(સિટી ટુડે) સુરત,તા.૧૮
સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં આરોપી વિરૂધ્ધ ઈ.પી.કો. કલમ ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪,૧૮૮ થી તા.૨૧/૦૩/૨૦૦૮ નાં રોજ ગુનો નોંધાયેલ છે. મુજબનો ગુનો નોંધાયેલ છે. જેમાં કેસની ટુકમા હકીકત એવી રીતની હતી કે, આ કામના આરોપીઓએ એકબીજાની મદદગારીથી તા.૧૯/૦૩/૨૦૦૮ ના કલાક ૧૮/૦૦ વાગ્યાના સુમારે ઘર નં. ૩/૨૨૦૨ પીપરડી શેરી સલાબાતપુરાની સામે આ કામના સામાવાળા ફરીયાદી સાથે ગાળગલોચ કરી ઢીકક–મુકકીનો માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી તથા આરોપી નં. ૧,૩,૪, નાઓએ લાકડી વડે માર મારી ફરીયાદીને માથાંમાં, હાથ નાં ભાગે તેમજ પીઠનાં ભાગે ઈજા કરી ઘર ખાલી કરી દે તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી તથા મેં પોલીસ કમીશ્રનર ના હથિયારબંધીના જાહેરનામાં નો ભંગ કરી ગુનો કરેલ છે, જે મતલબની ફરીયાદ, ફરીયાદીએ આ કામના આરોપીઓ વિરૂધ્ધ સલાબતપુરા પો.સ્ટે.માં આપેલ. સદર કેસની ન્યાય કાર્યવાહી ચાલી જતા ફરીયાદ પક્ષ પોતાનો કેસ નિ શંક પણે પુરવાર કરેલ અને સદરહું કેસમાં નામદાર ૬ એડીશ્નલ જયુડીશિયલ મેજિસ્ટ્રેટ જજ વિ.ડી.દવે સાહેબ એ આરોપીઓને તકસીરવાન ઠરાવી ત્રણ માસની સાદી કેદ ની સજા તથા પ્રત્યેક આરોપીને રૂા. ૧૦૦૦/- દંડ કરવામાં આવેલ છે. સદરહુ કેસમાં ફરીયાદ પક્ષ તરફે સરકારી વિધવાન વકીલએ.પી.પી.એન.એ વસાવા તથા વિધવાન વકીલએમ.એમ. રંગરેજ ની દલીલોને ગ્રાહય રાખેલી હતી.
