મુંબઈ, તા.૧૩
મુંબઈમાં શનિવાર મોડી રાતે એનસીપી નેતા અને મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી બાબા સિદ્દિકીની ગોળી મારી હત્યા કરી દેવામાં આવી હતી. બાંદ્રા પૂર્વમાં તેના પર અનેક રાઉન્ડ ફાયરિંગ થયુ હતું. જેમાં બે ગોળી વાગી જતાં તાત્કાલિક લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ ત્યાં તેમનું મોત નીપજ્યું હતું. આ ઘટના મુદ્દે વિપક્ષે સરકાર પર પ્રહારો અને આક્ષેપો કર્યા છે, રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા પર સવાલો ઉઠાવ્યા છે. જાે કે, મુખ્યમંત્રી એકનાથ શિંદેએ આ મામલે દોષિતોને આકરીથી આકરી સજા આપવાનું વચન આપ્યું છે.
લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ પણ આ ભયાવહ ઘટના અંગે કહ્યું કે, મહારાષ્ટ્રમાં કાયદો અને વ્યવસ્થા સંપૂર્ણપણે ધ્વસ્ત થઈ રહી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ પર લખ્યું હતું કે, બાબા સિદ્દિકીનું નિધન ચોંકાવનારૂં અને દુઃખદ છે. આ કપરાં સમયમાં મારી સંવેદનાઓ તેમના પરિવાર સાથે છે. આ ભયાનક ઘટના મહારાષ્ટ્રમાં કાયદો અને વ્યવસ્થા સંપૂર્ણપણે ધ્વસ્ત થઈ રહ્યા છે. સરકારે જવાબદારી લેવી જાેઈએ અને ન્યાય મળવો જાેઈએ. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ બાબા સિદ્દિકીના પરિવારને ન્યાય આપવા માગ કરી છે. ન્યાય મળવો જાેઈએ અને દોષિતોને ઝડપથી સજા આપવી જાેઈએ. મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી બાબા સિદ્દિકીનું દુઃખદ નિધન સ્તબ્ધ કરનારૂં છે. આ દુઃખની ઘડીમાં તેમના પરિવાર, મિત્રો અને સમર્થકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરૂ છું. ન્યાય સુનિશ્ચિત કરવો જાેઈએ અને વર્તમાન મહારાષ્ટ્ર સરકારે આ મામલે ઊંડી તપાસ કરવાના આદેશ સાથે દોષિતોને ઝડપથી સજા આપવાની બાંયેધરી આપવી જાેઈએ. તે જવાબદેહી સર્વોપરિ છે. બાબા સિદ્દિકીની હત્યા પર ચીફ અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે આ ઘટના મહારાષ્ટ્રમાં કાયદો અને વ્યવસ્થાની કથળેલી સ્થિતિ દર્શાવે છે.