- શહેરમાં હવાલા કૌભાંડ કરનારાઓને અડધી રાત્રે આરટીજીએસના સામે રોકડા કરી આપતો સંજય અને સમીરની તપાસ થવી જરૂરી બની છે
- કેનેડા, દુબઇ, મલેશીયા જેવા દેશોમાં હવાલાનું રેકેટ ચલાવતો આસીફ હકીમે સુરતમાં કેટલા પ્રોજેક્ટ કર્યા?
(સિટી ટુડે) સુરત,તા.૧૮
ભાગતળાવમાં એસઓજીએ કરેલી રેડમાં મોટાપાયે હવાલા કાંડનો પર્દાફાશ થયો છે પણ સુરત શહેરમાં અન્ય કેટલાક હવાલા કૌભાંડીઓ હાલ પણ પોલીસની નજરથી દુર છે. જાે કે, સુરત પોલીસ કમિશનરે હવાલા કૌભાંડીઓને દબોચવા આદેશ આપી દીધો હોવાથી આસીફ હકીમ નામના હવાલા કૌભાંડીને ગણતરીના દિવસોમાં ધરદબોચવામાં સફળતા મળશે?
કેનેડા, દુબઇ, મલેશીયા જેવા દેશોમાં કમીશન પેટે હવાલાનો રેકેટ ચલાવનાર આસીફે સુરતના કોટ વિસ્તારમાં ગેરકાયદે બાંધકામમાં પણ હાથ આજમાવ્યું છે.
બીજી બાજુ, સંજય અને સમીર નામના ઇસમો દ્વારા આ તમામ હવાલા કૌભાંડીઓના ગેમીંગ ફંડ અને હવાલાના આરટીજીએસ મારફતે રોકડા રૂપિયા કરી આપતા હોવાનું પણ બહાર આવી રહ્યું છે.
રીંગરોડ પર આવેલ મેટ્રો ટાવરમાં શ્રોફની ઓફિસ ચલાવતા સંજય અને સમીરની તપાસ કરવામાં આવે તો મોટા પાયે હવાલા કૌભાંડીઓના કાળા ચીઠ્ઠાઓ બહાર આવે તેમ છે.