મોબ લીચીંગ અને ભડકાઉ ભાષણ વિશે સુપ્રિમ કોર્ટ દ્વારા તહેસીન પૂનાવાલા જજમેન્ટમાં આપેલ ગાઈડ લાઈનનું ચુસ્તપણે પાલન કરાવવા સંસદમાં રજૂઆત કરવા અપિલ
(સિટી ટુડે) અમદાવાદ,તા.૧૪
નેતા વિપક્ષ બનતા જ રાહુલ ગાંધી એ વચન આપ્યુ હતું કે સંસદમાં દેશની ૧૪૦ કરોડ જનતાની અવાજ ઉઠાવશે. આપેલ વચનનું પાલન કરતાં રાહુલ ગાંધીએ આજે પુનઃ સંસદમાં દેશની ૧૪૦ કરોડ જનતાને સંવૈધાનિક ન્યાય અપાવવા અવાજ બુલંદ કરી ધર્મ જાતિના ભેદભાવ વગર ગરીબ, બેરોજગાર, ખેડૂતો અને ખાસ કરીને દલિત તેમજ અલ્પસંખ્યકો સાથે થઈ રહેલ અન્યાય બાબતે બેબાક રીતે પોતાની વાત રજૂ કરી છે.
સંસદના વર્તમાન સત્રમાં રાહુલજી અને પ્રિયંકાજી સાથે ઈન્ડીયા ગંઠબંધનના તમામ નેતાઓએ બેબાક રીતે દલિત, આદિવાસી, ગરીબ, ખેડૂત, યુવા અને અલ્પસંખ્યકોના અવાજને બુલંદ કરવા બદલ ગઠબંધનના તમામ નેતાઓ પ્રશંસાપાત્ર છે.
વર્તમાન સમયમાં સુપ્રિમ કોર્ટે વર્શીપ એક્ટ ૧૯૯૧ વિશે પોતાનો ચૂકાદો સંભળાવ્યો તેમજ બુલડોઝર વિશે ગાઈડ લાઈન જાહેર કરીને દેશને સાંપ્રદાયિક આગમાં ધકેલનારી તાકતોને જડબાતોડ જવાબ આપ્યો. હવે વર્તમાન સંસદ સત્રના બાકી રહેલા પાંચ દિવસોમાં દેશમાં કાનૂનનુ રાજ પુનઃ સ્થાપિત કરી શાંતિ સદભાવનાનું વાતાવરણ જાળવી રાખવા બંને ગૃહમાં સેક્યુલર પાર્ટીના તમામ સાંસદોએ સંયુક્ત રુપે સુપ્રીમ કોર્ટ દ્વારા તહેસીન પુનાવાલા જજમેન્ટ માં આપેલ ગાઈડ લાઈન ને સખ્રાઈપૂર્વક લાગુ કરાવવા માટે અવાજ ઉઠાવવો જાેઈએ તેવી અમારી વિનમ્ર વિનંતી છે.
૨૦૧૮ માં સુપ્રીમ કોર્ટે સીધી લાઈન ખેંચીને સચોટ રીતે કહ્યું હતું કે ભડકાઉ ભાષણ અને મોબલીચીગ વિશે પોલીસે સ્વતઃ સંજ્ઞાન લઈને કેસ દાખલ કરવો જાેઈએ. દરેક જિલ્લા અને તાલુકામાં મોબલીચીંગ અને ભડકાઉ ભાષણની ઘટનાની તપાસ માટે એક નોડલ અધિકારીની નિમણુંક કરવી જાેઈએ તેમજ આ પ્રકારના તમામ કેસોની તપાસ ડીવાયએસપી-સમકક્ષ અધિકારી દ્વારા જ થવી જાેઈએ.
દુઃખ સાથે કહેવું પડે છે કે સુપ્રિમ કોર્ટની સ્પષ્ટ ગાઈડ લાઈન છતાં અત્યાર સુધી ન તો કોઈ નોડલ ઓફિસરની નિમણુંક કરાઈ છે કે ન તો પોલીસે પોતે સ્વતઃ સંજ્ઞાન લઈને કોઈ કાર્યવાહી કરી છે. હદ તો ત્યારે થાય છે જયારે ભડકાઉ ભાષણ આપનારા વિરુધ એફઆઈઆર નોંધવામાં આવી છે છતાં બહુમતી કિસ્સાઓમાં આજ દિન સુધી આરોપીની ધરપકડ કરવામાં આવી નથી. મોબલીચીંગ નું જઘન્ય કૃત્ય કરનારા અપરાધીઓ વિરુદ્ધ એફઆઈઆર નોંધાઈ છે છતાં એફઆઈઆરમાં મોબલીચીગ સહિત અન્ય સપ્ત કાનૂની ધારાઓ લગાવવામાં આવી નથી.
