સિટી ટુડે) સુરત,તા.૧૩
સુરત શહેરમાં બોગસ એકાઉન્ટના નામે કાળો કારોબાર ફુલી ફલી રહ્યો છે. જેમાં ખાસ કરીને કોટ વિસ્તારના કેટલાક દાગીઓએ જાણે રાતોરાત કરોડપતિ બનવા બિઝનેશ ટાઉકુનોની જેમ બોગસ બેંક એકાઉન્ટોનું ખેલ કરી ફિલ્મી દુનિયામાં જીવે છે. આવો જ એક કિસ્સો સોદાગરવાડ, એંગ્લો સ્કુલ પાસે રહેતા હુસેન-ડી નામના એક કૌભાંડીનો નામ બહાર આવી રહ્યો છે. અગાઉ અન્ય રાજ્યોમાં ચીંટીગના ગુનામાં જેલ કાપી ચુકેલા હુસેન-ડી સાથે મળીને એક ટોળકીએ સુરત, અમદાવાદ સહિતના અન્ય શહેરોમાંથી બોગસ બેંક એકાઉન્ટો ખરીદી તેમાં લાખો રૂપિયાની ગેમીંગફંડની રકમ ઉતારયા બાદ એકાઉન્ટને પાર્ટીને પરત કરી દે છે. જેના કારણે ૧-૨ લાખ રૂપિયા કમાવવાની લાલચમાં દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં કેટલાક લોકો સપડાઇ ચુક્યા છે. હુસેન-ડી નામના કૌભાંડીઓના નામે કોઇપણ જાતના પુરાવા ન હોવાના કારણે આબાદ બચી જાય છે. જાેકે સુરત પોલીસ દ્વારા હુસેન-ડી અને તેનો સાગરીત જે રાંદેર વિસ્તારમાંથી આ સમગ્ર રેકેટને અંજામ આપી રહ્યો છે. તે સહિતના કેટલાક અન્ય ઇસમો પણ આ રેકેટમાં જાેડાયેલા છે. હવે જાેવાનું એ છે કે, હુસેન-ડી ને કયા પોલીસ મથકમાં મહેમાન નવાઝી માટે આમંત્રણ આપવામાં આવશે તે આવનારા સમયમાં સ્પષ્ટ થઇ જશે.