સુરત,તા.૧૦
શહેરના વરિયાવ વિસ્તારમાં બે વર્ષનો કેદાર ગટરની લાઈનનું ઢાંકણ તૂટેલું હોવાથી પડી ગયો હતો જેના કારણે તેનું મોત નીપજ્યું છે. આ બાબતને લઈને જવાબદાર અધિકારીઓને નોટિસ ફટકારી ખુલાસો માંગવામાં આવ્યો છે. જાેકે હવે સ્થાયી સમિતિ આ બાબતને ગંભીરતાથી લેતા તમામ ઝોનમાં કામગીરી કરવા માટે સૂચના આપી દીધી છે.
શહેરમાં અનેક જગ્યાએ ડ્રેનેજના ઢાંકણા ખુલ્લા અને તૂટી ગયેલા હોવાનો શાસકોએ સ્વીકાર કર્યો છે અને તાત્કાલીક સમારકામ કરવા તાકીદ કરી છે. શાસકો અને અધિકારીઓ જ્યાં સુધી કોઈ નિર્દોષ વ્યક્તિના જીવ ન જાય ત્યાં સુધી જાણે કામ ન કરવાનું નક્કી કરી લીધું હોય તેવું સુરત શહેરમાં જાેવા મળી રહ્યું છે.
ઘણી વખત સ્થાનિક લોકો પોતાના વિસ્તારમાં ગટરના ઢાંકણા થી લઈને ચેમ્બરોની ખરાબ સ્થિતિ અંગે ફરિયાદ કરતા હોય છે પરંતુ અધિકારીઓ આ બાબતને ગંભીરતાથી લેતા નથી સ્થાનિક કોર્પોરેટરો પણ આ ખાડા કામ કરતા હોય છે તાજેતરમાં જે રીતે કેદારનું મોત થયું ત્યારબાદ હવે શાસકો પણ શહેરના તમામ ઝોનની અંદર કામગીરી કરવા માટે સૂચના આપી રહ્યા છે.
સ્થાયી સમિતિના ચેરમેન રાજન પટેલે મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખીને ખુલ્લી ગટર અને ચેમ્બરોને કારણે કોઈપણ વ્યક્તિનો જ જઈ શકે છે. આવી ગંભીર બાબતને ધ્યાનમાં રાખીને તમામ ઝોનમાં ખુલ્લા તેમજ તૂટેલા હોય તેવા ચેમ્બરોને તાકીદના ધોરણે રીપેર કરી અથવા તો નવા બદલાવા અંગે કાર્યવાહી કરવા માટે મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખ્યો છે સાત દિવસની અંદર તમામ ઝોનના રિપોર્ટ તૈયાર કરીને કામગીરી યોગ્ય રીતે કરી છે કે કેમ તે સુનિશ્ચિત કરવા માટે કહેવામાં આવ્યું છે. શહેરમાં ગટરના ખુલ્લા ઢાંકણું ખેલ ખેલ જાેવા મળતા હોય છે જેને કારણે ઘણી વખત રાહદારીઓ અને વાહન ચાલકો પણ અકસ્માતના ભોગ બને છે તો ઘણી વખત બાળકોના મોત પણ નીપજતા હોય છે. આવી ઘટનાનું પુનરાવર્તન ન થાય તેના માટે પગલાં લેવા શાસકો ર્નિણય લઇ રહ્યા છે.
