નવી દિલ્હી, તા.૧૬
પ્રિયંકા ગાંધી આજે સંસદમાં એક બેગ લઈને પહોંચ્યા હતા. આ બેગ પર પેલેસ્ટાઈન લખ્યું હતું. હને તેમનો આ ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. પ્રિયંકા ગાંધી સંસદમાં જે બેગ લઈને ગયા હતા તેના પર પેલેસ્ટાઈનીઓ સાથે એક જૂથતાના પ્રતિક ચિહ્નો પણ હતા, જેમાં તરબૂચ પણ સામેલ હતું છે. જે આ ક્ષેત્રમાં લાંબા સમયથી માન્યતા પ્રાપ્ત પ્રતિક છે. પ્રિયંકા ગાંઝી ગાઝામાં ઈઝરાયલની કાર્યવાહીઓની અનેક વખત ટીકા કરી ચૂક્યા છે.
ગત વર્ષે ઓક્ટોબરમાં તેમણે ગાઝામાં સૈન્ય અભિયાનો દરમિયાન ઈઝરાયલ પર આતંરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો હતો. આ વર્ષની શરૂઆતમાં તેમણે ઈઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુની કાર્યવાહીની નિંદા કરી હતી અને વિશ્વભરના દેશોને તેમની નિંદા કરવા વિનંતી કરી હતી.