સુરતમાં હાલ પોલીસ વિભાગ યુએસડીટીના જુગારીઓને દબોચવા છટકો તૈયાર કરી ક્યારેય પણ ત્રાટકવા તૈયારી કરી રહી છે
(સિટી ટુડે) સુરત,તા.૧૫
સુરત શહેરમાં બિલાડીની ટોપની જેમ ફુટી નીકળેલા બોગસ યુએસડીટીના વેપારીઓએ ફ્લેશ યુએસડીટીના નામે સમગ્ર શહેરને બાનમા લીધું હોય તેમ રોજ બરોજ નવા નવા લોકોને છેતરી રહ્યા છે. જેમાં ખાસ કરીને નાણાવાટના માઝ અને સાબરીનગરના રીયાઝ બાદ હવે અડાજણના હબીબ અને મહેબુબે મુંબઇમાં અનેકલોકોને ફ્લેશ યુએસડીટી આપી મોટા પાયે કાંડ કર્યુ છે. જાેકે આ તમામ યુએસડીટીના બની બેસેલા બોગસ વેપારીઓ ઉપર પોલીસ વિભાગે ત્રાટકવાની તૈયારીઓ કરી હોવાનું પણ વાત જાણવા મળી છે.
એક્ટીવ સીમકાર્ડ અને બોગસ બેંક એકાઉન્ટના આધારે કરોડો રૂપિયાનું ગેમીંગ ફંડ જુદા જુદા એકાઉન્ટો જેમાં સેવિંગ એકાઉન્ટમાં ૨૦ લાખ રૂપિયા તથા કરન્ટ એકાઉન્ટમાં ૨-૩ કરોડ રૂપિયા ટ્રાન્સફર કરાવી બક્કલ ઉડાવતા હોવાનું બહાર આવી રહ્યું છે.
નાણાવાટના માઝ અને સાબરીનગરના રીયાઝ અને અડાજણના હબીબ અને મહેબુબના ત્રણેય મોબાઇલ નંબરોની ચકાસણી કરવામાં આવે તો અનેક ગેરકાયદેસરની પ્રવૃત્તિઓ બહાર આવે તેમ છે.