અમદાવાદ : સ્ટીલ ઉદ્યોગમાં અગ્રણી સ્થાન ધરાવતી શ્રીયમ નેશનલ ટીએમટીને મંગળવારે અમદાવાદમાં આયોજિત પ્રતિષ્ઠિત કચ્છ બિઝનેસ એક્સેલન્સ એવોર્ડ 2.0 માં ‘એક્સિલન્સ ઇન મેન્યુફેક્ચરિંગ- લાર્જ કોર્પોરેશન્સ’ કેટગરીમાં સન્માનિત કરવામાં આવી છે. આ એવોર્ડ ચેરમેન વિશેષ શાહરા અને મેનેજિંગ ડિરેક્ટર દેવેશ ખંડેલવાલ દ્વારા સ્વીકાર કરાયો હતો. કચ્છ મિત્ર અને ફેડરેશન ઓફ કચ્છ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (ફોકિયા) દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં પ્રદેશના અગ્રણી ઉદ્યોગપતિયોંના યોગદાનનું સન્માન કરવામાં આવ્યું છે.
કર્ણાવતી ક્લબ ખાતે યોજાયેલા ભવ્ય એવોર્ડ સમારોહમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતના ઉદ્યોગ પ્રધાન બલવંતસિંહ રાજપૂત, સંસદીય બાબતોના પ્રધાન પ્રફુલ પાનશેરિયા, ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી, IFFCOના અધ્યક્ષ દિલીપ સંઘાણી અને કચ્છના સાંસદ વિનોદ ચાવડા પણ ગેસ્ટ ઓફ ઓનર તરીકે વિશેષ હાજર રહ્યા હતા.
કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજા, અબડાસાના ધારાસભ્ય પ્રધ્યુમનસિંહ જાડેજા, માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધ દવે, ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ, અંજારના ધારાસભ્ય ત્રિકમ છાંગા, ગાંધીધામના ધારાસભ્ય માલતી મહેશ્વરી અને રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા સહિતના સન્માનિત મહેમાનોએ પણ એવોર્ડ આપતી વખતે હાજર રહી કાર્યક્રમની શોભા વધારી હતી.