(સિટી ટુડે) અમદાવાદ, તા.૨૭
દેશમાં છેલ્લા કેટલાક સમયથી વકફ બોર્ડનો મુદ્દો સતત ચર્ચાનો વિષય રહ્યો છે. જેને લઈને આજે ગુજરાતમાં બેઠક યોજાઈ હતી. જેમાં જેપીસી સમક્ષ ગુજરાત સરકાર અને ગુજરાત વક્ફ બોર્ડનું ત્યાં પ્રતિનિધિત્વ કરવામાં આવ્યું હતું. અમદાવાદની તાજ હોટલમાં આ મિટિંગ રાખવામાં આવી હતી. આ મિટિંગમાં જેપીસી વક્ફ બોર્ડ અને અન્ય સંબંધિત પક્ષના લોકો સાથે ચર્ચા કરી હતી.
હર્ષ સંઘવી અને અસદુદ્દીન ઓવૈસી સામસામે આવ્યા હતા. જેપીસીની બેઠકમાં વક્ફ બિલ પર ચર્ચા દરમિયાન બોલાચાલી થઈ હતી.
સંઘવીએ પત્રકારોને જણાવ્યું હતું કે, ગુજરાતની પ્રજાના હિતોના રક્ષણ માટે અમે રજૂઆતો કરી છે. અંદર જે થયું એ જાહેરમાં કહી ન શકાય. ફક્ત અમે એટલું જ કહીશું કે અમે અમારો પક્ષ રાખ્યો છે.
જેપીસી સાથેની આ બેઠકમાં ઔવેસી અને સંઘવી વચ્ચે બેઠકમાં તડાફડી બોલી ગઈ હતી. સૂત્રો જણાવે છે કે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જોકે, કઈ બાબતે આ બબાલ થઈ તેની વિગતો બહાર આવી નથી.
આ બેઠકમાં બાર કાઉન્સિલ, વકીલ અસોસિયેશન અને મુતાવલી અસોસિયેશન પોતાનો પક્ષ રાખ્યો હતો. તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, ડીજીપી વિકાસ સહાય પણ પહોંચ્યા હતા. આ સાથે ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા પણ પહોંચ્યા. ઈમરાન ખેડાવાલા મુસ્લિમ સમાજ વતી આવેદન પત્ર આપ્યું હતું. વક્ફ એમેન્ડમેન્ટ ૨૦૨૪ના વિરોધમાં આવેદન આપશે. જેપીસી આગામી દિવસોમાં હૈદ્રાબાદ, ચેન્નાઈ અને બેંગ્લોરમાં પણ બેઠકો યોજાવાની છે. વક્ફ સંશોધન બિલની અનિવાર્યતા અંગે આ જેપીસી એટલે કે સંયુક્ત સંસદીય સમિતિની રચના કરવામાં આવી છે. જેમાં ૩૧ સાંસદોનો સમાવેશ થાય છે. કમિટીમાં ૨૧ લોકસભાના અને ૧૦ રાજ્યસભાના સાંસદો છે.
વકફ સંશોધન બિલ માટે રચાયેલ જેપીસી આજે ગુજરાત છે. વફક સંશોધન બિલ ની અનિવાર્યતા અંગે સંયુક્ત સંસદીય સમિતિની રચના કરવામાં આવી છે. ગુજરાત વકફ બોર્ડ અને ગુજરાત સરકાર કરશે જેપીસી સમક્ષ પ્રેઝન્ટેશન કર્યું હતું.જેપીસી ૨૧ લોકસભા અને ૧૦ રાજ્યસભાના સાંસદોનો સમાવેશ થયો છે. વકફ બોર્ડ અને અન્ય સંબંઘીત પક્ષના લોકો સાથે કરશે ચર્ચા, બેઠકમાં બાર કાઉન્સીલ, વકિલ અશોશીએશન અને મુતાવલી એશોશીએશન પોતાનો પક્ષ રાખશે, વક્ફ બીલ મુદ્દે પાંચ રાજ્યોમાં જેપીસીની બેઠક થશે. ૨૬ સપ્ટેમ્બરથી પહેલી ઓક્ટોબર સુધી પાંચ રાજ્યોના પ્રવાસે જશે. જેપીસી, ૨૬મીએ મહારાષ્ટ્ર,૨૭મીએ ગુજરાત, ૨૮મીએ હૈદ્રાબાદ, ૩૦મીએ ચેન્નાઇ તમિલનાડુ અને ૧લીએ બેંગલોર કર્ણાટક ખાતે બેઠક યોજાવાની છે. આજની બેઠકમાં ઔવેસી પણ હાજર રહ્યાં હતા.
- સરકારે જે પ્રેઝન્ટેશન કર્યું તેને અમારું સમર્થન નહિ : ઇમરાન ખેડાવાલા
ગુજરાત વકફ બોર્ડના સભ્ય અને ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ જણાવ્યું કે, ગૃહ રાજ્યમંત્રી અને વકફ બોર્ડ સરકારની બ્રીફ પ્રમાણે પ્રેઝન્ટેશન કર્યું છે ત્યારે આ બાબત માં અમારું સમર્થન નથી અમે કમિટી સમક્ષ ૧૪ સૂચન આપ્યા છે.’ વધુમાં તેમણે કહ્યું કે, ‘સરકાર તરફથી કલેકટરને સત્તા આપવા મુદ્દે વાત કરવામાં આવી રહી છે.સરકાર અને ગૃહ રાજ્યમંત્રી દેખાવો કરી ભાજપ બિલને સમર્થન આપી રહી છે. સમગ્ર દેશમાં રાજ્યમાં અલગ અલગ વકફ બોર્ડ આવેલા છે. જેથી આ બિલ લાવી મુસ્લિમ સમાજને ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે. હર્ષ સંઘવીની રજૂઆતના અમે સમર્થનમાં નથી.’ - સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની મિલ્કત મુદ્દે ટપાટપી થઇ
સૂત્રોનુ કહેવું છેકે, હૈદરાબાદના સાંસદ ઓવૈસીએ બેઠક એવી રજૂઆત કરી હતી કે, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની જગ્યા વકફ બોર્ડમાં નોંધાયેલી હતી. ટ્રિબ્યુનલમાં જજમેન્ટ આવ્યું જેને કાઢી દેવામાં આવ્યું હતું. કેટલી એવી જગ્યાઓ છે જે વકફ બોર્ડમાં નોંધાઈ ગઈ છે, જે અંગેની માહિતી માંગવામાં આવી હતી. વકફ બોર્ડમાં જે નોંધાયેલી છે તેના પુરાવા છે. આ જગ્યા મ્યુનિસિપલ કોર્પોરેશનને આપી દેવામાં આવી હતી અને જે અંગે માહિતી માંગવામાં આવી હતી.