- અબુબકર હકીમ, અનસ મોઠીયા હાલ યુએસડીટી અને હવાલા કૌભાંડમાં મોખરે
- બસ્સામના ખાસ મિત્ર ગણાતા સોબાન અને જુનેદ સાબુવાલા દ્વારા બસ્સાનમે મોટા પાયે બેંક એકાઉન્ટ અને સીમકાર્ડ અપાયા હોવાની ચર્ચા
- આઇફોન-૧૬ના લોન્ચીંગ સમયે બસ્સામ સાથે દુબઇ ગયેલા તેના તમામ મિત્રોની તપાસ કરવામાં આવે તો દુબઇ ખાતે રાખેલ ભાડાના ફ્લેટમાં કેટલા કરોડના આંતરરાષ્ટ્રીય હવાલાની ડીલ થઇ?
(સિટીટુડે) સુરત,તા.૨૨
સુરત શહેરના ભાગાતળાવ સીંધીવાડમાં એસઓજી દ્વારા કરાયેલી કામગીરી બાદ સુરત શહેરના મોટાભાગના કૌભાંડીઓએ સુરત છોડી દુબઇ અથવા તો હિલ સ્ટેશન ભાગી છુટ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. સુરત શહેરના અબુબકર હકીમ અને અનસ મોઠીયા દ્વારા ફ્લેશ યુએસડીટી, બોગસ સીમકાર્ડ અને બેંક એકાઉન્ટનું મોટા પાયે નેટવર્ક ચલાવી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.
નાણાવાટના માઝ અને સાબરીનગરના રીયાઝ તથા અડાજણનો મહેબુબ, બાપુ સહિતના લોકોએ સુરત શહેરમાં ફ્લેશ યુએસડીટી અને બોગસ સીમકાર્ડ તથા બેંક એકાઉન્ટના મોટા પાયે રેકેટ ચલાવી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. તથા ભાગાતળાવમાં હાલ વોન્ટેડ બસ્સામના ખાસ મિત્ર એવા સોબાન અને જુનેદ સાબુવાલાની પોલીસ દ્વારા તપાસ કરવામાં આવે તો અન્ય કેટલાક નામો પણ બહાર આવી શકે તેમ છે.