- સંસદમાં કોંગ્રેસ સહિત ઈન્ડીયા ગઠબંધન દ્વારા લઘુમતીઓના પ્રતાડના બાબતે સંયુક્તપણે અવાજ બુલંદ કર્યો
- લઘુમતીઓને થતા અન્યાય, અત્યાચાર વિરુદ્ધ પક્ષના શીર્ષ નેતૃત્વ દ્વારા પ્રખર રીતે અવાજ ઉઠાવવા સેક્યુલર હિન્દુ નેતાઓ સાથે ભારત દેશના ૪૦ મુસ્લિમ સાંસદો, ધારાસભ્યો, વરિષ્ઠ હોદ્દેદારો હિંમતભેર આગળ આવે તો પરિણામ મળે જ છે :‘ખાદિમ’ લાલપુરી
(સિટી ટુડે) અમદાવાદ,તા.૨૧
લોકસભા અને રાજ્યસભાના શિયાળુ સત્રમાં જે પણ દ્રશ્યો અને વિવાદો જોઈ શકાયા એથી ઘણી બાબતો સમજી શકાય તેમ છે. કે હવે પાછલી ટર્મની જેમ સંસદમાં મિનિટોમાં બિલો પાસ થઈ શકતા નથી. વિરોધ પક્ષો એક સાથે રહી સંવિધાનને અનુસરી વાત કરી રહ્યા છે. કોંગ્રેસ બીન સાંપ્રદાયિકતા રીતે પોતાનો અવાજ બુલન કરી રહી હોય એવો અહેસાસ થઈ રહ્યો છે. રાહુલ ગાંધી, પ્રિયંકા અને કોંગ્રેસના મલ્લિકા અર્જુન ખડગે સાથે INDIA બ્લોકના અન્ય જૂથો પણ બિન સાંપ્રદાયિકતા મુદ્દે હવે જાગૃત થયા હોય એવું જણાઈ રહ્યું છે. આ સાથે એ પણ જોવાઈ રહ્યું કે પ્રાદેશિક કક્ષાના કોંગ્રેસ ના ત્યાં INDIA ગઠબંધન ના અમુક નેતાઓ 2014 થી ભાજપ અને તેની ભગિની સંસ્થાઓ દ્વારા યેનકેન પ્રકારે લઘુમતીઓને રાજકીય અને સામાજિક ક્ષેત્રે નિશાન પર લઈ રહ્યા છે. તેવા કપડાં સમયે મતવિસ્તારમાં બહુમતી સમાજના મતો ગુમાવવાના ભયથી તેઓ લઘુમતીઓ પર થતા અત્યાચાર બાબતે અવાજ ઉઠાવવા બદલે ગુનાહિત મૌન ધારણ કરી બેઠા છે.
વર્તમાન શિયાળુ સત્રમાં લઘુમતીઓને પ્રતાડિત કરવા બાબતે શ્રી મલ્લિકાર્જુન ખડગે, શ્રી રાહુલ ગાંધી, સુશ્રી પ્રિયંકા ગાંધીની આગેવાનીમાં કોંગ્રેસ પક્ષના સાંસદો ઈમરાન મસુદ, ઈમરાન પ્રતાપગઢી, બિહારના સાસંદ શ્રી મોહંમદ જાવેદ તથા શ્રી અભિષેક મનુ સીંઘવી સહિતના સાંસદોએ ખૂબ જ મક્કમતા સાથે લઘુમતી સમાજને થતી પ્રતાડના બાબતે આક્રોશ અને મક્કમતાપૂર્વક શાસક પક્ષની ફાસીવાદી અને ઝેરીલી નિતીઓ વિરુદ્ધ તેમજ સંભલ હિંસા અને વર્શીપ એક્ટ ૧૯૯૧ને યથાવત જાળવી રાખી લોઅર કોર્ટ દ્વારા મસ્જીદ અને દરગાહોના સર્વેના ગેરબંધારણીય હૂકમો, ગેરસંવૈધાનિક બુલડોઝરની રાજનિતી તથા મોબલીચીંગ અને ભડકાઉ ભાષણ વિરુદ્ધ અવાજ બલુંદ કરી દેશમાં સંવૈધાનિક ન્યાય, સામાજિક ન્યાય, બિનસાંપ્રદાયિકતા અને કાયદાનું રાજ પુનઃ સ્થાપિત કરી શાંતિ-સદભાવનાનો માહોલ જાળવી રાખવા ભાજપ અને આરએસએસની કટ્ટરવાદી ગેરસંવૈધાનિક સાંપ્રદાયિક રાજનિતી સામે મુખર થઈ જે રીતે અવાજ બુલંદ કર્યો છે તે ખૂબ જ પ્રસંશાને પાત્ર છે.
