નવી દિલ્હી: રાહુલ ગાંધીએ વાયનાડ સીટ છોડીને રાયબરેલી સીટ પોતાના માટે રાખવા પર ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી વી મુરલીધરને કહ્યું કે આ વાયનાડના લોકો સાથે દગો કરવા જેવું છે. રાહુલ ગાંધીએ અગાઉથી જણાવવું જાેઈતું હતું કે તેઓ બે બેઠકો પર ચૂંટણી લડશે. અને તેઓ ફરીથી તેમના પરિવારના એક સભ્યને મેદાનમાં ઉતારી રહ્યા છે, જે સાબિત કરે છે કે કોંગ્રેસ પરિવાર દ્વારા સંચાલિત અને માલિકીની પાર્ટી છે. પૂર્વ કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે આ લોકતાંત્રિક પ્રથાઓને ક્ષીણ કરવા જેવું છે. મને નથી લાગતું કે કેરળના લોકો આવા ર્નિણયોને સ્વીકારશે.ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વાયનાડ લોકસભા સીટ છોડવાનો ર્નિણય કર્યાે છે. તેઓ રાયબરેલીથી સાંસદ રહેશે. આ અંગે માહિતી આપતા પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે પ્રિયંકા ગાંધી વાયનાડ સીટ પર થનારી પેટાચૂંટણીમાં કોંગ્રેસના સત્તાવાર ઉમેદવાર હશે.કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ જાહેરાત કરતા કહ્યું કે, “રાહુલ ગાંધી લોકસભાની બે બેઠકો પરથી જીત્યા, પરંતુ કાયદા મુજબ, તેમણે એક બેઠક ખાલી કરવી પડશે. રાહુલ ગાંધી રાયબરેલીને જાળવી રાખશે અને અમે નક્કી કર્યું છે કે પ્રિયંકા જી વાયનાડથી ચૂંટણી લડશે.” “તે જાણીતું છે કે રાહુલ ગાંધીએ તાજેતરમાં પૂર્ણ થયેલી લોકસભા ચૂંટણીમાં તેમની બંને બેઠકો – વાયનાડ અને રાયબરેલીમાં ભારે માર્જિનથી જીત મેળવી હતી.
નવી દિલ્હીમાં પાર્ટીના વડા મલ્લિકાર્જુન ખડગેના નિવાસસ્થાને ચર્ચા કર્યા પછી કોંગ્રેસના ટોચના નેતૃત્વ દ્વારા પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આ ર્નિણયની જાહેરાત કરવામાં આવી હતી.જ્યારે રાહુલ ગાંધી ૨૦૧૯ માં અમેઠીમાં ભાજપની સ્મૃતિ ઈરાની સામે હારી ગયા, ત્યારે વાયનાડે તેમને તેના પ્રતિનિધિ તરીકે ચૂંટ્યા અને તેમને ભારતની સંસદમાં મોકલ્યા.નિયમો અનુસાર, રાહુલ ગાંધીએ ૪ જૂને જાહેર થયેલા લોકસભાના પરિણામોના ૧૪ દિવસની અંદર એક બેઠક ખાલી કરવાની હતી. હવે જ્યારે રાહુલ ગાંધીએ રાયબરેલીમાં રહેવાનું પસંદ કર્યું છે, ત્યારે તેમની બહેન પ્રિયંકા વાયનાડની ખાલી પડેલી બેઠક પરથી પેટાચૂંટણી લડશે.