સુરત,તા.૩
સુરત શહેર કોંગ્રેસમાં મોટું ગાબડું પડ્યું છે. કારણ કે પટેલ સમાજના કદાવર નેતાએ કોંગ્રેસથી અસંતુષ્ટ થઈ રાજીનામુ આપી દેતા અન્ય નેતાઓમાં પણ અસંતુષ્ટી જાવા મળી છે, હાલ તો ચારે કોર એક જ ચર્ચા વહેતી થઈ છે કે એક બાદ એક નાના હોય કે જાણીતા કે પછી મોટા નેતા હવે કોંગ્રેસ ને છોડી રહ્યાં છે. તેવામાં વધુ એક જાણીતા નેતા જયેશ લીલીયાવાળાએ કોંગ્રેસનો હાથ છોડ્યો છે. આમ તો કોંગ્રેસમાં પ્રખ્યાત છે જયેશ ભાઈ પરંતુ તેમની કામગીરી વિશે વાત કરીએ તો સૌરાષ્ટÙવાસી વિસ્તારમાં કોંગ્રેસને મજબૂત કરવા તેમનું ખૂબજ મોટું યોગદાન અને મહત્વની કામગીરી રહી છે, જાકે કોંગ્રેસથી નારાજ થઈ તેઓએ કોંગ્રેસ છોડી દીધી છે પરંતુ હવે તેઓ સમાજસેવા સાથે જાડાયેલા રહેશે અને લોકોની સેવા કરશે.કોંગ્રેસ નેતા જયેશ લીલાયાવાળાએ કોંગ્રેસ કાર્યાલય ખાતે સુરત શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ધનસુખ રાજપૂતને રૂબરૂ મળી પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. જેને જાતા જાહેરમાં તમામ નેતાઓમાં પણ નારજગીના સૂર ઉઠવા પામ્યા હોય તેવો ચર્ચા સેવાઈ રહી છે. કોંગ્રેસમાં નેતાઓનું વળતું પગલું હવે કોંગ્રેસ તૂટી રહી હોય તેવું માનવામાં આવી રહ્યું છે. સુરત શહેર કોંગ્રેસમાં કોણ ક્યાં છે અને ક્યાં સુધી રહેશે તે કહેવું મુશ્કેલ બની ગયું છે. લોકસભા ચૂંટણીમાં સુરતની સીટ બિનહરીફ ધરીને કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીએ કોંગ્રેસ પર પસ્તાળ પાડી અને કોંગ્રેસે પણ તેમની સામે સાગમટે અનેક આક્ષેપો કર્યા. નિલેશ કુંભાણી પણ સૌરાષ્ટÙ વિસ્તારમાં કોંગ્રેસ માટે કાર્ય કરતા હતા હવે તેની પાછળ અન્ય નેતા ઓ કહો કે પછી પટેલ સમાજના નેતાઓએ કોંગ્રેસને છોડવાનું મન બનાવી દીધું છે એવું લાગે છે કે એક બાદ એક પટેલ સમાજના નેતા કોંગ્રેસ પત્તાથી ગલી કરી રહ્યા છે. પોતાના પગ પાછળ ખસેડી રહ્યા છે ત્યારે સુરતના જાણીતા કદાવર નેતા જયેશ લીલાયાવાળાએ પણ કોંગ્રેસ છોડી દીધી છે.
હાલ તો સુરતમાં કોંગ્રેસને સતત આંચકાઓનો સામનો કરવો પડી રહ્યો છે. કોંગ્રેસ માટે દાયકાઓ સુધી કામ કરનાર પૂર્વ યુવક કોંગ્રેસ પ્રમુખ જયેશ લીલીયાવાળાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દેતા કોંગ્રેસ તૂટી રહી હોય એમ સુરતમાં ચર્ચા નો વિષય બની ગયો છે.