નવી દિલ્હી,તા.૩૦
અરવિંદ કેજરીવાલ પર ફરી એક વાર હુમલો થયો છે. ગ્રેટર કૈલાશમાં પદયાત્રા દરમ્યાન ત્યારે હોબાળો થઈ ગયો, જ્યારે એક યુવકે તેમના લિક્વિડ ફેંકી દીધું. બાદમાં જાણવા મળ્યું કે, તે પાણી છે. યુવકની દિલ્હી પોલીસે ધરપકડ કરી લીધી છે.
થોડા દિવસ પહેલા કેજરીવાલ સાથે પદયાત્રા દરમ્યાન જ ધક્કા મુક્કી થઈ હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે અને તેની સાથે પૂછપરછ ચાલી રહી છે. આ ઘટનાને લઈને આમ આદમી પાર્ટીએ ભાજપના કેટલાય ટોચના નેતાઓ પર આરોપ લગાવ્યા છે.
પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે અને તેની સાથે પૂછપરછ ચાલી રહી છે. આ ઘટનાને લઈને આમ આદમી પાર્ટીએ ભાજપના કેટલાય ટોચના નેતાઓ પર આરોપ લગાવ્યા છે. આ ઘટનાનો વીડિયો આમ આદમી પાર્ટીએ સોશિયલ મીડિયા પર શેર કરતા જ ભાજપે તેને ષડયંત્ર ગણાવ્યું છે.
આપને જણાવી દઈએ કે, દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દિલ્હીના ગ્રેટર કૈલાશમાં પદયાત્રા પર નીકળ્યા હતા. આ દરમ્યાન તેમની સાથે મોટી સંખ્યામાં સમર્થકો પણ હતા. પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલ આ પદયાત્રા દરમ્યાન લોકો સાથે હાથ મિલાવતા હતા. આ ભીડનો ફાયદો ઉઠાવી એક યુવક આવ્યો અને અચાનક પૂર્વ સીએમ પર તરલ પદાર્થ ફેંકી દીધું. આ દરમ્યાન અરવિંદ કેજરીવાલ સાથે ચાલી રહેલા લોકોએ આરોપી યુવકને દબોચી લીધો અને તેને બરાબરનો મેથીપાક આપ્યો હતો. બાદમાં બાદમાં ખુદ અરવિંદ કેજરીવાલે આરોપીને ભીડ પાસેથી છોડાવી સાથે ચાલી રહેલી પોલીસ ટીમને સોંપી દીધો હતો. બાદમાં પોલીસ આરોપીને પકડીને ચોકીએ લઈ ગઈ. જ્યાં તેની સાથે પૂછપરછ થઈ રહી છે. આ ઘટનાને લઈને આમ આદમી પાર્ટીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. તેમાં આમ આદમી પાર્ટીએ આ હુમલાને ભાજપનું ષડયંત્ર ગણાવ્યું અને ટોચના નેતાઓ પર પ્રહારો કર્યા હતા.