હું દેશના કલ્યાણના માર્ગે ચાલી નીકળ્યો છું, પાછો હઠવાનો નથીઃ મોદી
અમદાવાદ, તા.૧૬
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રીજીવાર પીએમ બન્યા બાદ આજે પ્રથમવાર ગુજરાત આવ્યા છે, આ દરમિયાન તેમણે ય્સ્ડ્ઢઝ્ર ગ્રાઉન્ડ ખાતેથી ૮૦૦૦ કરોડના વિકાસકામોના અનેક પ્રોજેક્ટનું લોકાર્પણ તેમજ ઈ-ખાતમૂહુર્ત કર્યુ. પીએમ મોદીએ વિશાળ જનસભાને સંબોધિત કરી હતી. આ દરમિયાન તેમણે તાજેતરમાં ગુજરાતમાં આવેલા પૂરનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે જણાવ્યુ આ વર્ષે ગુજરાતના અનેક વિસ્તારોમાં એકસાથે અતિવૃષ્ટિ થઈ છે. પહેલીવાર ગુજરાતમાં આટલા વ્યાપક સ્તરે આટલા ઓછા સમયમાં આટલો તેજ વરસાદ જાેવા મળ્યો.એકાદ સ્થળોએ નહીં પરંતુ ગુજરાતના અનેક જિલ્લાઓમાં અતિવૃષ્ટિ થઈ છે. તેના કારણે અનેક પરિવારોએ તેમના સ્વજનો ગુમાવ્યા છે. જાનમાલની પણ હાનિ થઈ છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર તમામ પ્રભાવિતોને મદદ કરવામાં લાગેલી છે.
પ્રધાનમંત્રીએ ઉમેર્યુ કે ત્રીજીવાર પીએમ પદના શપથ લીધા બાદ પ્રથમવાર ગુજરાત આવ્યો છુ. આપ સહુની વચ્ચે આવ્યો છુ. ગુજરાત મારી જન્મભૂમિ છે. ગુજરાતે મને જીવનની દરેક શીખ આપી છે. તમે લોકોએ હંમેશા મને પ્રેમથી ભરી દીધો છે. દીકરો જ્યારે પોતાના ઘરે આવે છે અને પોતાનાઓના આશીર્વાદ લે છે ત્યારે તેને નવી ઊર્જા મળે છે. તેનાથી ઉત્સાહ અને જાેશ વધી જાય છે. આટલી મોટી સંખ્યામાં આપ આશીર્વાદ આપવા પધાર્યા તે મારુ સૌભાગ્ય છે. તેમણે કહ્યુ મને ગુજરાતના તમામ લોકોની અપેક્ષાની પણ ખબર છે. વારંવાર ગુજરાતના અલગ અલગ વિસ્તારમાંથી મેસેજ પણ આવતા હતા. ત્રીજીવાર શપથ લીધા બાદ હું જલદી તમારી વચ્ચે આવીશ.
વડાપ્રધાને કહ્યુ ૬૦ વર્ષ બાદ દેશની જનતાએ એક ઈતિહાસ રચ્યો છે. એક જ સરકારને લગાતાર ત્રીજીવાર દેશની સેવા કરવાનો અવસર પ્રદાન થયો છે. આ ભારતના લોકતંત્રની મોટી ઘટના છે. લોકસભા ચૂંટણી પહેલા આપ સહુને મે એક ગેરંટી આપી હતી.. મે કહ્યુ હતુ કે ત્રીજી ટર્મના ૧૦૦ દિવસમાં દેશ માટે અનેક અભૂતપૂર્વ ર્નિણયો લેવામાં આવશે. છેલ્લા ૧૦૦ દિવસમાં મે દિવસ રાત જાેયા વિના ૧૦૦ દિવસના એજન્ડાને પુરા કરવામાં પૂરી તાકાત લગાવી દીધી. દેશમાં હોય કે વિદેશમાં જે પણ પ્રયાસ કરવા પડે તે કર્યા. કોઈ કસર બાકી રહેવા દીધી નથી. પીએમએ વિપક્ષ પર નિશાન તાક્યુ કે છેલ્લા ૧૦૦ દિવસમાં તમે જાેયુ હશે કે જાણે કેવી કેવી વાતો થવા લાગી.
મારી મજાક ઉડાવવા લાગ્યા, મોદીની મશ્કરી કરવા લાગ્યા અને તર્કવિતર્ક કરવા લાગ્યા. લોકો મજા લેતા હતા. લોકોને પણ આશ્ચ્ર્ય હતુ કે મોદી કેમ ચૂપ છે. પરંતુ ગુજરાતના ભાઈઓ બહેનો સરદાર પટેલની ભૂમિ પર પેદા થયેલો દીકરો છે. દરેક મજાક, દરેક અપમાનને સહન કરતા એક પ્રણ લેતા ૧૦૦ દિવસ તમારા કલ્યાણ, દેશ હિત માટે નીતિ બનાવવા અને ર્નિણય લેવામાં લગાવ્યા છે. અને નક્કી કર્યુ હતુ કે જેને જેટલી મજાક ઉડાવવી હોય ઉડાવી લે. પણ મે નક્કી કર્યુ હતુ કે હું એકપણ જવાબ નહીં આપુ.
