(સિટી ટુડે) સુરત,તા.૧૫
ગત તા. ૯/૧૨/૨૦૨૪ નાં રોજ રાત્રે ઉધના રેલ્વે સ્ટેશન ખાતે જી.આર.પી. પોલીસ કર્મી પ્રકાશભાઈ દ્વારા એક શ્રમિક આધેડવયનાં મુસ્લિમ રિક્ષા ચાલક સલીમભાઈ શાહ સાથે કરેલ અભદ્ર ભાષાનો ઉપયોગ તેમજ સલીમભાઈની દાઢી (સુન્નતે રસુલ)પર થી મુસ્લિમ સમાજ માટે કરેલ અશોભનીય શબ્દો થી ઉધના રેલ્વે સ્ટેશનનાં મુસ્લિમ સહિત અન્ય સમાજનાં શ્રમિક રિક્ષા ચાલકો એ કોંગ્રેસ અગ્રણી અસલમ સાયકલવાલાની આગેવાની હેઠળ ગત તા. ૧૧/૧૨/૨૦૨૪ નાં રોજ પી.આઈ. પટેલ સાહેબ-જી.આર.પી., સુરત તેમજ પી.એસ.આઈ. લાલસિંહ પરમારને કટ્ટરવાદી માનસિકતા ધરાવતા પોલીસ કર્મી પ્રકાશભાઈ વિરુદ્ધ લેખિત આવેદનપત્ર આપી રજુઆત કરતા જાણવા મળ્યું છે કે,વિવાદી પોલીસ કર્મી પ્રકાશભાઈની તાત્કાલિક અસરથી અન્ય સ્થળે બદલી કરવામાં આવી છે જેનાથી ઉધના રેલ્વે સ્ટેશનનાં સૌ શ્રમિક રિક્ષા ચાલકોમાં આનંદની લાગણી ફેલાઈ છે અને સૌ રિક્ષા ચાલકોએ પી.આઈ. અને પી.એસ.આઈ.નું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યું છે.