ઇમરાન ખેડાવાલાનું ટિ્વટ, ગુજરાતની શાંતિ ડહોળવા ઈચ્છુક તત્વોને ગૃહમંત્રી સવારનો સૂરજ ઉગે તે પહેલા પકડશે ખરાં?
(સિટી ટુડે) અમદાવાદ, તા.૧૨
વકફ સંશોધન બિલ લોકસભામાં પાસ થઈ શક્યું નથી. હાલ આ બિલ જેપીસી સમક્ષ રજૂ કરાયું છે. એટલું જ નહીં પણ મુસ્લિમ સમુદાયના અભિપ્રાય માંગવામાં આવ્યા છે. લોકો પોતાના વાંધા વચનો, સૂચનો કમિટી રજૂ કરી રહ્યા છે.
દરમિયાન, આજે બપોરે ગાંધીનગર ખાતે જુના સચિવાલય ખાતા આવેલી ગુજરાત વર્ક બોર્ડના કાર્યાલયમાં બજરંગ દળ ના કેટલાક કાર્યકરો ઘૂસી ગયા હતા. તેમણે કાર્યાલયમાં હાજર અધિકારીઓને પૂછ્યું હતું કે,બોર્ડના ચેરમેન ક્યાં ગયા છે,અમારે તેમનો ઇન્ટરવ્યૂ લેવો છે,એમની પૂછપરછ કરવી છે. આ સાંભળીને કારેલાના અધિક શકે એવો જવાબ આપ્યો હતો કે, ચેરમેન સાહેબ હાજર નથી જ્યારે સીઈઓ ની જગ્યા ખાલી પડી છે.
આ સાંભળી બજરંગના કાર્યકરોએ વકફ બોર્ડની ઓફિસની તિજાેરી પર વકફ બિલ ની વિરોધમાં બિલ કરવા માટેના સ્કેનર ચોંટાડી દીધા હતા. વાત આટલી થી અટકી નહીં પણ કાર્યકરોએ વકફ બોર્ડની ઓફિસના મુખ્ય દરવાજા ઉપર પણ સ્કેનરો લગાવી વકફ બિલ વિરુદ્ધ સૂત્રોચાર કર્યા હતા. આ ઘટનાને પગલે કાર્યાલયના અધિક્ષકે ગાંધીનગર સેક્ટર ૭ પોલીસ સ્ટેશનને લેખિતમાં જાણ કરી કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી હતી.
આ ઘટનાની ગૃહમંત્રીના પણ જાણ કરવામાં આવી હતી.
આ ઘટના અંગે વખત વકફ બોર્ડ બોર્ડના સભ્ય અને ધારાસભ ઇમરાન ખેડા વાલા એ ટિ્વટ કર્યુ કે, ગુજરાતમાં ગણેશ ચતુર્થી અને મિલાદના તહેવારોના સમયે ગુજરાતમાં શાંતિ ડહોળનારા તત્વોને? સવારનો સુરજ ઉગે તે પહેલા ગૃહ મંત્રી પકડશે ખરા… તેમણે એવી પણ પ્રતિક્રિયા આપી કે, વક્ફ સંશોધન બિલ અંગે જેપીસીએ મુસ્લિમ સમુદાય પાસે અભિપ્રાય માંગવામાં આવ્યો છે. ત્યારે ગુજરાત બોર્ડની ઓફિસે આવું કૃત્ય કરવા પાછળનું કારણ શું?. આવી ઘટનાને પગલે બે સમુદાયો વચ્ચે તણાવ ઊભો થાય છે નામે સરકારે કડકમાં કડક પગલાં ભરવા જાેઈએ. આ ઘટના પરથી એ પણ ફલિત થાય છે કે હવે ગુજરાતમાં સરકારી કચેરીઓ પણ સલામત રહી નથી.