મુંબઈ, તા. ૩૦
મહારાષ્ટ્રના રાજકારણમાં હવે ખુલ્લેઆમ દાવાઓ સામે આવી રહ્યા છે. શિવસેનાના નેતા અને પ્રવક્તા સંજય શિરસાટે આજે ખુલ્લેઆમ કહ્યું છે કે તેમની પાર્ટી શિવસેના ગૃહ મંત્રાલય ઈચ્છે છે. એકનાથ શિંદેએ પણ આ જ માંગણી કરી છે. ગૃહ વિભાગની માંગ ગેરવાજબી નથી.
સંજય શિરસાટે કહ્યું કે જાે મુખ્યમંત્રી પદ ભાજપ પાસે જાય તો અમને ગૃહ મંત્રાલય જાેઈએ છે. જ્યારે એકનાથ શિંદે મુખ્યમંત્રી હતા ત્યારે અમે તેમને ગૃહ મંત્રાલય આપ્યું હતું. એકનાથ શિંદેના તેમના ગામ જવાના પ્રશ્ન પર સંજયે કહ્યું કે જ્યારે પણ મુખ્યમંત્રી કોઈ મોટો ર્નિણય લે છે અથવા તેમને માનસિક શાંતિની જરૂર હોય છે ત્યારે તેઓ તેમના ગામ જાય છે.નોંધનીય છે કે મહારાષ્ટ્રના રાજકારણમાં સીએમ પદ કોને મળશે તે અંગે અનેક અટકળો ચાલી રહી છે,
પરંતુ હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. સીએમ પદ અને મંત્રીઓની વહેંચણીમાં ફસાયેલા રાજકારણની વચ્ચે એકનાથ શિંદે પોતાના ગામ ગયા છે. આ અંગે તમામ પ્રકારની રાજકીય અટકળો પણ કરવામાં આવી રહી છે.
ભાજપ સામે ગઠબંધનના તમામ ઘટક પક્ષોની સહમતિથી આગળ વધવાનો પડકાર છે.શિંદે વિશે તેમની જ પાર્ટીના નેતાઓનું કહેવું છે કે જ્યારે પણ શિંદેને કોઈ મોટો ર્નિણય લેવો હોય ત્યારે તેઓ તેમના ગામ જાય છે. આવી સ્થિતિમાં મહારાષ્ટ્રના સીએમ પદને લઈને ચાલી રહેલા સસ્પેન્સ વચ્ચે શિંદેની ગામની મુલાકાત રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બની છે. લોકો એ જાણવા ઉત્સુક છે કે શિંદે શું મોટો ર્નિણય લેવા જઈ રહ્યા છે?બીજી તરફ, ભાજપ ટૂંક સમયમાં તેના ધારાસભ્ય દળના નેતાની જાહેરાત કરશે.
ત્યાર બાદ સરકાર રચવાનો રસ્તો સાફ થઈ શકે છે. અત્યાર સુધી જે માહિતી સામે આવી છે તે મુજબ શિંદે સાથે ડેપ્યુટી સીએમ પદને લઈને ચર્ચા થઈ છે, પરંતુ શિંદે ગૃહ મંત્રાલય જેવા ઘણા મહત્વપૂર્ણ મંત્રાલયોની માંગ કરી શકે છે. કારણ કે જ્યારે દેવેન્દ્ર ફડણવીસ રાજ્યમાં ડેપ્યુટી સીએમ હતા ત્યારે તેમની પાસે ગૃહ મંત્રાલય પણ હતું.
મહારાષ્ટ્રના કાર્યવાહક મુખ્યમંત્રી
એકનાથ શિંદેની તબિયત લથડી
મુંબઇ,તા.૩૦
મહારાષ્ટ્રના કાર્યવાહક મુખ્યમંત્રી એકનાથ શિંદેની તબિયત લથડી છે. આ પછી ડૉક્ટરોની ટીમને તેમના ઘરે બોલાવવામાં આવી છે. મળતી માહિતી મુજબ, સતારા સ્થિત પોતાના નિવાસસ્થાને રોકાયેલા મુખ્યમંત્રી એકનાથ શિંદેને તાવ છે. સતારાથી ડૉક્ટરોની એક ટીમ તેમના ઘરે પહોંચી છે અને તેમની સારવાર કરી રહી છે. તેમનું પૈતૃક ઘર સતારામાં છે, જ્યાં તેઓ રહે છે.મુખ્યમંત્રી એકનાથ શિંદે શુક્રવારથી શરદી અને વાયરલ તાવથી પીડિત છે. સવારથી તેમની તબિયત સારી નથી. તેઓ છેલ્લા એક મહિનાથી રાજ્યમાં ચૂંટણી પ્રવાસ અને સભાઓ કરવાના કારણે તેમની તબિયત બગડી છે. તેથી મુખ્યમંત્રી એકનાથ શિંદે આરામ કરવા ગામમાં ગયા છે. હાલમાં તેમને તાવ છે અને તેની સારવાર ચાલુ કરવામાં આવી છે.
દિલ્હીમાં અમિત શાહ સાથે મહાગઠબંધનની બેઠકમાં ભાગ લીધા બાદ એકનાથ શિંદે સીધા સતારામાં તેમના પૈતૃક નિવાસસ્થાને ગયા હતા. તેમણે કહ્યું કે, મુંબઈમાં મહાયુતિની બેઠક રદ કરવામાં આવી છે. આ પછી, એવી અટકળો વહેતી થઈ હતી કે તેઓ ગઠબંધનમાં મુખ્યમંત્રી પદને લઈને મડાગાંઠથી નારાજ છે. જાે કે, શિંદેની આગેવાની હેઠળની શિવસેનાએ આ દાવાઓને ફગાવી દીધા હતા અને સ્પષ્ટતા કરી હતી કે પક્ષના વડા અસ્વસ્થતા અનુભવી રહ્યા હતા અને તેથી તેમના ગામ ગયા હતા.