(સિટી ટુડે)સુરત,તા.૧૩
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ એસ.ટી નિગમ માં રાજ્ય કક્ષા ના ત્રણ માન્યતા પ્રાપ્ત યુનિયનો છે , અને તેના જાેડાણ થકી જિલ્લા કક્ષાએ પણ ત્રણ યુનિયનો ને માન્યતા આપવામાં આવી છે જેના થકી કામદારો ના પ્રશો મુશ્કેલીઓ નું નિરાકરણ લાવી શકાય , આ પૈકી ના ફેડરેશન જાેડાણ થકી ચાલતા યુનિયન માં કામ કરતા ટ્રાફિક કન્ટ્રોલર ગંગારામ ઠાકરે અને ડ્રાઈવર ઇકબાલ વ્હોરાની ફેડરેશન , કર્મચારીઓ તેમજ યુનિયન વિરૂદ્ધ પ્રવૃતિ કરવા બદલ સુરત વિભાગના યુનિયન માંથી વિભાગની સામાન્યસભામાં હકાલપટ્ટી કરવામાં આવેલ છે અને નવા પ્રમુખ તેમ મહામંત્રીની નિમણુક કરવામાં આવેલ , પરંતુ હાલમાં જ સુરત ૧ ડેપો ખાતે ટાયર ફિટર તરીકે ફરજ બજાવતા કે જે ભૂતકાળ માં ગેરકાયદેસર બસ લઈ એક ગરીબ પટાવાળા ને કચડી નાખેલ અને એ પટાવાળા દિલીપ શેઠ નું દુઃખદ મૃત્યુ થયેલ એ બાબતે ઇન્ક્વાયારી પણ થયેલ તેમ છતાં કોઈક કારણોસર આ સાબિર બચી જવા પામેલ એજ સાબિર શેખ દ્વારા સુરત વિભાગ માં કોઈ પણ યુનિયન માં હોદ્દો ના ધરાવતા હોવા છતાં ડુપ્લીકેટ લવાજમ બુકો જેમાં પ્રમુખ મંત્રીના નામ સુદ્ધા નથી તેવી બુકો થકી કર્મચારીઓ પાસે ગેરકાયદેસર ઉઘરાણું કરતા હોવાની માહિતી પ્રાપ્ત થયેલ છે , અને એમના કેહવા મુજબ ગંગારામ ઠાકરે અને ઇકબાલ વ્હોરા ના કેહવાથી તેઓ આ ગેરકાયદેસર ઉઘરાણું કરી રહેલ છે , જેથી આ બાબત ની નોંધ લઈ ફેડરેશન ના પ્રમુખ દ્વારા નિગમના એમ.ડી અનુપમ આનંદ સાહેબને પણ રજુવાત થનાર છે , અને આ લવાજમ બૂકો કોના કહેવાથી અને કયી રીતે છપાઈ છે અને આ સાબિર કોના ઇશારે કામ કરી રહ્યો છે તેની તપાસની માંગ કરવામાં આવશે અને જવાબદારો સામે ગેરકાયદેસર ઉઘરાણા કરવા બદલ ખાતાકીય કાર્યવાહી કરી કડક પગલાં ભરવાની માંગ સુરત ના કામદારો દ્વારા કરવામાં આવી રહી છે .
સદર બાબતે ગંગારામ ઠાકરે અને ઇકબાલ વ્હોરા દ્વારા યુનિયન ની કોર્ટ મેટર છે નું બહાનું કરી લુલો બચાવ કરતા હોવાનું માલુમ પડેલ છે , પરંતુ જાે એમ હોય તો પણ નિગમના ચોપડે જેના કોઈ હોદ્દા ધરાવતા નથી એ રાજ્ય કક્ષા ના યુનિયન સાથે કોઈ લેવા દેવા નથી એવી વ્યક્તિઓ જાે આ રીતે કામદારોને ગેરમાર્ગે દોરી લવાજમ ઉઘરાવતા હોય તો જિલ્લામાં આવા અનેકો રજિસ્ટર્ડ યુનિયન છે તો શુ તમામ પોતાના ખર્ચ પૂરો કરવા નિગમના ડેપો ખાતે આવીને ઉઘરાણું કરી શકશે ? એ તપાસ અને વિચાર માંગી લે એમ છે ,હવે જાેવું રહ્યું આ અંગે વિભાગીય નિયામક ઉપરોક્ત બાબતે આ સાબિર વિરૂદ્ધ પગલાં લેશે કે નહિ એ ચર્ચા હાલ તો ચર્ચા નો વિષય છે .