TRAI DND 3.0ના નામથી એપની મદદથી તમે અજાણ્યા નંબરથી આવતા કોલ્સ અને મેસેજને બ્લોક કરી શકશો
નવી દિલ્હી, તા. ૧૮
ફ્રોડ અથવા છેતરપીંડી કરનારા કોલ્સથી છુટકારો અપાવવા માટે સરકારે વધુ એક ખાસ એપ લોન્ચ કરી છે. સરકારે થોડા સમય પહેલા TRAI DND 3.0 ના નામથી એક એપ રજૂ કરી હતી, જેની મદદથી તમે અજાણ્યા નંબરથી આવતા કોલ્સ અને મેસેજને બ્લોક કરી શકશો. પણ હવે દૂરસંચાર વિભાગે સંચાર સાથી એપના નામથી એક નવી એપ લોન્ચ કરી દીધી છે. જે સાઈબર ફ્રોડ, ફેક કોલ્સ અને મોબાઈલ સિક્યોરિટી સાથે જાેડાયેલી કેટલીય સમસ્યાઓનું હલ થઈ થશે.
આ એપને કેન્દ્રીય સંચાર વિકાસ મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ એક ખાસ પ્રોગ્રામમાં રજૂ કરી હતી.
આ એપ મોબાઈલ યુઝર્સને પોતાના ફોનમાંથી જ સાઈબર ક્રાઈમને ફરિયાદ નોંધાવવા અને મોબાઈલ સાથે જાેડાયેલી અન્ય કોઈ પણ સમસ્યા માટે ખાસ સુવિધા આપે છે.હકીકતમાં જાેઈએ તો, આ સંચાર સારથી એપનો ઉદ્દેશ્ય સ્માર્ટફોન યુઝર્સને સેફ અને અવેયર કરવાનું છે. આ અગાઉ ૨૦૨૩માં સરકારે સંચાર સાથી પોર્ટલ પણ લોન્ચ કર્યું હતું, જે ફેક કોલ્સ અને મેસેજની ફરિયાદ કરવા, ખોવાયેલા ડિવાઈસનો IMEI નંબર બ્લોક કરવા અને આધાર સાથે જાેડાયેલ મોબાઈલ નંબરની જાણકારી સહિતના કેટલાય કામોમાં મદદ કરે છે. હવે આ પોર્ટલનો ઉપયોગ તમે મોબાઈલ એપ દ્વારા કરી શકશો, જે આપનો સાચો સાથી બનશે.
