(સિટી ટુડે) અમદાવાદ, તા.૦૫
એક તરફ, વડોદરામાં વરસાદી પાણી ભરાયા હતાં ત્યારે સાહેબો મિટિંગો કરવામાં વ્યસ્ત હતા. લોકોને મદદરૂપ થવા આયોજન કરવામાં આવી રહ્યું છે તેવો દેખાડો કરાયો હતો. બીજી તરફ, વડોદરાવાસીઓ ભૂખ્યા હતા, પીવાના પાણી માટે તળવળતા હતાં. પણ વડોદરા ના નઘરોળ તંત્ર ની બેદરકારી જૂઓ. ફૂડ પેકેટ્સ અને પાણીની બોટલો અત્યારે સર્કિટ હાઉસમાં પડી રહી. ફૂડ પેકેટ્સ સડતા રહ્યા પણ લોકો ને પહોંચાડવામાં આવ્યા નહિ.
વડોદરામાં જયારે વિશ્વામિત્રીના પાણી ઘુસી ગયા ત્યારે શહેરમાં પૂર આવ્યું હતું. આખું શહેર પાણીમાં ગરકાવ થઇ ગયું હતું. ત્યારે સરકાર દ્વારા પૂરગ્રસ્ત માટે પાણીની બોટલ અને ચવાણું લોકો સુઘી પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. પરંતુ ક્યાંક ને ક્યાંક સરકાર દ્વારા જે વ્યવસ્થા કરવામાં આવી હતી તે લોકો સુધી પહોંચી ન હતી.
આખીય ઘટના નો યુથ કોંગ્રેસે પર્દાફાશ કર્યો હતો. કાર્યકારી પ્રમુખ પવન ગુપ્તાએ સર્કિટ હાઉસમાં જઈ ને જાેયું તો ખબર પડીકે,અસંખ્ય પાણીની બોટલ અને ચવાણાના પેકેટો પડ્યા હતા. ખુદ અધિકારીને પણ નથી ખબર કે આ વસ્તુ કોની માટે સરકારે વ્યવસ્થા કરી છે.
યુથ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ પવન ગુપ્તાએ કહ્યું, અધિકારી જવાબ નહીં આપે ત્યાં સુધી હું આ જગ્યા પરથી નહીં જાઉં.
શરમ કરો, વડોદરા તંત્રના ભ્રષ્ટ અધિકારીઓ. જનતાના પૈસાથી ખરીદેલા ફૂડ પેકેટ પણ તમે લોકોને પહોંચાડી શક્યા નહિ. એસી ચેમ્બરમાં બેસી ર્નિણય લેવાનું બંધ કરો. પોતાના બાળકોના તો પેટ ભરી દીધા પરંતુ શું તમને એ માસુમ બાળકોના મોઢા પણ આડા ન આવ્યા ? જે માસુમો પોતાના ઘરમાં ખાધા પીધા વગર પુરાયેલા હતા, એ માબાપ પર શું વીતી હશે જે પોતાના બાળકો માટે ભોજન અને પાણીની પણ વ્યવસ્થા ના કરી શક્યા. આ ઘટના ને પગલે વડોદરાના તંત્ર પર ફીટકાર વરસી રહીછે.
