(સિટી ટુડે) બેટ દ્વારકા,તા.૧૧
બેટ દ્વારકામાં વર્ષોથી હિન્દુ-મુસ્લિમ સમાજના લોકો વસવાટ કરી રહ્યા છે. તારીખ ૨૪-૧૨-૨૪ ના રોજ કેટલાક મુસ્લિમ ધાર્મિક સ્થળો, મુસ્લીમોના રહેઠાણ ને નાગરપાલિકા દ્વારા દબાણની નોટિસ આપવામાં આવી હતી, જેની સામે લોકો દ્વારા સક્ષમ અધિકારી સમક્ષ પોતાના જવાબ દાખલ કરી દેવામાં આવેલ છે, આ સંદર્ભે ૯-૧-૨૫ ના રોજ તંત્ર દ્વારા લોક સુનાવણી પણ રાખવામા આવી હતી અને હતી જેમાં લોકો દ્વારા પોતાના દસ્તાવેજ રજૂ કરવામાં આવેલ હતા, તેમ છતાં આ લોકોને કોઈ પણ સમય આપ્યા વગર સુનાવણીના બીજા જ દિવસે મકાન તોડવાનું કામ કરવામાં આવેલ છે. આપના ધ્યાનમાં લાવવાનું કે બેટ દ્વારકામાં અન્ય સર્વે નંબર જેવાકે ૫૩૨ ગૌચર છે એમાં મંદિર નું દબાણ છે, ૫૩૭, ૫૨૦, ૪૪૯, ૫૯, ૫૫૨ કે જે ગૌચર જમીનો છે જેમાં અલગ અલગ રીતે વ્યાવસાયિક દબાણ કરવામાં આવેલ છે જેને તંત્ર દ્વારા ધ્યાને લેવામાં આવેલ નથી, તેમજ સર્વે નંબર ૫૫ કે જે જંગલ છે તેમાં મંદિર તંત્ર દ્વારા દબાણ છે, સર્વે નંબર ૨૬ જે તળાવ તરીકે છે તેમાં પણ દબાણ છે, સર્વે નંબર ૩૮૬ છે જે કબ્રસ્તાન ની જગ્યા છે તેમાં પણ હોટલો દ્વારા કેમ્પ સાઇટ બનાવવામાં આવેલ છે, તેમજ સર્વે નંબર ૨૧, રમતગમતના મેદાન ની જગ્યા જેમાં રહઠન ના દબાણો, સર્વે નંબર ૨૩ ગૌચરની જગ્યા જેમાં રહઠન ના દબાણો, સર્વે નંબર ૮૩ અને ૧ ગામતળ ની જમીન જેમાં રહઠાણ ના દબાણો તેમજ સર્વે નંબર ૪૦૧ ગૌચર જમીન માં પણ રહઠાણ ના દબાણો કરવાં આવેલ છે, સાથે જ નોંધવ્વાનું કે ઉપરોક્ત સર્વે નંબરવાળા દબાણ કરનારાઓ માં એક પણ મુસ્લિમ નથી. આ દરેક દબાણો જે દૂર કરવાથી સામાની લોકોને ઓછી તકલીફ થશે પરંતુ તંત્ર દ્વારા લોકોના ઘરો તોડવાનું પગલું યોગ્ય કાયદેસરની પ્રક્રિયા હાથ ધર્યા વગર કરવામાં આવી રહ્યું છે જેને તાત્કાલિક અસરથી રોકવાની જરૂર છે.
બેટ દ્વારકા ના અમુક સામાજિક આગેવાનો દ્વારા હાઇ કોર્ટ માં પિટિશન કરવામાં આવેલ છે જેમાં ગઈ કાલેજ હાઇ કૌર્ટે દ્વારા સ્ટે આપવામાં આવેલ છે. આ પીટિશન કરનાર લોકોને ને પણ ગેર કાયદેસર અટકાયત કરવામાં આવેલ છે. જેથી અમારી માંગણી કરવામાં આવી છે કે ૧) તાત્કાલિક રીતે જે બુલડોજર કરવાહીને બંધ કરવામાં આવે, ૨) દબાણ દૂર કરવા હોય તો તે કોઈ પણ ભેદભાવ વગર અને યોગ્ય કાયદેસરની કાર્યવાહી કર્યા બાદ જ કરવામાં આવે, ૩) દબાણ દૂર કરવાની પ્રક્રિયામાં હિન્દુ મુસ્લિમ ના ભેદભાવ રાખવાં આવે નહીં, ૪) તાત્કાલિક અસરથી ગેર કાયદેસર અટકાયત કરવામાં આવેલ લોકોને મુક્ત કરવામાં આવે, ૫) જે અધિકારીઓએ રેવેન્યુ કાયદાની પ્રક્રિયા હાથ ધર્યા વગર માત્ર મુસલમાનો ના ઘરો તોડવાનું ગેર કાયદેસર કામ કરવામાં આવેલ છે આવા અધિકારિયો પર પણ વ્યક્તિગત કાયદેસર રીતે કોર્ટના અનાદરની કામગીરી કરવામાં આવે.