- આરીફ કુંડા એ ખેડૂત બનવા સરકારી રેકર્ડને પોતાની બાપીકી પેઢીનાં ચોપડાં હોય તેમ મનફાવે તેવાં ચેડાં કરાવ્યાં : ખેડૂત તો બન્યાં પાછળથી તડકેશ્વરની વ્હોરા કુંટુંબની જમીનનાં પણ માલિક બની ગયાંઃ વર્ષો સુધી આ ગુના ઉપર પડદો પાડી રાખવા અનેક કોઠા કબાડા કર્યા પણ આખરે કુંડા પરીવારનો પગ કુંડાળામાં પડયો
- આ કિસ્સો જમીન પચાવી પાડવાનો છે સાથો સાથ સરકારી રેવન્યુ રેકર્ડમાં ચેડાં કરવાનો ફોર્જરીનો મામલો પણ છે : કુંડા પરીવારને આ ગંભીર ગુનો આચરવા કોણે પીઠબળ પુરું પાડયું? બિલ્ડર જૂથને આ ગુનાઈત કૃત્યમાં કોણે કયારે અને કયા પ્રકારની મદદ કરેલી તેની પોલીસ તપાસ જરૂરીઃ સને ૧૯૬૮ થી ૧૯૮૮ સુધીનાં રેકર્ડમાં ચેડાં થયેલાં દેખાય છે પરંતુ ખરેખર આ ખેલ કયા વર્ષમાં થયો? કયા તલાટી અને સર્કલ ઓફિસર તથા ટાઉટો અને દલાલો એ શું ભુમીકા ભજવી તે શોધવું જરૂરીઃ રેવન્યુ રેકર્ડ સાચવવાની અને ચકાસવાની જવાબદારી જેમની છે તે રેવન્યુ અધિકારી–કર્મચારીઓનાં કયા કારણોસર આ ગંભીર મામલામાં આંખ મીચમાંઃ કલેકટર આ મામલે કેવું વલણ અપનાવે છે તે જાેવું જરૂરી
(સિટી ટુડે) સુરત,તા.૦૫
માંડવી તાલુકાનાં તડકેશ્વર ગામનાં સરકારી રેવન્યુ રેકર્ડ ૭/૧૨માં સને ૧૯૬૮ થી ૧૯૮૮ સુધીનાં ગામ નમુનો નંબર ૭/૧૨ માં સાચા માલિકોનાં નામની સાથે ‘સત્તાર હાજી હાસીમ’ નું નામ પાછળથી જુદા જ હેન્ડરાઈટીંગથી લખી દેવાનો ગંભીર ગુનાઈત મામલો એ વ્હોરા કુટુંબનાં સદસ્યોની ખાનગી જમીન પચાવી પાડવા માટે રચાયેલું પ્રપંચ તો છે જ, સાથો સાથ જિલ્લા કલેકટરનાં તાબા હેઠળનાં સરકારી રેવન્યુ રેકર્ડ માં ચેડાં કરીને ખોટી રીતે ખેડૂતનો દરજજાે મેળવવાનું અને આ ફોર્જરીથી રચાયેલાં રેવન્યુ રેકર્ડને ખરાં તરીકે ઉપયોગ કરીને રાજય અને જિલ્લામાં ખેતીની જમીનો ખરીદવાનું ગંભીર ગુનાઈત કૃત્ય પણ છે. આ ગુનાઈત કૃત્ય આચરવામાં જે ‘મોડસ ઓપરેન્ડી’ ઉજાગર થાય છે તેનાંથી બિલ્ડર આરીફ દાદા અને તેમનાં કુંડા પરીવારની ગુનેગારો જેવી માનસીકતાની ચાડી ખાય છે.
સરકારની વેબસાઈટ ઉપર ઓનલાઈન તડકેશ્વરની બ્લોક નંબર ૮૮૮ વાળી આ જમીનનો રેવન્યુ રેકર્ડ કોઈ સામાન્ય વ્યકિત જુએ અને તપાસે તો તેને ખ્યાલ આવી જાય કે, આ જમીનનાં સને ૧૯૬૮ થી ૧૯૮૮ સુધીનાં ૭/૧૨ અને હકકપત્રક નમુનો નંબર ૬ માં ફેરફાર નોંધ નંબર ૨૧૧૫ ની સાચાં જમીન માલિકોનાં નામની નોંધની વિગતમાં ‘સત્તાર હાજી હાસીમ’ નું નામ જુદા જ અક્ષરોથી જેમ તેમ કરીને ગોઠવી દેવાયું છે, અને ત્યારબાદ ‘સત્તાર હાજી હાસીમ’ અવસાન થયેલાં જાહેર કરીને એ જ જમીનમાં વારસાઈની નોંધ પડાવી દેવામાં આવી અને હાજરાબાઇ તે હાજી સત્તારની વિધવા તથા હાજી યુનુસ, આરીફ, અમીન, શબ્બીર તથા ઝુબેર વિગેર કુંડા પરીવારનાં નામો આ જમીનમાં દાખલ કરાવી દેવાયાં. જે પૈકીનાં હાજી યુનુસનું ત્યારબાદ અવસાન થવાથી તેમનાં વારસદારોને પણ આ જમીનમાં માલિક કબજેદાર બનાવી દેવાયાં છે. દેશ અને રાજયની વડી અદાલતો જેને મહત્તવનાં કાયદેસરનાં માલિકી–કબજાનાં પુરાવા તરીકે ગ્રાહય રાખે છે, તેવાં રેવન્યુ રેકર્ડમાં આવાં ગંભીર ચેડાં કરવામાં આવ્યાં અને ત્યારબાદ વારસાઈ કરાવી આખા પરીવારને ખેડૂત ઠરાવી દેવાયાં અને તે વારસાઈની નોંધની નકલ તથા ૭/૧૨ નો રેકર્ડ રજૂ કરતાં રહીને તડકેશ્વરમાં જ બીજી જમીન ખરીદવામાં આવી અને એ જમીનોનો રેકર્ડ બતાવી ચોર્યાસી તાલુકો અને ત્યારબાદ અને તાલુકાઓ બદલી—બદલીને ખેતીની જમીનોની ખરીદી કરવામાં આવી.
