(સિટી ટુડે) અમદાવાદ, તા.૨૩
૨૦૨૧ થી ૨૦૨૪ સુધી કચ્છના મુન્દ્રા અદાણી પોર્ટ પર જે ?૩૫,૦૦૦ કરોડનું ડ્રગ્સ પકડાયું હતું તે હાલ ક્યાં છે? શું તેનો નાશ કરવામાં આવ્યો છે? જાે તેનો નાશ કરવામાં આવ્યો હોય તો કઈ કંપની દ્વારા નાશ કરવામાં આવ્યો છે? કયા અધિકારી કે કયા નિવૃત્ત ન્યાયાધીશના નિરીક્ષણમાં નાશ કરવામાં આવ્યો છે? તે અંગે આપ ના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ ગૃહમાં સવાલો ઉઠાવ્યા હતાં.
તેમણે મહત્વપૂર્ણ સવાલ કર્યો હતો કે, શા માટે વારંવાર કચ્છના મુન્દ્રા અદાણી પોર્ટ પર ડ્રગ્સના જથ્થાઓ ઠલવાઈ રહ્યા છે? શું આવા પ્રાઇવેટ પોર્ટના અધિકારીઓ, ડાયરેક્ટરો કે માલિકોની કોઈ તપાસ કરવામાં આવી છે કે નહિ? અને જાે તપાસ કરવામાં આવી હોય તો તે લોકો પર અત્યાર સુધી શું કાર્યવાહી કરવામાં આવી? આવા કેસોમાં પોર્ટના કેટલા અધિકારી અને ડાયરેક્ટરોની ધરપકડ કરવામાં આવી છે? આ તમામ સવાલોના જવાબમાં ગૃહમંત્રીએ જવાબ આપ્યો કે, ૨૦૨૧ની સાલમાં જે ૨૧ હજાર કરોડનું ડ્રગ્સ પકડાયું હતું તે દ્ગૈંછ દ્વારા પકડાયું હતું માટે તે ડ્રગ્સ હાલ ક્યાં છે તેની કોઈ જાણકારી નથી.
હાલ ગુજરાતનો કોઈપણ જિલ્લો એવો નથી જ્યાં ડ્રગ્સ ન મળતું હોય, ખાસ કરીને મારા બોટાદ જિલ્લાની વાત કરું તો વારંવાર પોલીસ અધિક્ષકને મેં પોતે પુરાવા સહિત રજૂઆત કરી હતી કે કઈ કઈ જગ્યાએ દારૂ વેચાય છે અને દેશી દારૂ ના અડ્ડાઓ ચાલે છે. તેમ છતાં બોટાદમાં પોલીસના અધિકારીઓ મસમોટા હપ્તાઓ લે છે અને બેફામ દેશી દારૂ અને ઇંગ્લિશ દારૂ વેચાય છે. માટે મેં આ મુદ્દા પર ગૃહમંત્રીને સવાલ કર્યો હતો કે જાે એક ધારાસભ્ય પોતાના જીવના જાેખમે માહિતી લાવીને પોલીસ અધિક્ષક સમક્ષ તમામ પુરાવાઓ રજૂ કરે છે તેમ છતાં પણ દારૂના અડ્ડા ઉપર કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી તો શું આવા પોલીસ અધિક્ષક પર આપ કોઈ પગલાં લેશો કે કેમ? આના જવાબમાં ગૃહમંત્રી દ્વારા આ સવાલનો કોઈ જવાબ આપવામાં આવ્યો નથી.
બોટાદ કલેકટર અને પોલીસ અધિક્ષક દ્વારા એક વર્ષમાં ઓછામાં ઓછા ૨૨ જેટલા પિસ્તોલ અને રિવોલ્વરના લાયસન્સ આપવામાં આવ્યા છે. મોટાભાગના લોકો બુટલેગરો અને અસામાજિક તત્વો પાસેથી મસમોટી રકમો લઈને લાયસન્સ આપવામાં આવ્યા છે. બીજી બાજુ મેં પોતે ધારાસભ્ય તરીકે સ્વરક્ષણ માટે લાયસન્સ માટે અરજી કરી હતી અને જણાવ્યું હતું કે મારા જીવને જાેખમ છે, માટે મને હથિયારનું લાઇસન્સ આપો. પરંતુ બોટાદ કલેકટર અને બોટાદ પોલીસ અધિક્ષક દ્વારા મારી અરજી નામંજૂર કરવામાં આવી હતી. મારા પર એક પણ ગુનો નોંધાયેલ નથી અને આ પહેલા પણ મારા પર જીવલેણ હુમલાઓ થયેલા છે. વારંવાર અમે બુટલેગરો અને ડ્રગ્સ માફિયાઓ વિરુદ્ધ અભિયાન ચલાવીએ છીએ માટે અમારા જીવને હજુ પણ ખૂબ જ જાેખમ છે. અને આવી પરિસ્થિતિમાં મારા જેવા ધારાસભ્યને હથિયારનું લાયસન્સ આપવામાં આવતું નથી અને બુટલેગરો અને ડ્રગ્સ માફિયાઓને હથિયારોના લાઇસન્સ આપવામાં આવે છે. આના જવાબમાં રાજ્ય ગૃહમંત્રીએ ખાતરી આપી કે આ બાબત પર તેઓ કાર્યવાહી કરશે, પરંતુ અત્યાર સુધી કોઈ કાર્યવાહી થઈ નથી.
આજે પાનના ગલ્લે પણ ડ્રગ્સ વેચાઈ રહ્યું છે અને નવી નવી મોડસ ઓપરેન્ડી આવી રહી છે. વારંવાર બિનવારસી ડ્રગ્સ પકડાતું હોય છે અને તેમાં કોઈનું નામ નથી આવતું. અને જાે નામ આવે તો પણ કોઈ ઝુંપડપટ્ટીમાં રહેનાર ગરીબ વ્યક્તિ કે સાયકલ પણ ન હોય તેવા વ્યક્તિનું નામ આવે છે. બીજી બાજુ અદાણી પોર્ટના માલિકો વિરુદ્ધ તપાસ પણ કરવામાં આવતી નથી. આ સવાલનો પણ જવાબ ગૃહમંત્રીએ આપ્યો નથી. માટે ગુજરાતના યુવાનો માટે ખૂબ જ ગંભીર પ્રશ્નો ઉભો થયો છે.