પ્રયાગરાજ, તા.૨૧
મહાકુંભમાં કેટલાક અધર્મીઓએ એવું કૃત્ય આચર્યું છે, જેને ક્યારેય માફ ન કરી શકાય. હવે તેમના વિરુદ્ધ તાબડતોડ એક્શન લેવામાં આવી રહી છે. પ્રયાગરાજ પોલીસે મહાકુંભમાં સ્નાન કરતી મહિલાઓના ચોરીછૂપી વીડિયો બનાવી ડાર્ક વેબ અને બીજા અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વેચનારા વિરુદ્ધ કાર્યવાહી કરી છે. પ્રયાગરાજ પોલીસે આ મામલે ૧૩ એફ.આઇ.આર. નોંધી છે. સાથે ૧૦૩ સોશિયલ મીડિયા હેન્ડલ વિરુદ્ધ કડક પગલાં ભર્યા છે. જાેકે પ્રયાગરાજ મહાકુંભથી આવી રહેલા સમાચારે બધાને પરેશાન કરી દીધા છે. પોલીસથી માંડીને ડુબકી લગાવનાર લોકો ચિંતા છે. કારણ કે કેટલાક વિકૃત માનસિકતાવાળા લોકોએ મહાકુંભમાં ડુબકી લગાવી સ્નાન કરી રહેલી મહિલાઓના વીડિયો બનાવ્યા છે. તેમના ફોટા પાડી રહ્યા છે અને પછી આ વીડિયો અને ફોટાને ડાર્ક વેબ પર અપલોડ કરી રહ્યા છે. પોર્ન સાઇટ્સ પર મૂકીને રૂપિયા કમાઈ રહ્યા છે.
આ વાતનો ખુલાસો ઉત્તર પ્રદેશ પોલીસે કર્યો છે. પ્રયાગરાજ પોલીસના અનુસાર કેટલાક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ્સ, ફેસબુક એકાઉન્ટ્સ અને ટેલીગ્રામ ચેનલ પર આવા વીડિયો અને ફોટા અપલોડ કર્યા હોવાની ફરિયાદો મળી હતી. પોલીસે જ્યારે તપાસ કરી તો જાણવા મળ્યું કે ઝ્રઝ્ર્ફ ષ્ઠરટ્ઠહહીઙ્મ ૧૧ નામની એક ટેલીગ્રામ ચેનલ પર કેટલાક વાંધાજનક ફોટાનો ટીઝર તરીકે ઉપયોગ કરવામાં આવ્યો છે.
તેમાં કેટલાક ફોટા લગાવીને દાવો કરવામાં આવ્યો છે કે ૧૯૯૯ રૂપિયામાં આ ચેનલનું સબ્સક્રિપ્શન લેશો તો મહાકુંભમાં સ્નાન કરતી મહિલાઓના વીડિયો આપવામાં આવશે. આ પ્રકારના કેટલાક એકાઉન્ટ પોલીસને મળ્યા છે. પોલીસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પાસે આ એકાઉન્ટ વિશે માહિતી માંગી છે. ઉત્તર પ્રદેશ પોલીસે આ મામલે ૧૩ એફ.આઇ.આર. નોંધી છે અને અત્યાર સુધીમાં ૧૦૩ સોશિયલ મીડિયા હેન્ડલ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી છે.
એફ.આઇ.આર અનુસાર ટેલીગ્રામ એકાઉન્ટ ઝ્રઝ્ર્ફ અને ચેનલ ૧૧નું નામ છે. એફ.આઇ.આરમાં જણાવવામાં આવ્યું છે કે મહાકુંભમાં મહિલાઓના સ્નાન કરતાં અને કપડાં બદલતા ફોટા અને વીડિયોઝ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરવામાં આવ્યા છે. એટલું જ નહીં એ પણ જણાવવામાં આવ્યું છે કે ટેલીગ્રામ ચેનલનું સબ્સક્રિપ્શન ૧૯૯૯ રૂપિયામાં આપવામાં આવશે એટલે કે આ વીડિયો ૨-૨ હજાર રૂપિયામાં વેચવામાં આવ્યા છે. તેના માટે ટેલીગ્રામ ચેનલે કેટલાક વીડિયોઝ અને ફોટા ટીઝર તરીકે ઉપયોગ પણ કર્યા છે.
ડી.આઇ.જી વૈભવ કૃષ્ણએ કહ્યું કે કેટલાક ફોટા અને વીડિયો પર લખવામાં આવ્યું છે કે તે વેચાણ માટે ઉપલબ્ધ છે. એટલે કે તેના દ્વારા રૂપિયા કમાવવાનો ધંધો ચાલી રહ્યો છે. એટલા માટે પોલીસે આ મામલે તપાસ શરુ કરી છે અને ગુનેગારોને જલદી પકડી પાડવામાં આવશે. સનાતનના સૌથી મોટા મેળામાં મહાપાપની તપાસ શરુ થઈ ગઈ છે. જલદી જ આરોપી જેલના સળિયા પાછળ હશે.
