યાં બીજી તરફ બીઆરટીએસ બસમાં તોડફોડ કરનારા શખ્સોએ લોકોને ગભરાવી દીધા હતા. આ બંને કિસ્સામાં પોલીસે કડક કાર્યવાહી કરતા આરોપીઓના વિસ્તારમાં સરઘસ કાઢી કાયદાનો પાઠ ભણાવ્યો હતો. પાંડેસરા વિસ્તારમાં ૨૬ ડિસેમ્બરની રાત્રે એક જઘન્ય હત્યાનો બનાવ બન્યો હતો. ૨૬ વર્ષના દિપક રવિન્દ્ર સાવની પાંચ શખ્સોએ મળીને કાતર વડે હત્યા કરી નાખી હતી. હુમલામાં દિપકના ગળા, છાતી, પીઠ અને મોઢા પર ઘાતક ઘા મરાયા હતા. ઘટના દરમિયાન…

Read More

સુરત, તા.૨૮ સુરત શહેરમાં ખાદ્ય તેલના વધતા ભાવ વચ્ચે ચાલતા ટેમ્પોમાંથી તેલની ચોરીના કિસ્સાઓ વધી રહ્યા છે. આ ચોરી માટે ચોરોએ અનોખી રીત અપનાવી છે. તેઓ ચાલતા ટેમ્પોની પાછળ ચડીને સ્ટંટ કરીને તેલના ડબ્બા અને બોક્સ ચોરી કરે છે. તાજેતરમાં સામે આવેલી બે ઘટનાએ ખાદ્ય તેલના ડીલરો અને ટ્રાન્સપોર્ટર્સને ચોંકાવી દીધા છે. રાંદેર વિસ્તારમાં તિરુપતિ કપાસિયા તેલના ટેમ્પોમાંથી ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. ચોર એક ચાલતા ટેમ્પાની પાછળ ચડીને તેમાંથી ૨૪ લીટર તેલના બે બોક્સ ચોરી કરી જતા દેખાયો. આ બોક્સમાં કુલ ૧૨-૧૨ લીટર તેલના પાઉચ હતા. ફૂટેજમાં સ્પષ્ટ જાેવા મળે છે કે, કેવી રીતે ચોર આરામથી ટેમ્પો પર…

Read More

નવી દિલ્હી, તા.૨૮ પૂર્વ પ્રધાનમંત્રી ડો. મનમોહન સિંહના આજે પૂરા રાજકીય સન્માન સાથે દિલ્હીના નિગમ બોધ ઘાટ પર અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. મનમોહન સિંહના અંતિમ સંસ્કાર વખતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, પીએમ નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, અને રક્ષામંત્રી રાજનાથ સિંહ, લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંદી, ઓમ બિરલા પણ હાજર રહ્યા. આ પહેલા નવી દિલ્હી સ્થિત તેમના નિવાસ સ્થાને તેમને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ તેમનું પાર્થિક શરીર કોંગ્રેસ હેડક્વાર્ટર લાવવામાં આવ્યું હતું. જ્યાં પૂર્વ પીએમ ડો. મનમોહન સિંહના પત્ની ગુરુશરણ કૌર અને તેમના પુત્રી દમનસિંહએ એઆઈસીસી હેડક્વાર્ટરમાં તેમને અંતિમ શ્રદ્ધાંજલિ આપી. પૂર્વ પીએમ મનમોહન સિંહના રાજકીય…

