(સિટી ટુડે) સુરત,તા.૨૭
થોડાક દિવસ અગાઉ સુરતમાં બનેલી ગણેશ પંડાળવાળી ઘટના બાદ પોલીસ દ્વારા આરોપીઓની ધરપકડ કરી આરોપીઓને લાજપોર જેલમાં મોકલ્યા બાદ આરોપીઓ સાથે જેલમાં થયેલી મારમારી અને અમનસ્વી ઘટના બાદ ભારે ચકચાર મચી હતી. સુરત કોર્ટ દ્વારા આરોપીઓના વકીલ મારફતે કરાયેલી ફરીયાદ બાદ કોર્ટે નોંધ લીધી હતી. જેના પગલે મુસ્લિમ સમાજમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા.
અમદાવાદના પુર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ એ‘સિટી ટુડે’ને જણાવ્યું હતું કે, આ મામલામાં લાજપોર જેલના તંત્ર અને રાજ્યના ગૃહમંત્રીની જવાબદારી હોવાથી ગૃહમંત્રીએ રાજીનામું આપવું જાેઇએ અને વધુમાં જણાવ્યું હતુ કે, લાજપોર જેલમાં બનેલી ઘટના ખુબ શરમજનક છે આ મામલામાં ગુજરાતમાં વર્ષોથી ભાજપની સરકાર હોવા છતાં બળાત્કાર – રેપ જેવી ગંભીર ઘટનાઓમાં સતત વધારો થઇ રહ્યો છે. સરકાર ગુનેગારોને ડામવા નિષ્ફળ રહી છે. સુરતમાં બનેલી ઘટનામાં પોલીસ દ્વારા આરોપીઓની ધરપકડમાં ભેદભાવ કરવામાં આવ્યો છે. સોશિયલ મિડીયા પર ફરતા વિડીયોએ સુરત પોલીસની પોલ ખોલી નાંખી છે. પોલીસ શાસકપક્ષના દબાવમાં આવીને કામ કરતી હોવાનું પણ આક્ષેપ કરવામાં આવ્યું છે.
સુરતના ધારાસભ્ય કાંતિ બલરે વિવાદીત ભાષણ આપી ખુલ્લેઆમ મુસ્લિમ સમાજને ટાર્ગેટ કરવામાં આવ્યો હતો છતાં તેમના સામે પગલા લેવામાં આવ્યા કેમ નહિં.
સુરત ઉગે તે પહેલા તમામ આરોપીઓને પકડી લેવાની વાત કરનાર હર્ષ સંઘવીની પોલીસે આરોપીને પકડવામાં કેવા ભેદભાવો કર્યા છે તે સમગ્ર ઘટના ઉજાગર થઇ છે.