પ્રિયંકા ગાંધી એ કોંગ્રેસ પક્ષની બિનસાંપ્રદાયિક નીતિ અને દેશ કે વિદેશમાં લઘુમતીઓ ઉપર થતા અત્યાચારોની વિરુદ્ધ તેમજ ધર્મ જાતિના ભેદભાવ સિવાય તમામને સંવૈધાનિક અધિકારો અપાવવા પ્રતિબદ્ધ હોવાની પ્રતિતી કરાવી છે. બાંગ્લાદેશના લઘુમતી હિન્દુ અને ખ્રિસ્તી સમાજ પર થતા અત્યાચારો બંધ કરાવવા સરકારને આકરું વલણ અખત્યાર કરવા માટે કોંગ્રેસ પક્ષ ભારત સરકારને સંપૂર્ણ સાથ-સહકાર આપવા ખાતરી આપી હતી.
પ્રિયંકા ગાંધી એ આઝાદ ફિલિસ્તીનનું સિમ્બોલીક સમર્થન કરી ભારત સરકારની હંમેશ રહેલ નિતી અને વલણનું સમર્થન કર્યું છે. આઝાદી પછી વૈશ્વિક ફલક પર વર્તમાન સરકાર સહિત તમામ ભારત સરકારની નિતી આઝાદ પેલેસ્ટાઈનના સમર્થનની રહી છે.
જમીયત એ ઉલમા એ હિન્દ (અરશદ મદની) દ્વારા વર્શીપ એક્ટ ૧૯૯૧, ગેરસંવૈધાનિક બુલડોઝરની રાજનિતી તથા મોબલીચીંગ અને ભડકાઉ ભાષણ વિરુદ્ધ સુપ્રિમ કોર્ટમાં કરેલ પીટીશન બાબતે સુનાવણી સમયે ઓનરરી સેવા આપી સુપ્રિમ કોર્ટના વિદ્વાન ધારાશાસ્ત્રી શ્રી ડો. અભિષેક મનુસીઘવી અને સલમાન ખુરશીદે સુપ્રિમ કોર્ટમાં સંસદ દ્વારા બનાવવામાં આવેલ વર્શીપ એક્ટ ૧૯૯૧ ના દેશની વિવિધ રાજ્યોની લોઅર કોર્ટ દ્વારા થતા મનસ્વી આદેશ અને ગેરસંવૈધાનિક બુલડોઝરની રાજનિતી બંધ કરવા સફળ રજૂઆત કરી હતી તે ખૂબ જ સરાહનીય છે.
તૃણમુલ કોંગ્રેસ – બંગાળની શેરની એવા આક્રમક સાંસદ સુશ્રી મહુઆ મોઈત્રા એ પૂર્વ સીજેઆઈ ચંદ્રચુડ, જસ્ટિસ લોયા બાબતે આકરા પ્રહારો કરી શાસક પક્ષ દ્વારા દેશની અમુક ન્યાયપાલિકાઓને પ્રભાવિત કરવાના પ્રયાસો તથા સમગ્ર સંવૈધાનિક સંસ્થાઓને બાનમાં રાખી પોતાનો રાજકીય એજન્ડા પાર પાડવાની અત્યંત ગંભીર ગુનાહિત ચેષ્ટાઓ વિરુદ્ધ બેબાક-નિર્ભય રીતે પોતાની વાત સંસદમાં રજૂ કરી છે તે બાબત સમગ્ર દેશ સરાહના કરી રહ્યું છે.
સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ શ્રી અખિલેશ યાદવ, સાંસદ સુશ્રી ઈકરા હસન સહિત આપ પાર્ટીના રાજયસભા સાંસદ શ્રી સંજય સિંહ અને આરજેડી ના સાંસદ શ્રી મનોજ ઝા, અપક્ષ સાંસદશ્રી પપ્પુ પાદવ, ભીમ આર્મીના સાંસદ શ્રી ચંદ્રશેખર આઝાદ સહિતના અન્ય સાંસદોએ ખૂબ જ આક્રમક રીતે દેશની વર્તમાન સરકારના કાસીવાદી પાર્મિક ધ્રુવીકરણ કરવા ભેદભાવપૂર્ણ વલણ વિરુદ્ધ પોતાનો પ્રખર અવાજ બુલંદ કર્યો છે.
