(સિટી ટુડે) અમદાવાદ, તા.૦૫
એક તરફ,ગુજરાતમાં એક તરફ નવરાત્રીનાં તહેવારોની ઉજવાઈ થઈ છે ત્યારે બીજી તરફ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અચાનક રજાના દિવસે ઈમરજન્સી બેઠક બોલાવતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે.
ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના વડપણ હેઠળ રવિવારે એટલે કે આવતી કાલે સાંજે ૪ઃ૩૦ વાગ્યે મંત્રીમંડળની કેબિનેટ બેઠક યોજાશે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રવિવારે સાંજેઅચાનક કેબિનેટની બેઠક બોલાવતા અધિકારીઓ – મંત્રીઓમાં આશ્ચર્ય ફેલાયું છે. મહત્વનું છે કે, સામાન્ય રીતે કેબિનેટની બેઠક દર બુધવારે મળે છે, પરંતુ આ વખતે રવિવારે રજાના દિવસે સાંજે કેબિનેટ ની બેઠક બોલાવતા જાત જાતની ચર્ચા શરૂ થઈ છે. તેમાં ગુજરાતમાં કેબિનેટ વિસ્તરણની અટકળો પણ ચાલી રહી છે કહેવામાં આવી રહ્યુ છે કે, સામાન્ય રીતે કોઈ મહત્ત્વના ર્નિણય લેવાના હોય ત્યારે જ આ પ્રકારે ઈમરજન્સી બેઠક બોલાવવામાં આવે છે.ત્યારે હવે ભૂપેન્દ્ર પટેલની સરકાર આ બેઠકમાં કોઈ મહત્વનો ર્નિણય લઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, ભૂપેન્દ્ર પટેલ સરકારે હાલમાં જ ૧૭ સપ્ટેમ્બરે ત્રણ વર્ષ પુરા કર્યા છે. તેમના આ કાર્યકાળમાં પ્રથમ વખત આ રીતે રવિવારે રાજય કેબિનેટની બેઠક મળી રહી છે. મહત્વનું છે કે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ છેલ્લા બે દિવસથી ગુજરાતના પ્રવાસે હતા. તેમજ પીએમ મોદી તેમની ત્રણ દિવસની મુલાકાતમાં રાજભવનમાં રોકાયા હતા.ત્યારે તેમની આ મુલાકાતને પણ રાજકીય રીતે ખુબ મહત્વની માનવામા આવી રહી છે. ત્યારે હવે ભૂપેન્દ્ર પટેલ સરકાર શું નવાજૂની કરશે, ક્યો મહત્વનો ર્નિણય લેશે તે અંગે રાજકીય વર્તુળોમાં અનેક તર્ક વિતર્ક સર્જાયા છે. આ સાથે ગુજરાતમાં કેબિનેટ વિસ્તરણની અટકળો પણ વહેતી થઈ છે. ત્યારે હવે આવતી કાલે કેબિનેટ બેઠકમાં શુ થાય છે તેની પર સૌની નજર છે.