Read More

(સિટી ટુડે) સુરત,તા.૨૭ સુરત શહેરમાં ચાલતા મનપા સંચાલીત પેન્ડ પાર્કમાં ચાલતા બેફામ ઉઘરાણા અને ગોબાચારીનો વિવાદ સહિતની ફરીયાદો તથા ફરીયાદો બાદ રંગેહાથે પકડાયેલા કોન્ટ્રાક્ટરના સંચાલકોની સામે ભરાયેલા પગલા બાદ પણ કોન્ટ્રાક્ટરોના સંચાલકો સુધરવાનું નામ લેતા નથી. લાલગેટ સ્થિત આવેલ મનપા સંચાલતી પે એન્ડ પાર્કમાં ચાલતા ઉઘરાણા અને કારની આગળ આવેલ વાયપર પર સમય લખી આંગળીઓ પર ગણી કલાકો બતાવી બેફામ ઉઘરાણા કરતા કોન્ટ્રાક્ટરો કલાકના ૫૦ રૂપિયા પેટે ઉઘરાણો કર્યા બાદ સુરત રેલ્વે સ્ટેશન પર આવેલ મનપા સંચાલીત પે એન્ડ પાર્ક પર ટેન્ડરના નીતિ નિયમ નેવે મુકી ઉઘાડી લૂંટ કરવામાં આવતા હોવાની પણ ફરીયાદો ઉઠ્યા બાદ ગતરોજ તંત્ર દ્વારા ચેકિંગ પણ…

Read More

સુરત, તા.૨૭ સુરતના સરથાણામાં એક દીકરાએ સમગ્ર પરિવાર પર ઘાતકી હુમલો કર્યો છે. સ્મિત જીવાણી નામના યુવકે પત્ની-બાળકનાં ચપ્પાથી ગળાં કાપી હત્યા કરી નાખી તથા માતા-પિતાને પણ ચપ્પાના ઘા માર્યા. આ ઘટનાને અંજામ આપ્યા બાદ તેણે પોતે પણ ગળાના ભાગે ચપ્પુ મારી આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. હાલ તો માતા-પિતા અને હુમલો કરનાર સ્મિત હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. સરથાણા પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે સ્મિમેર હોસ્પિટલ ખસેડ્યા છે. ઉલ્લેખનીય છે કે પારિવારિક મનદુઃખના કારણે ઘરમાં ઝઘડો ચાલતો હતો, જેને લઇને આ કરુણ ઘટના બની હોવાનું ચર્ચાઇ રહ્યું છે. પરિવાર મૂળ અમરેલીના સાવરકુંડલાનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. ઘટનાના હાલ એક…

Read More

સુરત, તા.૨૭ ૩૧જંની ઉજવણી પહેલાં સુરત પોલીસ એક્શન મોડમાં આવી છે. છેલ્લાં ૩ વર્ષમાં અલગ-અલગ ગુનામાં પકડાયેલા અને જેમની સામે પાસાની કાર્યવાહી થઈ છે તેવા ૫૦૦ લોકોને પોલીસે પરેડ ગ્રાઉન્ડ પર એકત્ર કરીને તેમનો ક્લાસ લીધો હતો. આ દરમિયાન પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોતે તમામ આરોપીઓને ચેતવણી આપતાં કહ્યું હતું કે કોઇના ઝઘડા વચ્ચે પડ્યા તો એ તો જશે, સાથે તમે પણ મરી જવાના છો. તમને લોકોને છેલ્લી તક આપવામાં આવી રહી છે. સુરતના લોકોને હેરાનગતિ થઈ તો તમારું આવી બનશે. છેલ્લાં ૩ વર્ષમાં થયેલા રીઢા ગુનેગારોની ઓળખ પરેડ સુરત પરેડ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવી હતી. પોલીસ કમિશનર અનુપમ સિંહ…

Read More

નવી દિલ્હી, તા.૨૭ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું ૯૨ વર્ષની વયે અવસાન થયું છે. ગુરુવારે સાંજે બેહોશ થઈ જતાં તેમને દિલ્હી એમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમણે રાત્રે ૯.૫૧ વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા. તેમના પાર્થિવ દેહને તેમના ઘરે લાવવામાં આવ્યો છે, જ્યાં પૂર્વ પીએમના અંતિમ દર્શન માટે લોકોની ભીડ ઉમટી પડી હતી. મનમોહન સિંહના અંતિમ સંસ્કાર આવતીકાલે થઈ શકે છે. તેમની એક દીકરી અમેરિકાથી આવી રહી છે અને તેની રાહ જાેવાઈ રહી છે. તેમની એક દીકરી અમેરિકાથી આવી રહી છે અને તેની રાહ જાેવાઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજ નેતાઓએ તેમને…