સુપ્રીમ કોર્ટના વિદ્વાન ધારાશાસ્ત્રી અને સાંસદ શ્રી કપિલ સિબ્બલે પણ વર્શીપ એકટનું લોઅર કોર્ટો દ્વારા ઉલ્લંઘન કરી મસ્જીદ- મદ્રેસાઓના ગેરસંવૈધાનિક સર્વેના હૂકમો, મોબલીચીંગ, ભડકાઉ ભાષણ અને ગેરસંવૈધાનિક બુલડોઝરની રાજનિતી વિરુદ્ધ મજબૂત રીતે પોતાનો આક્રોશ રજૂ કર્યો છે.
કોંગ્રેસ સહિત ઈન્ડિયા ગઠબંધનના સાંસદોએ દેશની લઘુમતીઓને થતા અન્યાય બાબતે ખૂબ જ ઈમાનદારીપૂર્વક પોતાનો અવાજ શાસક પક્ષના બહેરા કાન સુધી પહોચાડવાની સંવૈધાનિક જવાબદારી નિભાવી તેને દેશનો બિનસાંપ્રદાવિક હિન્દુ અને મુસ્લિમ સમાજ ખૂબ સરાહના કરી રહ્યો છે.
કોંગ્રેસ સહિત INDIA ગઠબંધનના તમામ સેક્યુલર સાંસદો, ધારાસભ્યો, શીષ હોદેદારોએ પોતાના પક્ષના શીષ નેતૃત્વને લઘુમતીઓની પ્રતાડના બાબતે સંસદમાં રજૂઆત કરવાની માંગણીનું સકારાત્મક પરિણામ છે કે વર્તમાન સંસદીય સત્રમાં દેશની સમગ્ર ૧૪૦ કરોડ જનતાના ધર્મ જાતિના ભેદભાવ વિના દલિત, શોષિત, પીડીત, ગરીબો સહિત વિશેષ કરીને ૨૦૧૪થી સતત ભાજપ અને તેની ભગીની સંસ્થાઓ દ્વારા પ્રતાડના ભોગવતા લઘુમતીઓની વેદનાભરી પીડાઓ અને ન્યાય માટે સંસદમાં અવાજ ઉઠાવવામાં આવી.
આગેવાનો સમાજમાં રાત-દિવસ મહેનત કરી પોતાના પક્ષ તરફી મતદાન કરાવે છે માટે તેમની નૈતિક ફરજ છે કે પોતાના પક્ષને અપાવેલા મતોનું સમાજને યોગ્ય વળતર અપાવે. સેક્યુલર પાર્ટીઓના સમર્થનમાં મતદાતાઓને પણ પોતે સમર્થન કરેલ પક્ષ પ્રત્યે વિશ્વાસની ભાવના વધુ બળવત્તર બનશે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત કોગ્રેસના વરિષ્ઠ આગેવાન અને પૂર્વ ધારાસભ્ય શ્રી ગ્યાસુદ્દીન શેખે તા. ૧લી ડિસેમ્બર ૨૦૨૪ના રોજ નવી દિલ્હી ખાતે રામલીલા મેદાનમાં ડોમા પરિસંથના ડો. ઉદિત રાજ દ્વારા આયોજિત મહાસંમેલનમાં મંચ પર કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી મલ્લિકાર્જુન ખડગે જીની હાજરીમાં પ્રવચન આપતા શ્રી ગ્યાસુદ્દીન શેખે તેમના પ્રવચનમાં માંગણી કરી હતી કે શ્રી મલ્લિકાર્જુન ખડગે જી, શ્રી રાહુલ ગાંધી જી અને સુશ્રી પ્રિયંકા ગાંધી જી તો હંમેશ બિનસાંપ્રદાયિક ઢબે તમામ ધર્મ જાતિના લોકોના સંવૈધાનિક અધિકાર માટે અવાજ બુલંદ કરતા આવ્યા જ છો પરંતુ મારી માંગણી છે કે વર્તમાન સંસદીય સત્રમાં કોંગ્રેસ પક્ષના અન્ય સાંસદો સહિત INDIA ગઠબંધનના તાંસદોએ સંયુક્ત રીતે સંસદમાં લઘુમતીઓની દરેક ક્ષેત્રે સતત થતી પ્રતાડના બાબતે પોતાનો અવાજ ઈમાનદારીપૂર્વક ભુલંદ કરવો જોઈએ.
