ટોળકીના મુખ્ય સુત્રધારો સમીમ મુનાફ શેખ, ગુલઝાર શેખ, મુબારક શેખ, મલેક ઝફરુલ્લા, આસીફ શેખ અને કાદર નામના ઇસમ દ્વારા વિદેશમાં પ્રતિબંધીત ડ્રગ્સ મોકલી શહેરની અનેક મહિલાઓને ફસાવી હોવાની ફરીયાદ કરાઇ
(સિટી ટુડે) સુરત,તા.૦૫
વિદેશમાં ડોલર મોકલવાના નામે ગોલ્ડ સ્મગ્લીંગનો ધંધો કરાવનાર ટોળકી સામે લાલગેટ પોલીસ મથકમાં થયેલી ફરીયાદમાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે.
સુરત શહેરમાં ગોલ્ડ સ્મગ્લીંગના ધંધા સાથે સંકળાયેલ ટોળકી હવે પાંજરે પુરાય તેમ છે. હાલ થોડા દિવસ અગાઉ સુરતના જુદા જુદા વિસ્તારોમાંથી ૫-૧૫ હજાર રૂપિયાની લાલચમાં અનેક મહિલાઓને ડોલર કતર દેશમાં પહોંચાડવાની વાત કરી ડ્રગ્સ પહોંચાડી દેવાતા અનેક નિર્દોષ મહિલાઓ આ ચીટર ટોળકીનું ભોગ બની હોવાની વાત સામે આવી છે.
ચોકબજાર વિસ્તારના ચક્કીવાલા ઇસમ દ્વારા આ ટોળકી સામે લાલગેટ પોલીસ મથકમાં લેખીતમાં ફરીયાદ આપી ફરીયાદમાં જણાવેલ છે કે, સમીમ મુનાફ શેખ જે અગાઉ પણ હવાલા અને ગોલ્ડ સ્મગ્લીંગના ધંધામાં ચર્ચાસ્પદ સંડોવણી હતી. સુરતના ઝાલાવાડ ટેકરા ખાતે રહેતા માતા પુત્ર તે સિવાય ગુલઝાર શેખ અને મુબારક શેખ જે વલસાડમાં રહે છે અને મલેક ઝફરુલ્લા શમસુદ્દીન તરસાડી માંગરોલ ખાતે રહે છે અને કાદર, આરીફ શેખ મુંબઇ ખાતે રહે છે. આ તમામ ટોળકી સામે લાલગેટ પોલીસ મથકમાં થયેલ ફરીયાદમાં યોગ્ય તપાસ કરવામાં આવે તો આ ટોળકીના અનેક ઇસમોના નામ પણ બહાર આવી શકે તેમ છે. આ ટોળકી દ્વારા સુરત શહેરના કેટલાક પરીવારોને દુખી કરી તે પરીવારની મહિલાઓને કતર દેશ ખાતે ડ્રગ્સ સ્મગ્લીંગ કેસમાં ફસાવી દીધેલ હોવાનું બહાર આવી શકે તેમ છે.