મોબલીચીંગ અને ભડકાઉ ભાષણ બાબતે ઈન્ડિયા ગઠબંધનના તમામ સાંસદોએ એક સૂરમાં સુપ્રિમ કોર્ટના ૨૦૧૮ તહેસીન પૂનાવાલા જજમેન્ટ માં આપવામાં આવેલ ગાઈડ લાઈનની થઈ રહેલ અવમાનના બંધ કરવા તેમજ સુપ્રિમ કોર્ટની ગાઈડ લાઈનનું ચુસ્તપણે પાલન કરાવવા તથા (ેંછઁછ) જેવી સખ્ત કાનૂની ધારાઓનો સમાવેશ કરવા માંગણી કરવી જાેઈએ.
અત્રે ઉલ્લેખનીય છે કે સંસદીય સત્ર પહેલા ટ્વીટ અને ઈમેલ દ્વારા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેજી, રાહુલ ગાંધીજી, પ્રિયંકા ગાંધીજી સહિત ઈન્ડિયા ગઠબંધનના શીર્ષ નેતાઓને સંવૈધાનિક અને સામાજિક ન્યાય તેમજ બિનસાંપ્રદાયિક ઢબે કાનૂનનું રાજ પુનઃ સ્થાપિત કરવા બાબતે સંસદમાં અવાજ ઉઠાવવા મેં નમ્ર વિનંતી કરી હતી.
તદઉપરાંત દિલ્લી ખાતે રૂબરૂ મુલાકાત દરમ્યાન ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ અને રાજયસભા સાંસદ શક્તિસિંહ ગોહિલ, કોંગ્રેસના વરિષ્ઠ નેતા પૂર્વ વિદેશ મંત્રી – સુપ્રિમ કોર્ટના સિનીયર એડવોકેટ સલમાન ખુરશીદ, પૂર્વ કેબીનેટ મંત્રી સાંસદ તારીક અનવર, રાજય સભાના સીનીયર સાંસદ તથા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના ઓફિસ ઈન્ચાર્જ સૈયદ નાસીર હુસેન, રાષ્ટ્રીય કોંગ્રેસ અલ્પસંખ્યક મોરચાના ચેરમેન અને સાસંદ ઈમરાન પ્રતાપગઢી ને વર્તમાન સંસદ સત્રમાં ૨૦૧૪થી દેશમાં ચાલી રહેલ સાંપ્રદાયિક રાજનિતી વિરુદ્ધ અવાજ બુલંદ કરી દેશમાં કાનૂનનું રાજ પુનઃ સ્થાપિત કરાવવા તેમજ વર્શીપ એક્ટ ૧૯૯૧ તથા મોબલીચીગ અને ભડકાઉ ભાષણ બાબતે વર્તમાન સમયે સુપ્રિમ કોર્ટમાં ચાલી રહેલ સુનાવણી દરમ્યાન ઓનરરી સેવા દ્વારા ડો. અભિષેક મનુસીઘવી તેમજ સલમાન ખુરશીદને સુપ્રિમ કોર્ટમાં હાજર રહે તેવી વિનંતી કરી તેમનો કાનૂની પક્ષ રાખવા નમ્ર વિનંતી કરી હતી. તા. ૧૨-૧૨-૨૦૨૪ના રોજ કોંગ્રેસ પક્ષના તમામ નેતાઓ સહિત સીનીયર એડવોકેટ ડો. અભિષેક મનુસીંઘવી અને સલમાન ખુરશીદ એ વર્શીપ એક્ટની સુનાવણી સમયે સુપ્રિમ કોર્ટમાં ઓનરરી હાજર રહી સંસદ દ્વારા નિર્મિત વર્શીપ એક્ટ ૧૯૯૧નો ચુસ્તપણે અમલ કરાવવા સુપ્રિમ કોર્ટમાં પોતાનો પક્ષ રજૂ કર્યો તે બદલ અમો આભાર વ્યક્ત કરીએ છીએ.