(સિટી ટુડે) સુરત,તા.૨૦
પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલૌત સુરત શહેર નાઓએ સુરત શહેરના તથા અન્ય જીલ્લાઓના પોલીસ સ્ટેશનમા નોંધાયેલ ગુનાઓમા નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા અંગે આપેલ સુચના મુજબ સંયુક્ત પોલીસ કમિશ્નર રાઘવેન્દ્ર વત્સ ક્રાઈમ, નાયબ પો.કમિ. રાજદિપસિંહ નકુમ એસ.ઓ.જી. નાઓના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી.,પોલીસ ઇન્સ્પેક્ટર નાઓની સુચના મુજબ એસ.ઓ.જી. દ્વારા નીચે મુજબની કામગીરી કરવામા આવેલ છે. ઉપરોક્ત સુચના અંતર્ગત એસ.ઓ.જી.ના ટીમના માણસો સુરત શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન (પીસી) સિકંદર બિસ્મિલ્લા તથા (પીસી) અસલમ ઇદ્રીશ નાઓને મળેલ બાતમી આધારે અડાજણ પાટીયા બસ સ્ટેશન પાસેથી આરોપી અલતાફ ઉર્ફે અલ્લુ સદરૂદીન વેલકાણી ઉ.વ-૫૩, રહે ઃ ફલેટ ૪૦૪ ચોથા માળે બિલ્ડીંગ નં ડીપ કરીમાબાદ હાઉસીંગ સોસાયટી બી.એસ.એન.એલ ઓફીસની સામી ઘોડદોડ રોડ સુરતવાળાને પકડી પાડવામાં આવેલ છે. મજકુર આરોપીની પુછ-પરછ કરતા હકીકત જણાવેલ છે કે, છેલ્લા ઘણા સમયથી પોતે ગાડી લે-વેચનો દલાલી કામ કરતો હતો. જેમા ચોકબજાર પોલીસ સ્ટેશન ખાતે ફોર- વ્હીલર ગાડીઓના મુળ માલીકો સાથે કરાર કરી ગાડીઓ ભાડેથી રાખી થોડા સમય ભાડુ ચુકવી ત્યાર બાદ ભાડુ ગાડીઓના માલીકને ચુકવાના બંદ કરી તેઓને ગાડીઓ પણ મુળ માલીકોને પરત નહી આપવા બદલ સન-૨૦૨૪ માં ચોકબજાર પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ થયેલ જેમા ભાડે રાખેલ ગાડીઓ પૈકી આઇ-૨૦ આસ્થા ગાડી રજી.જીજે-૦૫-જેપી-૦૪૬૪ની મુળ માલીકની પરવાનગી વગર આર.ટી.ઓ માં રજીસ્ટ્રેશન કરાવી પોતે વેચી દિધેલ હોય જે ગુનામાં પોલીસે તેને વોન્ટેડ જાહેર કરેલ જેથી આ ગુનાથી બચવા નાસતો ફરતો હોવાની હકીકત જણાવેલ છે. જેથી મજકુર આરોપી ચોકબજાર પો.સ્ટે પાર્ટ “એ” ગુ.ર.નં.૧૧૨૧૦૦૧૨૨૪૦૮૪૬/૨૦૨૪, ઇ.પી.કો કલમ- ૪૨૦, ૧૨૦ (બી), ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧ મુજબના ગુન્હામાં નાસતો ફરતો હોય જેથી તેના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી તેનો કબ્જાે ચોકબજાર પોલીસને સોપેંલ છે.