પ્રયાગરાજ,તા.૧૨ મહાકુંભમાં મૌની અમાસના સ્નાન પહેલા થયેલી ભાગદોડ માટે કોંગ્રેસે યોગી સરકારને જવાબદાર ઠેરવી છે. કોંગ્રેસના પ્રવક્તા અંશુ અવસ્થીએ કહ્યું કે મહાકુંભની વ્યવસ્થા કરવાને બદલે સરકાર પ્રચારમાં વ્યસ્ત હતી. ભક્તોની ચિંતા કરવાને બદલે સરકાર પોતાના ફોટો સેશનમાં વ્યસ્ત હતી. સરકારે વીઆઇપી કલ્ચર બંધ કરવું જાેઈએ અને ભક્તોની સુરક્ષા સુનિશ્ચિત કરવી જાેઈએ. અંશુ અવસ્થીએ જણાવ્યું હતું કે આજે મૌની અમાસના સ્નાન પર મહાકુંભમાં ગેરવહીવટ, તૈયારીઓ પ્રત્યે બેદરકારી અને વ્યવસ્થાના અભાવ અને સામાન્ય શ્રદ્ધાળુઓની ચિંતાને કારણે થયેલી ભાગદોડ અને ગૂંગળામણને કારણે શ્રદ્ધાળુઓના જાનમાલના નુકસાન માટે ભાજપ સરકાર સીધી જવાબદાર છે. મહાકુંભમાં. તેના બદલે ભાજપ સરકારે મહાકુંભને તેના ફોટો અને વીડીયો સેશનના અડ્ડામાં…
Author: City Today Daily
નવી દિલ્હી, તા. ૨૯ ટ્રિપલ તલાકનો મુદ્દો ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. બુધવારે સુપ્રીમ કોર્ટમાં આ અંગે જાેરશોરથી ચર્ચા થઈ હતી. આ ચર્ચા એ અરજીને લઈને થઈ હતી જેમાં ટ્રિપલ તલાકને લઈને કેન્દ્ર સરકારના કાયદાને પડકારવામાં આવ્યો છે. આ ચર્ચા દરમિયાન સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસેથી આ કાયદા અંગે સંપૂર્ણ વિગતો માંગી છે. આ ઉપરાંત ટ્રિપલ તલાકને લઈને દેશભરમાં કેટલી એફઆઈઆર અને ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે તે જણાવવાનું પણ કહેવામાં આવ્યું છે. આ અરજી પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે અમે ડેટાની તપાસ કરીશું. કોઈ પણ વકીલ ટ્રિપલ તલાકની પ્રથાની માન્યતાનો બચાવ કરી શકે નહીં. કોર્ટે એમ…
મોટા પાયે અલગ-અલગ કંપનીના સીમકાર્ડ દુબઇ લઇ જઇ ત્રણ ગણા ભાવમાં વેચ્યા બાદ તે સીમકાર્ડનો ગેરઉપયોગ થતો હોવાનું ભાંડો ફુટતા સુરત પોલીસે તપાસ શરૂ કરી હોવાની ચર્ચા (સિટી ટુડે) સુરત,તા.૨૮ સુરત શહેરમાંથી બિલાડીના ટોપની જેમ ફુટી નીકળેલા કૌભાંડી હર્ષદ મહેતાના નકશે કદમ પર ચાલી રહેલા અનેક લોકોએ દુબઇના રસ્તે ચાલી ગેમીંગ ફંડના નામે બક્કલ મારવામાં મહારથ હાસંલ કર્યા બાદ હવે ચમકના રવાડે ચઢ્યા છે. શું છે ચમક? કેમ આ કૌભાંડને ચમકનો નામ આપવામાં આવી રહ્યો છે? આ અંગે વધુ માહિતી પ્રકાશીત કરાશે પણ હાલ સુરત શહેરમાંથી જાહેર રસ્તાઓ ઉપર છત્રી લગાવી જુદી જુદી કંપનીઓના સીમકાર્ડ વેચનારાઓ પાસેથી થૌડાગણા પૈસાની લાલચ…
