સુરત, તા.૦૬
સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ વિવાદોનો મધપૂડો બની ગયું હોય એવું સામે આવી રહ્યું છે.સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર વાહન પાર્કિંગ કોન્ટ્રેક્ટ બાદ તમામ વિવાદો સામે આવી રહ્યા છે. રિક્ષાને નો એન્ટ્રી, પાર્કિંગ અને એન્ટ્રી એક્ઝિટના બે ચાર્જ અલગ-અલગ વસૂલીને આવનારા મુસાફરો સાથે ઉઘાડી લૂંટ કરવામાં આવતી હોય એવાં દૃશ્યો સામે આવ્યાં છે. આ સાથે જ સમયાંતરે ખાનગી કેબચાલકો દ્વારા પણ મનમાની કરવામાં આવતી હોવાના આક્ષેપો થતા રહે છે. સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એન્ટ્રી કરી ત્યારે પરપોતા ગેટ પર જ રિક્ષાને નો એન્ટ્રી અને જાે એરપોર્ટની અંદર રિક્ષાચાલક પ્રવેશ કરે તો ૫૦૦ રૂપિયાનો દંડ કરવાનું નોટિસ બોર્ડ લગાવવામાં આવ્યું હોવાનું દૃશ્ય કેમેરામાં કેદ થયું હતું. આ પહેલાં પણ રિક્ષાચાલકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને રેલી કાઢીને એરપોર્ટની અંદર રિક્ષા સ્ટેન્ડ આપવા માટે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી.
સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટની અંદર જતાં જ નવા પાર્કિંગ કોન્ટ્રેક્ટર એ.એસ. મલ્ટી સર્વિસીઝ દ્વારા એન્ટ્રી બૂથ લગાવવામાં આવ્યું છે. ક્યાંથી એક એન્ટ્રી ટોકન લેવાનું હોય છે. આ સાથે જ એરપોર્ટ પર પ્રવેશ કર્યાનો ટાઈમ પણ આ ટોકનમાં રજિસ્ટર થઈ જાય છે. ત્યાર બાદ પાર્કિંગ તરફ ગયા હતા અને ત્યાં થોડો સમય રહ્યા બાદ એક્ઝિટ લીધી હતી. નવ મિનિટ સુધી ચાર્જ આપવાનો રહેતો નથી. જાેકે ૨૦ મિનિટ થઈ ગઈ હોઈ બાઇકચાલક પાસેથી ૧૦નો ચાર્જ વસૂલવામાં આવ્યો હતો.
હવાઈ મુસાફરી કરતા કારચાલકો જ્યારે સુરત એરપોર્ટ પર આવે છે ત્યારે એન્ટ્રી લીધા બાદ પાર્કિંગમાં કાર હોવાથી તેમની પાસેથી પાર્કિંગ અને સુરત એરપોર્ટ પરથી બહાર નીકળતા સમયે એક ચાર્જ એમ બે અલગ અલગ ચાર્જ વસૂલવામાં આવે છે. જ્યારે એરપોર્ટ પરથી બહાર નીકળતા સમયે રાખવામાં આવેલા બૂથ પર જ્યારે એક્ઝિટ ચાર્જ વસૂલીને રસીદ આપવામાં આવે છે. જાેકે આ કામગીરી દરમિયાન એકથી બે મિનિટ જેટલો થઈ જાય છે. એરપોર્ટ પરથી બહાર નીકળવાના રસ્તા પર મૂકવામાં આવેલા આ બૂથના કારણે અને ચાર્જ વસૂલી રસીદ આપવાના જે સમય છે એ વધુ લેવામાં આવે છે. એના કારણે સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર બહાર નીકળવાના રસ્તાઓ પર વાહનોની લાઈનો લાગી જાય છે. આ વાહનચાલકો એના નિર્ધારિત સમયમાં જ બહાર નીકળી જવાનો પ્રયાસ કરતા હોય છે, જાેકે આ વાહનોની લાઈનને કારણે તેમને ચાર્જ આપવો જ પડે છે.