(સિટી ટુડે) સુરત,તા.૨૭
અડાજણ વિસ્તારમાં ‘એક કા ડબલ’ની સ્કિમ કરનારાઓ એટલી હદે બેફામ બન્યા છે કે, હવાલાના નામે અનેક લોકોને છેતરી તેમના બેંક એકાઉન્ટો ખાલી કરી રહ્યા છે. ખાસ કરીને હવાલા અને યુએસડીટીના નામે લોકો પાસેથી લાખો કરોડો રૂપિયા ઉસેટ્યા બાદ હાથ ઉંચા કરી છેતરપીંડી કરાઇ રહી છે.
ભોગ બનનારાઓ પોતે ગેરકાયદેસર કામમાં ભાગીદાર હોવાથી ફરીયાદ કરવા પોતે આગળ નહિં આવતા આવા કૌભાંડીઓને મોકળું મેદાન મળી જાય છે. સુરતના અડાજણ વિસ્તારમાં બિલાડીના ટોપની જેમ ફુટી નીકળેલા હવાલાબાજાે અને યુએસડીટીના વેપારી બની ફરી રહેલા આ કૌભાંડીઓ સામે તંત્ર વોચ ગોઠવી હોવાનું જાણવા મળી રહ્યું છે. હાદી અને નવાઝ નામના કૌભાંડીઓએ ૧૬થી વધુ લોકોની ટીમ બનાવી આ સમગ્ર ઓપરેશનને પાર પડાઇ રહ્યું છે જેમાં હાદીનો ખાસ ગણાતો નવાઝ પણ આ સમગ્ર કૌભાંડમાં મુખ્ય ભુમિકા ભજવી રહ્યો છે.
છેલ્લા કેટલાક મહિનાઓમાં આ કૌભાંડીઓ કોના કોના સંપર્કમાં આવ્યા અને કેટલા કરોડો રૂપિયાનો હવાલો અન્ય દેશોમાં ફરાવ્યો તે અંગે તપાસ શરૂ થઇ હોવાનું ચર્ચાઇ રહ્યું છે.