તડકેશ્વરનાં વ્હોરા કુટુંબની મોજે. તડકેશ્વર બ્લોક નંબર ૮૮૮ વાળી આ જમીનમાં ‘સત્તાર હાજી હાસીમ’ નું નામ પાછળથી સાચાં માલિકોની સાથે ઉમેરી ખેડૂત બનવા જે ખેલ થયાં છે તેમાં કુંડા કુંટુંબને કાયદાનો કોઈ ડર કે ભય હોય તેવું જરાયે દેખાતું નથી. બલકે સરકારી રેવન્યુ રેકર્ડનાં ગામ નમુના નંબર ૭/૧૨ તથા હકકપત્રકનાં રજિસ્ટટર જાણે તેમનાં બિલ્ડ૨ પેઢીનાં હિસાબનાં ચોપડાં હોય તે રીતે તેમાં ફેરફાર અને ચેડાં કરવામાં આવ્યા હોવાનું નરી આંખે દેખાય આવે છે. કોઈ રીઢો ગુનેગાર કરે તેવાં ખેલ બિલ્ડ૨ આરીફ દાદા અને તેમનાં કુંડા પરીવારે કર્યા છે. સરકારી રેવન્યુ રેકર્ડમાં જે પ્રકારે ચેડાં કરીને ખેડૂત બનવા અને ખેતીની જમીન પચાવી પાડવા જે મોડસ ઓપરેન્ડી અપનાવવામાં આવી છે તે જાેતાં બિલ્ડર આરીફ દાદા અને તેમનાં કુંડા પરીવાર કાયદા વિરૂધ્ધનાં કામો કરવામાં કેટલાં પાવરધા છે તેનો ખ્યાલ આવી જાય છે. આ મામલાથી આરીફ દાદા અને કુંડા પરીવાર સરકાર અને પોલીસ પ્રશાસનની બિક રાખ્યા વિનાં બેધડક ગુનો આચરવાની ગુનેગારો જેવી ગુનાઈત માનસીકતા ધરાવતાં હોવાની ચાડી ખાય છે. આ તબકકે સરકારી રેકર્ડમાં આવાં ચેડાં કરવાનું ગેરકાયદેસરનું કૃત્ય આચરવામાં બિલ્ડર આરીફ દાદા અને તેમનાં કુંડા પરીવારને ને કોણે કોણે અને કેટલી મદદગારી પુરી પાડી તે પણ તપાસવાનો વિષય છે.
ગામ નમુનો નંબર ૭/૧૨ અને હકકપત્રકનો અસલ સરકારી રેકર્ડ કાયદેસર રીતે નામદાર સરકાર નાં માલિકી અને કબજા હેઠળનો રેકર્ડ છે. જેની નકલ માત્ર ઈસ્યુ થાય છે. આ ખરો રેકર્ડ જિલ્લા કલેકટરનાં તાબામાં હોય છે, અને કલેકટરે આ જવાબદારી મામલતદાર તથા તલાટી સુધીનાં કર્મચારીઓને કેરટેકર તરીકે સોંપેલી હોય છે. એવા સંજાેગોમાં સરકારી રેવન્યુ રેકર્ડમાં આ રીતે ‘સત્તાર હાજી હાસીમ’ નું નામ પાછળથી જુદા અક્ષરોથી કઈ રીતે લખાઈ ગયું? ‘સત્તાર હાજી હાસીમ’ લખવામાં આવ્યું તે કઈ વ્યકિતએ કે કોનાં હેન્ડરાઈટીંગ છે? રેવન્યુ રેકર્ડમાં આ પ્રકારે ચેડાં થયાં તેમાં તડકેશ્વર ગામનાં જે—તે સમયનાં તલાટી, સર્કલ ઓફિસર અથવા તલાટી ઓફીસમાં પડયાં પાથર્યા રહેતાં ટાઉટ કે જમીન દલાલ વિગેરે માંથી કોણે કોણે આ ગંભીર ગુનાઈત કૃત્યમાં બિલ્ડર આરીફ હાજી સત્તાર કુંડા અને તેમનાં પરીવારને મદદ પુરી પાડી છે? આ ચેડાં થયાં બાદ ગામ રેકર્ડે આ બાબત જાહેર નહીં થાય તેની ફુલપ્રુફ વ્યવસ્થા ગોઠવવામાં કોણે કોણે કેટલી મદદગારી પુરી પાડી? આટલાં વરસો સુધી સરકારી અધિકારી–કર્મચારીઓની આંખોમાં ધુળ નાંખવામાં કુંડા કુંટુંબ કઈ રીતે સફળ થયું? તે અને તેવી અનેક બાબતો આ મામલામાં ફોજદારી રાહે તપાસવાની રહે છે.