Read More

સંભલ, તા.૨૭ ઉત્તરપ્રદેશના સંભલમાં ગત ૨૪ નવેમ્બરે શાહી જામા મસ્જિદમાં સર્વે દરમિયાન હિંસા ભડકી હતી. જેને લઈને તંત્રએ મોટો ર્નિણય લીધો છે. હવે શાહી જામા મસ્જિદની સામે ખાલી પડેલા મેદાનમાં નવી પોલીસ ચોકી બનાવવામાં આવશે. તેના માટે જગ્યા નક્કી કરવામાં આવી છે. એટલું જ નહીં એડિશનલ એસપી અને સીઓ શ્રીચંદ્રએ આ જગ્યાની માપણી કરી લીધી છે. સંભલના એડિશનલ એસપી શ્રીચંદ્રએ એક ખાનગી ન્યૂઝ ચેનલ સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું કે, ‘સુરક્ષાની દૃષ્ટિએ આ જગ્યા પર પોલીસ ચોકી બનવવાનો ર્નિણય લેવાયો છે. પોલીસ ચોકીનું નિર્માણ કાર્ય જલ્દીથી શરૂ કરી દેવાશે.’ જ્યારે પોલીસ ફોર્સની સાથે એએસપી જામા મસ્જિદની બહાર પહોંચ્યા તો મસ્જિદ કમિટી…

Read More

હૈદરાબાદ, તા.૨૬ લોકસભાની ચૂંટણી દરમિયાન કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે શરૂ થયેલો વિવાદ હવે વધુ ઉગ્ર બન્યો છે. દિલ્હી વિધાનસભાની ચૂંટણી અગાઉ દિલ્હી કોંગ્રેસના નેતા અજય માકને આમ આદમી પાર્ટી સરકાર સાથેના જાેડાણને ‘ભૂલ’ ગણાવી હતી. માકને જણાવ્યું હતું કે હવે આ ભૂલ સુધારવી જરૂરી છે. દિલ્હીમાં ૧૨ સૂત્રીય ‘શ્વેતપત્ર’ જાહેર કરતાં કોંગ્રેસે આમ આદમી પાર્ટી(આપ) અને ભાજપ પર પ્રદૂષણ, નાગરિક સુવિધાઓ અને કાયદો-વ્યવસ્થા જેવા વિવિધ મુદ્દાઓ પર તેમના કથિત અધુરા વચનો અને ગેરવ્યવસ્થાને લઈને નિશાન તાક્યું છે. એક પત્રકાર પરિષદમાં ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીના ખજાનચી અજય માકને આપ સંયોજક અરવિંદ કેજરીવાલ પર નિશાન તાકીને કહ્યું કે તેમની પાર્ટી…

Read More

નવી દિલ્હી, તા.૨૬ દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે તણાવ વધી ગયો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, હવે આમ આદમી પાર્ટી કોંગ્રેસને ઈન્ડિયા ગઠબંધનમાંથી બહાર કરવા માંગે છે. આ માટે તે અન્ય પક્ષો સાથે વાત કરશે. દિલ્હીના મુખ્યમંત્રી આતિશી અને આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા સંજય સિંહે આજે પત્રકાર પરિષદ કરીને કોંગ્રેસને ૨૪ કલાકનું અલ્ટિમેટમ આપ્યું છે. જાે કોંગ્રેસ અજય માકન સામે કાર્યવાહી નહીં કરે તો આપ નેતાઓ ઇન્ડિયાના અન્ય નેતાઓ સાથે વાત કરીને કોંગ્રેસને ગઠબંધનથી બાકાત કરવાની અપીલ કરશે. આપ નેતાઓમાં કોંગ્રેસને લઈને ભારે નારાજગી છે. જેના કારણે આપ કોંગ્રેસને ઈન્ડિયા ગઠબંધનમાંથી બહાર કરવા માટે અન્ય…

Read More