(સિટી ટુડે) સુરત,તા.૦૧
મોબાઇલના ધંધા સાથે સંકળાયેલા અમીન ભાવનગરવાળાએ મોબાઇલ ફોનના નામે કરોડો રૂપિયાના બોગસ બિલો બનાવ્યા જેમાં પાર્ટીની ડિટેઇલના જગ્યાએ માત્ર પાર્ટીના નામોનું ઉલ્લેખ કર્યુ જેમાં મોહસીન ખાન, રાજેશભાઇ, જયસિંહ રાસના, અર્જુનભાઇ, એસ.બી.બરોડાના નામે કરોડો રૂપિયાના બોગસ બિલો બનાવી આંગડીયા મારફતે રૂપિયા ઉપાડ્યા હોવાની વિગતો જાણવા મળી છે. જેમાં આઇફોન-૧૬ પ્રો ૨૬૫ જીબી ૧,૨૦,૦૦૦ રૂપિયા, આઇફોન-૧૬ પ્રો મેક્સ ૨૬૫ જીબી ૧,૩૩,૫૦૦ રૂપિયા, એસીડી એસ-૨૪ અલ્ટ્રા ૮૭,૦૦૦, એસીડી ઝેડ ફોલ્ડ-૬ ૫૧૨જીબી ૧,૨૭,૦૦૦, એસીડી ઝેડ ફોલ્ડ-૬ ૫૧૨જીબી ૧,૧૯,૦૦૦, આઇફોન ૧૫ પલ્સ ૭૫,૦૦૦ રૂપિયા આ રીતે કરોડો રૂપિયાના બોગસ બિલો બનાવી સરકારને ચુનો ચોડપ્યો છે. જીએસટી વિભાગ આ તમામ બિલો અને અમીન ભાવનગરવાળા સાથે સંકળાયેલા તમામ લોકોની વિગતવાર તપાસ કરે તો મોટા પાયે મસમોટું બોગસ બિલોનું કૌભાંડ બહાર આવે તેમ છે.