- મકબુલ ડોક્ટર અને સોબાનને સીમકાર્ડ આપનાર અડાજણનો જીએસટી ચોર કોણ?
- મકબુલ ડોક્ટર અને બસ્સામે સંજય અને સમીરની બોગસ શ્રોફ પેઢી પરથી કેટલા કરોડ રૂપિયાનું આરટીજીએસ મારફતે રોકડા ઉપાડ્યા?
- બસ્સામને બોગસ સીમકાર્ડ અને બેંક એકાઉન્ટોની સગવડ કરી આપનાર સટ્ટાકિંગ હાલ પંચગનીમાં જલસા કરી રહ્યા હોવાની ચર્ચા
(સિટી ટુડે)સુરત,તા.૧૯
હાલ સુરત શહેરના સૌથી ચકચારીત ગણાતા ભાગાતળાવ સીંધીવાડથી પકડાયેલા હવાલા કાંડમાં મુખ્ય આરોપી બસ્સામ દેશ છોડી ભાગી ગયો હોવાની ચર્ચાઓ ચાલી રહી છે. બસ્સામ સાથે મિત્રતા રાખનાર તેના મિત્રો પણ હાલ ભુર્ગભમાં પેસી ગયા છે. હવાલા કાંડ સાથે સંકળાયેલા બસ્સામના મિત્રો જે મહિનામાં બે વાર દુબઇના આંટા ફેરા મારતા હતા અને સોશિયલ મીડિયા પર દુબઇના ફોટાઓ મુકી હબીબી હબીબીના સ્ટેટ્સો મુકતા હતા. જે તમામ સુરત છોડી પંચગની, મહાબલેશ્વર ભાગી ગયા હોવાનું જાણવા મળ્યું છે. બસ્સામને સીમ કાર્ડ અને બોગસ એકાઉન્ટની સગવડ કરી આપનાર જુનેદ અને સોબાનનું નામ સૌથી વધુ ચર્ચાએ ચઢ્યું છે. થોડાક સમય અગાઉ બસ્સામે કરોડો રૂપિયાની પાર્ટી ઉડાવ્યા હોવાની વાત પણ ચર્ચાઇ રહી છે. હાલમાં પણ સુરત શહેરના એક મોટા માથા ગણાતા ઇસમના કરોડો રૂપિયાનું બુચ મારતા સમગ્ર કૌભાંડનું પર્દાફાશ થયા હોવાનું પણ શહેરમાં ચર્ચાઇ રહ્યું છે. જાે કે, બસ્સામ હાલ ભારત છોડી વાયા દુબઇ-આફ્રિકા ભાગ્યા હોવાનું જાણવા મળ્યું છે. બસ્સામને સીમકાર્ડ અને બોગસ બેંક અકાઉન્ટનું સગવડ કરી આપનાર અન્ય મિત્રો હાલ પંચગનીમાં જલસા કરી રહ્યા હોવાનું લોકમુખે ચર્ચાઇ રહ્યું છે.