શ્રી શેખે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ અને રાજયસભા સાંસદ શ્રી શક્તિસિંહ ગોહિલની મધ્યસ્થતા, માર્ગદર્શન તેમજ સાથે સહકારથી કોંગ્રેસ હાઈકમાન્ડ સુધી લઘુમતીઓની પ્રતાડના બાબતે વર્તમાન સંસદીય સત્રમાં અવાજ બુલંદ કરવા તેમજ સુપ્રિમ કોર્ટમાં સુનાવણી દરમ્યાન ડો. અભિષેક મનુસીધવી, સલમાન ખુરશીદ સહિતના એડવોકટને ઓનરરી હાજર રહેવા સફળ રજૂઆત કરી હતી.
તા. ૧૨-૧૨-૨૦૨૪ના રોજ કોંગ્રેસ પક્ષના તમામ નેતાઓ સહિત સીનીયર એડવોકેટ ડો. અભિષેક મનુસીથવી અને શ્રી સલમાન ખુરશીદે વર્શીપ એક્ટની સુનાવણી સમયે સુપ્રિમ કોર્ટમાં ઓનરરી હાજર રહી સંસદ દ્વારા નિર્મિત વર્શીપ એક્ટ ૧૯૯૧ નો ચુસ્તપણે અમલ કરાવવા તથા ગેરસંવૈધાનિક બુલડોઝરની નીતિને બંધ કરાવવા સુપ્રિમ કોર્ટમાં પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. ડો. અભિષેક મનુસીથવીએ સંસદમાં પોતાના પ્રવચનમાં પણ ઉલ્લેખ કર્યો હતો.
જ.શેખે વર્તમાન સંસદીય સત્ર દરમ્યાન સતત ટ્વીટ, ઈમેલ, વોટ્સએપ દ્વારા કોંગ્રેસ અધ્યક્ષ શ્રી મલ્લિકાર્જુન ખડગેજી, રાહુલ ગાંધીજી, પ્રિયંકા ગાંધીજી સહિત ઈન્ડિયા ગઠબંધનના શીર્ષ નેતાઓ તેમજ તમામ પક્ષના રાજ્યસભા અને લોકસભાના કુલ ૪૦ મુસ્લિમ સાંસદોને સંવૈધાનિક અને સામાજિક ન્યાય તેમજ બિનસાંપ્રદાયિક ઢબે કાનૂનનું રાજ પુનઃ સ્થાપિત કરવા બાબતે સંસદમાં અવાજ ઉઠાવવા સતત વિનમ્ર વિનંતી કરી હતી.
જ. શેખે વર્તમાન સંસદ સત્રની શરુઆતમાં જ રૂબરૂ મુલાકાત લઈ કોંગ્રેસના વરિષ્ઠ નેતા પૂર્વ વિદેશ મંત્રી – સુપ્રિમ કોર્ટના સિનીયર એડવોકેટ શ્રી સલમાન ખુરશીદ, પૂર્વ કેબીનેટ મંત્રી સાંસદ શ્રી તારીક અનવર, રાજપ સભાના સીનીયર સાંસદ તથા કોંગ્રેસ અધ્યક્ષ શ્રી 1 મલ્લિકાર્જુન ખડગેના ઓફિસ ઈન્ચાર્જ શ્રી | સૈયદ નાસીર હુસેન, રાષ્ટ્રીય કોંગ્રેસ અલ્પસંખ્યક મોરચાના ચેરમેન અને સાસંદ શ્રી ઈમરાન પ્રતાપગઢી, તામિલનાડુના સાંસદ શ્રી શશીકાંત સેન્થીલ, એસસીએસટીઓબીસી માઈનોરીટી આદિવાસી મોરચાના ઈન્ચાર્જ શ્રી કે.વી. રાજુ અને ને વર્તમાન સંસદ સત્રમાં ૨૦૧૪ થી સતત દેશમાં ચાલી રહેલ સાંપ્રદાયિક ફાસીવાદી રાજનિતી પર અંકુશ લાદવા તેમજ દેશમાં કાનૂનનું રાજ પુનઃ સ્થાપિત કરી શાંતિ, સદભાવના, ભાઈચારાનો માહોલ જળવાઈ રહે માટે સંસદમાં અવાજ બુલંદ કરવા વિનમ્ર અરજ કરી હતી.