સુરત,તા.૬
સુરત શહેરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન પહેલાં ભાજપના નેતાઓમાં હોર્ડિગ્સ વોર શરુ થઈ ગયું છે. સુરતના લિંબાયત વિસ્તારમાં ભાજપના નેતાઓ પોતાની લીટી મોટી કરવાના બદલે બીજાની લીટી નાની કરવામાં મંડી પડ્યા છે. લિંબાયતના નીલગીરી વિસ્તારમાં પાલિકાની મંજુરી વિના સંખ્યા બંધ હોર્ડિગ્સ ઉભા કરી દેવાયા છે.
જાકે તેમાં પણ સારી જગ્યાએ હોર્ડિગ્સ લગાવવા માટે ભાજપના નેતાઓ મરણીયા બન્યા છે. તેના કારણે લિંબાયત વિસ્તારમાં ભાજપના યુવા મોરચાના પુર્વ હોદ્દેદારોના હોર્ડીંગ્સ ઉતારી કોર્પોરેટરના હો‹ડગ્સ લગાવી દેવાયા તે લોકોમાં ચચાર્નાે વિષય બન્યો છે. આવતીકાલ શુક્રવારના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારી કાર્યક્રમ સુરતના લિંબાયત વિસ્તારમાં આવી રહ્યા છે.
વહિવટી તંત્ર દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમ માટે સત્તાવાર રીતે ૩૧.૫૦ કરોડના ખચર્નાે અંદાજ કરવામાં આવ્યો છે. તેની સાથે ભાજપના નેતાઓ પણ પ્રજામાં વટ પાડવા માટે અનેક જગ્યાએ વડાપ્રધાનના આવકાર માટે શહેરમાં પાલિકાની મંજુરી વિના ઠેર-ઠેર હો‹ડગ્સ લાગ્યા છે. જાકે, ભાજપના નેતાઓએ લગાવેલા હોર્ડિગ્સ વડાપ્રધાન નરેન્દ્ર મોદી નિહાળશે નહીં તે નક્કી છે પરંતુ લોકોમાં વટ પાડવા માટે ભાજપના નેતાઓમાં હોડ લાગી છે. તેમાં પણ લિંબાયતમાં તો ભાજપના નેતાઓ લોકોમાં વટ પાડવા માટે મરણીયા બન્યા છે.
હાલમાં લિંબાયતમાં નીલગીરી વિસ્તારમાં ભાજપના યુવા મોરચાના પૂર્વ મહામંત્રી સુનિલ પાટીલના બેનરો લાગ્યા હતા. પરંતુ આજે અચાનક આ બેનરો હટાવી તેની જગ્યાએ કોર્પોરેટર વિક્રમ પાટીલના બેનરો લાગી ગયાં છે. એક નેતાના બેનર ઉતારીને બીજા નેતાના લાગેલા બેનર લોકોમાં ચચાર્નાે વિષય બન્યા છે અને લોકો આને ભાજપના નેતાઓનું હોર્ડિગ્સ વોર કહી રહ્યા છે.