બલેશ્વર ગ્રામ પંચાયતની ઓફિસમાં લાગેલા સીસીટીવી કેમેરામાં રઉજી લાડની મળેલી લાશનું ઘેરાતું રહષ્ય જીવીત કે પછી ડીવીઆરને ફોરમેટ મારી દેવાયું? (સિટી ટુડે) સુરત,તા.૨૮ બલેશ્વર ગામમાં હાલ રઉજી લાડની લાશ અંગે ચર્ચા ટોક ઓફ ધ ટાઉન બની છે. જેમાં ૧૪ જાન્યુઆરીના રોજ ઉત્તરાયણના દિવસે ગ્રામ પંચાયતની બંધ ઓફિસમાંથી છેલ્લા ૧૫-૨૦ વર્ષથી સેવા કરનાર રઉજી લાડની લાશ અચાનક મળી આવતા ગ્રામ્યજનોમાં ભારે ચર્ચાઓ ઉઠવા પામી છે.રઉજી લાડના મૃત્યુ પાછળ કેટલા રહષ્યો દબાય ગયા હોય તેવું ગ્રામ્યવાસીઓ જણાઇ રહ્યા છે. લોકચર્ચા મુજબ, બલેશ્વર ગામની આસપાસ ૧૮ થી ૨૦ વીંગા જમીન અંગેનો વિવાદ પણ રઉજી લાડ સાથે ચર્ચાઇ રહ્યું છે. આ જમીન મામલે રઉજી…
પ્રયાગરાજ,તા.૨૮ ભારતની આસ્થાનું પ્રતીક મહાકુંભ મેળાનો આજે ૧૬મો દિવસ છે. આવતીકાલે અમાસ નિમિત્તે ત્રીજું શાહી સ્નાન યોજાશે, જેમાં ભાગ લેવા લાખો શ્રદ્ધાળુ ઉમટી પડ્યા છે. સંગમથી ૨૦ કિમી સુધી ચક્કાજામ થયો છે. રસ્તાઓ, ગલીઓ માનવ મહેરામણથી ઉભરાઈ છે. શ્રદ્ધાળુઓ પોલીસ દ્વારા ઊભા કરવામાં આવેલા બેરિકેડિંગ તોડી પ્રવેશી રહ્યા છે. શ્રદ્ધાળુઓની ભારે ભીડના કારણે લોકો પાર્કિંગ તથા છેક સ્ટેશનથી સંગમ સુધી પગપાળા આવવા મજબૂર બન્યા છે. પોલીસે ભીડને કાબૂમાં લેવા વિવિધ સ્થળોએ બેરિકેડ ઊભા કર્યા હતા. જાે કે, ભીડ તેને તોડીને પ્રવેશ લઈ રહી છે. સંગમથી ૨૦ કિમી સુધીનો રસ્તો જામ થઈ ગયો છે. અમાસના શાહી સ્નાન પહેલાં જ લાખોની સંખ્યામાં…
નવીદિલ્હી,તા.૨૮ દેશના ટોચના રાજકીય પક્ષોની આવક ગત નાણાકીય વર્ષમાં અનેકગણી વધી છે. સત્તાધારી પક્ષ ભાજપની કમાણી ૮૩ ટકા તો કોંગ્રેસની કમાણી ૧૭૦ ટકા વધી છે. ગતવર્ષે લોકસભા ચૂંટણીના પગલે રાજકીય પક્ષોની આવક વધી હોવાનુ અનુમાન છે. જેમાં ભાજપની કમાણીમાં મોટો હિસ્સો ઈલેક્ટોરલ બોન્ડનો રહ્યો છે. ચૂંટણી પંચ સમક્ષ બંને પક્ષ દ્વારા રજૂ કરવામાં આવેલા ઓડિટ રિપોર્ટમાંથી આ અંગે માહિતી મેળવવામાં આવી છે. નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં ભાજપની કમાણી ૮૩ ટકા વધી રૂ. ૪૩૪૦.૫ કરોડ થઈ છે. જે ભાજપની અત્યારસુધીની સૌથી વધુ આવક છે. જેમાં સૌથી વધુ યોગદાન ઈલેક્ટોરલ બોન્ડનો રહ્યો છે. ઈલેક્ટોરલ બોન્ડ મારફત ભાજપે રૂ. ૧૬૮૫.૬ કરોડ એકત્રિત કર્યા હતાં.…
કર્ણાટક,તા.૨૮ કર્ણાટકમાં, બદમાશોએ ડૉક્ટરનું અપહરણ કર્યું અને પછી તેના ભાઈને બોલાવીને ૬ કરોડ રૂપિયાની ખંડણી માંગી. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ હતી અને પોલીસ સક્રિય થઈ ગઈ હતી. આ ઘટનાના લગભગ ૧૪ કલાક પછી અપહરણકારોએ ડોક્ટરને છોડી દીધો અને બસના ભાડાના ૩૦૦ રૂપિયા પણ આપ્યા. ચાલો જાણીએ શું છે સમગ્ર મામલો? આ ઘટના બેલ્લારી જિલ્લામાં બની હતી, જ્યાં ૪૫ વર્ષીય ડૉક્ટર સુનિલ શનિવારે સવારે ૬ વાગ્યે સૂર્યનારાયણપેટમાં શનેશ્વર મંદિર પાસે મોર્નિંગ વૉક કરી રહ્યા હતા. આ દરમિયાન ટાટા ઈન્ડિગોમાંથી બદમાશો આવ્યા અને ડોક્ટરને બળજબરીથી કારમાં બેસાડ્યા. ત્યારબાદ બદમાશો તેમની કારને તેજ ગતિએ ભગાડી ગયા હતા. અપહરણની સમગ્ર ઘટના…