દેશના કલ્યાણના રસ્તે ચાલવામાં ગમેતેટલી મજાક મશ્કરી થતી રહે હું ડગીશ નહીં. ૧૦૦ દિવસના ર્નિણયોમાં દેશના દરેક નાગરિક, દરેક પરિવારના કલ્યાણની ગેરંટી પાક્કી થઈ ગઈ. ચૂંટણી દરમિયાન ૩ કરોડ નવા ઘર બનાવવાની ગેરંટી આપી હતી. તેના પર કામ ચાલી રહ્યુ છે. ગામ હોય કે શહેર અમે દરેકને સારી જિંદગી જીવવા માટે વ્યવસ્થા ઉભી કરવામાં લાગેલા છે. શહેરી મિડલ ક્લાસને આર્થિક મદદ દેવાનું હોય, શ્રમિકોને યોગ્ય કિમતે સારુ ઘર આપવાનુ અભિયાન હોય, કે ફેક્ટરીમાં કામ કરતા કામદારો માટે વિશેષ આવાસ યોજના, વર્કિંગ વિમેન માટે હોસ્ટેલ બનાવવાની હોય અમારી સરકાર તમામ મોરચે કામ કરી રહી છે.
પીએમએ કહ્યુ દેશમાં ૭૦ વર્ષથી ઉપરના જેટલા પણ વૃદ્ધો છે તેમને ૫ લાખની મફત સારવાર મળશે. હવે મિડલ ક્લાસના દીકરા-દીકરીઓએ માતાપિતાની સારવારની ચિંતા નહીં કરવી પડે. આ ૧૦૦ દિવસમાં યુવાનોની નોકરી, રોજગાર, સ્વરોજગાર માટે મોટા ર્નિણયો લેવાયા. યુવાનો માટે ૨ લાખ કરોડ રૂપિયાના વિશેષ પીએમ પેકેજની જાહેરાત કરાઈ. જેનો ફાયદો ૪ કરોડથી વધુ યુવાનોને થશે. હવે કંપનીમાં પ્રથમ નોકરીની પ્રથમ સેલરી પણ સરકાર આપશે.
પીએમએ ઉમેર્યુ કે સરકારની મુદ્રા લોન યોજના સ્વરોજગારના ક્ષેત્રમાં નવી ક્રાંતિ લાવી છે. તેની સફળતાને જાેતા લોનની કિમત ૧૦ લાખથી વધારી ૨૦ લાખ કરી દેવાઈ છે. મે માતાઓ બહેનોને ગેરંટી આપી હતી. ૩ કરોડ લખપતિ દીદીની, ગત વર્ષોમં ૧ કરોડ લખપતિ દીદી બની છે. ત્રીજી ટર્મમાં પ્રથમ ૧૦૦ દિવસોમાં જ ગુજરાત સહિત સમગ્ર દેશમાં ૧૧ લાખ નવી લખપતિ દીદી બની છે.
તેલિબિયા ઉગાડનારા ખેડૂતોના હિતમાં મોટો ર્નિણય લીધો છે. દેશના ખેડૂતો તેલિબિયાના ખેડૂતોના ફાયદા માટે વિદેશી તેલની આયાત પર મૂલ્ય વધારવામાં આવ્યા. સોયાબિનના ખેડૂતોને ફાયદો થશે. બાસમતી ચોખા અને ડુંગળીની નિકાસને છૂટ આપી દેવાઈ છે. તેનાથી વિદેશોમાં પણ ભારતના ચોખા અને પ્યાજની માગ વધી છે. તેનાથી પણ દેશના કરોડો ખેડૂતોને ફાયદો થશે
પીએમ મોદીએ જણાવ્યુ કે ૧૦૦ દિવસમાં રેલ, રોડ, પોર્ટ, ઍરપોર્ટ અને મેટ્રોથી જાેડાયેલા ડઝનો પ્રોજેક્ટને સ્વીકૃતિ દેવામાં આવી છે. અમદાવાદ મેટ્રોના વિસ્તારથી અનેક લોકો ખુશ છે. ગુજરાત માટે આજનો દિવસ ખાસ છે. આજે અમદાવાદ અને ભૂજ વચ્ચે નમો ભારત રેપિડ રેલ શરૂ થઈ છે. નમો ભારત રેપિડ રેલ અપડાઉન કરનારા પ્રવાસીઓને સુવિધા મળશે. આવનારા સમયમાં દેશના અનેક શહેરોને નમો ભારત રેપિડ રેલથી જાેડવામાં આવશે. આ દરમિયાન દેશમાં ૧૫ થી વધુ નવી રૂટ પર નવી વંદે ભારત ટ્રેન શરૂ થઈ ગઈ છે. ૧૫ સપ્તાહમાં ૧૫ નવી વંદે ભારત ટ્રેન શરૂ કરાઈ. આજે પણ રાજકોટ સિકન્દરાબાદ, કોલ્હાપુર પૂણે સહિતની વંદે ભારત ટ્રેનને હરી ઝંડી અપાઈ છે.
વડાપ્રધાને જણાવ્યુ “ગુજરાતના લોકો સમયનું મૂલ્ય સમજે છે. આ સમય ભારતનો અમૃતકાળ છે. આવનારા ૨૫ વર્ષમાં આપણે દેશને વિકસીત બનાવવાનો છે. તેમા ગુજરાતની મોટી ભૂમિકા છે. ગુજરાત આજે મેન્યુફેક્ચરિંગનું૧ સૌથી મોટુ હબ છે. ગુજરાત દેશના વેલકનેક્ટેડ રાજ્યોમાંથી એક છે. વિદેશી યુનિવર્સિટી પણ ગુજરાતમાં તેમના કેમ્પસ શરૂ કરી રહી છે. કલ્ચરથી એગ્રીકલ્ચર સુધી ગુજરાતની દૂનિયામાં ધૂમ મચેલી છે.