(સિટી ટુડે) સુરત,તા.૧૫
સુરત જીલ્લાના કામરેજ પોલીસ સ્ટેશનમાં તા.૨૮/૦૫/૨૦૨૪ ના રોજ ઈ.પી.કોડ ની કલમ-૪૦૬, ૪૨૦, ૪૬૫, ૪૬૮,૪૭૧ તથા ૩૪ મુજબના ગુન્હો કુલ્લે છ (૬) આરોપીઓ વિરૂધ્ધ નોંધાયેલ હતો તે ગુન્હાના કામે આરોપી મોહંમદ સાજીદ અબ્દુલ અજીજ સકક૨વાલા નાઓની તા.૨૯/૫/૨૦૨૪ ના રોજ ધરપકડ કરવામાં આવેલ હતી અને પોલીસ કસ્ટડી રીમાન્ડ બાદ તા.૪/૬/૨૦૨૪ ના રોજથી આરોપી જયુડી. કસ્ટડીમાં લાજપોર જેલ મધ્યસ્થ જેલ મુકામે હતા.
સદર ગુન્હાના કામે ચાર્જશીટ ૨જુ થઈ ગયા બાદ આરોપી મોહંમદ સાજીદ અબ્દુલ અજીજ સકક૨વાલા નાઓએ જામીન ઉપર મુકત થવા માટે વકીલ ઝફર કે. બેલાવાલા નાઓ મારફત શહેર સુરતની પ્રીન્સી. ડીસ્ટી. એન્ડ સેશન્સ સાહેબની કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી દાખલ કરેલ હતી અને બન્ને પક્ષનાઓની સુનાવણીના અંતે આજરોજ આરોપી મોહંમદ સાજીદ અબ્દુલ અજીજ સકકરવાલા નાઓને રેગ્યુલર જામીન ઉપર મુકત કરતો હ્યુમ કરેલ છે. આરોપી તરફે બચાવ પક્ષના વકીલ ઝફર કે. બેલાવાલા નાઓની મુખ્ય રજુઆત એવી હતી કે,
આરોપી તા.૪/૬/૨૦૨૪ થી જયુડી. કસ્ટડીમાં છે. સદર કામે તપાસ પુર્ણ થઈ ચાર્જશીટ થઈ ગયેલ છે.
હાલના આરોપીનો સદર કેસમાં રોલ જાેવામાં આવે તો કહેવાતી જમીન ના સોદામાં જમીન ખરીદનાર કે જેઓને આ ફરીયાદમાં આરોપી નં.૧ સીદ્દીક વાડીવલા તથા નં.૩ ફીરોઝ મુન્સીના નામ જણાવેલ છે તે આરોપી નં.૧ અને નં.૩ ના દલાલ તરીકે ફરીયાદી ને સંપર્ક કરાવી સદર જમીનનો સોદો કરાવવાના દલાલ તરીકે ભુમીકા ભજવેલ છે. આ સિવાય ચાર્જશીટના પેપર્સો જાેતા હાલ આરોપીએ બાકીના સહ આરોપીઓ સાથે કોઈ નીસ્બત નથી અને ફરીયાદ પક્ષના કેસ મુજબ ફરીયાદીના બેંક ખાતા માંથી બોગસ સહી કરી ઉપાડેલ રકમ બાબતે પણ હાલના આરોપીની કોઈ ભુમીકા જણાય આવતી નથી. આરોપી નં.૧ અને નં.૩ નાઓ વિરૂધ્ધ તપાસ કરનાર અધિકારીએ હાલ ધરપકડ જેટલા પુરાવા નહોય ધરપકડ કરેલ નથી અને તે રીતે જાેતા હાલના અરજદારનો રોલ ફકત અને ફકત આરોપી નં.૧ અને ૩ ના દલાલ તરીકેની હોય તેવા સંજાેગોમાં આરોપીને રેગ્યુલર જામીન ઉપર મુક૨વા રજુઆત કરેલ હતી. વધુમાં ફરીયાદના આરોપી નં.૧ અને નં.૩ નાઓએ જ હાલના આરોપી સાજીદ સકક૨વાલા નાઓને દલાલી પણ ચુકવેલ છે. બાકીના સહ આરોપી તથા ફરીયાદી સાથે હાલના આરોપીને કોઈ લેવા દેવા નથી.
આરોપીએ સાજીદ સકકરવાલા તરફે જામીન અરજીની સફળ રજુઆતો વકીલ ઝફર બેલાવાલા નાઓએ કરેલ છે.