શહેર સુરતના સુરત ડી.સી.બી. પોલીસ સ્ટેશન (ઈકો સેલ, સુરત) માં નોંધાયેલ બીટ કોઈન અંગેના GPID ના ગુન્હા કામે ધરપકડ થયેલ આરોપી – જાવીદ પીરૂભાઈ મુલતાની નાઓને રેગ્યુલર જામીન ઉપર મુક્ત કરતી નામદાર સેશન્સ (સ્પેશ્યલ) કોર્ટ, (સિટી ટુડે) સુરતઃ ૨૬ કેસની વિગત એ પ્રકારની છે કે, શહેર સુરતના ડી.સી.બી. પોલીસ સ્ટેશન પાર્ટ-એ ગુ.ર.નં.- ૧૧૨૧૦૦૧૫૨૪૦૦૮૬/૨૦૨૪ થી ઈ.પી.કોડની કલમ – ૪૦૯, ૪૨૦, ૧૧૪ તથા ઈનામ પ્રથા અથવા પૈસા ફેરવવાની યોજના (નિયંત્રણ) કાયદો, ૧૯૭૮ ની કલમ – ૪, ૫, ૬ મુજબનો ગુન્હો તા.૨૯/૦૯/૨૦૨૪ ના રોજ નોંધાયેલ. સદર ગુન્હાના કામે આરોપી – જાવીદ પીરૂભાઈ મુલ્તાની નાઓની તા.૨૯/૦૯/૨૦૨૪ ના રોજ ધરપકડ કરવામાં આવેલ અને તા.૨૯/૦૯/૨૦૨૪ ના…
(સિટી ટુડે) સુરતઃ ૨૬ જાન્યુઆરી દિવસ ની ઉજવણી રૂપે ફુલવાડી વિસ્તારમાં ધ્વજવંદન સાથે ભાઇચારાના ભાવ સાથે નીકળેલ તિરંગા એકતા રેલીમાં શાન વધારવા પધારેલ સુરત શહેર પોલિસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત માજી.મેયર અને હિન્દુ મુસ્લિમ એકતા નાં પક્ષકાર જનાબ કદિર પીરઝાદા હિન્દૂ મિલન મંદીરના અમરીશાનંદ મહારાજ અને પદ્મ યજદી કરંજીયા, ડીસીપી ઝોન-૩ પીનાકીન પરમાર તથા લાલગેટના પીઆઇ ચૌધરી સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા અને રેલીમાં પણ મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી લાલગેટ વિસ્તારમાં રેલી નિકાળવામાં આવી હતી. તિરંગા એકતા રેલી માં પધારેલા મહેમાનો આયોજકો અને સૌ દેશભક્તો નું હિન્દુ મુસ્લિમ એકતા નાં ભાવ અને દેશ ભક્તિનાં લગાવ સાથે મહેમાનું સ્વાગત કરવા ખુબજ…
(સિટી ટુડે) સુરત,તા.૨૫ બલેશ્વર ગ્રામ પંચાયતની ઓફિસમાં ઉત્તરાયણના દિવસે શંકાસ્પદ મળેલી લાશ અનેક સવાલો ઉભા કરી રહી છે. ગ્રામ પંચાયતની ઓફિસમાં રઉજી લાડ નામના ઇસમની જે અગાઉ એક દિવસ પહેલા ગુમ થયા હતા તેઓની ૧૪ જાન્યુઆરી રજા દિવસે રહસ્યમય રીતે ગ્રામ પંચાયતની ઓફિસમાં મળેલી લાશને પોસ્ટમોર્ટમ નહિં કરાયું જેના કરાણે બલેશ્વર ગામના સંરપચ, ઉપસંરપચ તથા તલાટીની કામગીરી સામે અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે. નવાઇની વાત તો એ છે કે સરકારી કચેરી કહેવાતી ગ્રામપંચાયતની ઓફિસમાં રવજી લાડની લાશ મળી હોવા છતાં પોલીસ ફરીયાદ કરવા કે પછી પોસ્ટમોટમ કરાવવામાં ન આવતા ભારે ચર્ચા ઉઠવા પામી છે, શું રવજી લાડના મુત્યુ પાછળનંુ…
