(સિટી ટુડે) અમદાવાદ, તા.૨૬
દાહોદ માં શાળાના એક નરાધમ આચાર્યએ છ વર્ષની એક માસુમ બાળકી ને પિંખી નાખી હત્યા કરી નાખી હતી. આ જધન્ય કૃત્ય આચરનાર આચાર્ય વિશ્વ હિન્દુ પરિષદ, આર. એસ. એસ અને ભાજપ સાથે સબન્ધ ધરાવે છે. આ કારણોસર જ શરમથી માથુ ઝૂકી જાય તેવી ઘટના બની છે ત્યારે ગુજરાતમાં ભાજપના એક નેતાએ દાહોદ ની માસુમ બાળકી મુદ્દે સંવેદના નો એક હરફ ઉચ્ચાર્યો નથી.
દિલ્હીમાં પત્રકાર પરિષદ સંબોધતાં શક્તિસિંહ ગોહિલે કહ્યું કે ‘વડાપ્રધાન પણ ગુજરાતના છે, છતાં તેઓ આ મુદ્દે ચૂપ છે.’ દાહોદમાં દુષ્કર્મ બાદ ૬ વરસની દીકરીની થયેલી હત્યા મામલે તેમણે આ વાત કરી હતી. ‘દુષ્કર્મનો આરોપી પોતાને સમાજ સેવક તરીકે ઓળખાવે છે.’ એમ કહીને તેમણે તેની તસવીરો જાહેર કરી હતી. જેમાં તે આરએસએસના યુનિફોર્મમાં જાેવા મળે છે.
વધુમાં શક્તિસિંહે કહ્યું કે,મહેસાણાના ચાણસ્મામાં દુષ્કર્મ કેસ, વડોદરાના એક ગામમાં પરિણીતા પર દુષ્કર્મ સહિતના ગુજરાતમાં તાજેતરના બનાવોમાં ભાજપના અગ્રણી કે નેતા અથવા તો કાર્યકર્તાની સંડોવણી દર્શાવતા ઉદાહરણ આપ્યા હતા. મહિલા પર અત્યાચારનો બનાવ જ્યારે નોન-બીજેપી રૂલ સ્ટેટમાં બને ત્યારે અઠવાડિયાઓ સુધી મુખ્ય ધારાના મીડિયામાં એના પર પેનલ ડિસ્કશન થાય છે, એવો ઉલ્લેખ કરીને તેમણે સવાલ ઉઠાવ્યો કે ‘છ વરસની દીકરીને રેપ કરીને મારી નાખવામાં આવી એની વાત ટીવી પર સતત ન ચાલવી જાેઈએ? એની તપાસ કેમ નથી કરવામાં આવતી કે એ ગુનો કરનાર કઈ વિચારધારાનો છે, કોના કોના સાથે ફેસબુક પર એના ફોટો છે?’
વધુમાં તેમણે કહ્યું કે ‘ગુજરાતમાં હાલત એ છે કે ગુંડા, બદમાશ, ચોર, લફંગા, લુચ્ચા ભાજપના સભ્ય બની જાય છે અને મોટા મોટા નેતા તેમને એનો ખેસ પહેરાવી દે છે, અને જ્યારે ભાજપનો ખેસ પહેરી લે છે ત્યારે જાણે કે તેમને લાયસન્સ મળી જાય છે.’ તેમણે આગળ કહ્યું કે ‘કાયદો અને વ્યવસ્થાની આવી હાલત અને અત્યાચાર જાેવા મળે છે ત્યારે બહાર મોદીજી સુશાસનની વાતો કરે છે. ૨૩ દેશ ફરી આવ્યા પણ મોદીજી મણિપુર ન ગયા, પ્રધાનમંત્રીને પણ હું વિનંતી કરું છું કે તમે ગુજરાતના છો અને લોકોના મતોથી અહીં સુધી આગળ આવ્યા છો. તમે બોલો આના પર, કેમ તમારું ટિ્વટર ચુપ છે. તમે જે વિચારધારાની પાઠશાળામાંથી નીકળ્યા છો. શું ત્યાં આવું ચાલે છે? કેમ તમે હજી સુધી નથી બોલ્યા?’